National

લાજપોર જેલના ભજીયા બાદ હવે ઠાણે જેલની કેક ફેમસ, આવી રીતે કરી શકાશે ઓર્ડર

ઠાણે: શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમે તમારા જન્મદિવસની કેક જેલમાંથી મંગાવી શકો છો? હાલ ઠાણેમાં (Thane) ઘણા લોકો પોતાના જન્મદિન નિમીત્તે જેલમાંથી કેક (Cake) મંગાવી રહ્યા છે. વાસ્તવમાં થાણે સેન્ટ્રલ જેલમાં (Central Jail) કેદીઓ (Prisoners) દ્વારા કેક બનાવવામાં આવી રહી છે. આ કેક એવા કેદીઓ દ્વારા બનાવવામાં આવે છે જેમણે પ્રમાણિત ન્યુટ્રિશનિસ્ટની દેખરેખ હેઠળ બેકરી ઉત્પાદનમાં વ્યાવસાયિક તાલીમ લીધી હોય.

અગાવ સુરતની લાજપોર જેલના ભજીયાએ ખુબજ ખ્યાતિ મેળવી હતી. આ ભજીયા અહીંના કેદીઓ દ્વારા બનાવવમાં આવે છે. તેમજ તેની વહેંચણી પણ જેલના કેદીઓ જ કરે છે. ત્યારે હવે લાજપોર જેલના ભજીયા બાદ ઠાણે જેલની કેક ખુબ ફેમસ થઇ છે. ઠાણે સેંટ્રલ જેલની કેકમાં ઘણી વેરાયટીઓ પણ ઉપલબ્ધ છે, જેમાં બ્લેક ફોરેસ્ટ, પાઈનેપલ, ચોકલેટ, કપકેક, સ્પોન્જ કેક અને અન્ય બેકરી કેક પણ ઉપલબ્ધ છે. આ કેક થાણે સેન્ટ્રલ જેલની બહાર જૂની આરટીઓ ઓફિસ પાસે સ્થિત જેલના શોરૂમમાં ઉપલબ્ધ થશે.

કેક ફક્ત ક્રિસમસ પર જ બનાવવામાં આવી હતી
થાણે સેન્ટ્રલ જેલના સુપરિન્ટેન્ડેન્ટ રાની ભોસલેએ કહ્યું, “પહેલાં કેક ફક્ત ક્રિસમસ દરમિયાન જ બનાવવામાં આવતી હતી, પરંતુ હવે અમે દરરોજ કેક બનાવવાનું શરૂ કર્યું છે. અમને જેટલા વધુ ઓર્ડર મળશે તેટલા અમારા કેદીઓ વધુ મહેનતુ બનશે.

“ડિસેમ્બર 2023 માં ક્રિસમસ સીઝન દરમિયાન કેદીઓએ 721 કિલો સ્પોન્જ કેક અને 18,181 કપકેકને 4.50 લાખ રૂપિયામાં વેચી હતી. જાન્યુઆરીથી માર્ચ સુધી NGO ને નિયમિત ધોરણે કપકેક, સ્પોન્જ કેક અને જન્મદિવસની કેકનો ઓર્ડર મળ્યા હતા. જો કોઇ પણ વ્યક્તિએ કેકનો ઓર્દર આપવો હોય તો એક દિવસ અગાઉથી ઓર્ડર કરવો પડશે. તેમજ થાણે સેન્ટ્રલ જેલની બહારના શોરૂમમાંથી કોઈ પણ વ્યક્તિ તેમની કેકનો ઓર્ડર આપી શકે છે.

કેદીઓને આપવામાં આવી છે તાલીમ
મુંબઈ મેટ્રોપોલિટન વિસ્તારમાં થાણે સેન્ટ્રલ જેલ એકમાત્ર એવી સુવિધા છે જ્યાં બેકરી છે. અહીંની બેકરીમાં પાવ, ખારી અને કેક બનાવવામાં આવે છે. થાણે સેન્ટ્રલ જેલમાં થોડા દીવસ અગાવ જ થાણે સેન્ટ્રલ જેલ અને ચેમ્બર ઓફ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના સંયુક્ત કાર્યક્રમ દ્વારા કેદીઓને વ્યાવસાયિક તાલીમ આપવામાં આવી હતી.

22 ફેબ્રુઆરીથી 28 માર્ચ સુધીમાં 25 જેટલા કેદીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને બિસ્કિટ, બ્રેડ, નાનખટાઈ, ચોકલેટ બોલ, ચોકલેટ અને માર્બલ કેક જેવી 25 પ્રકારની વસ્તુઓ બનાવવાની તાલીમ મેળવી હતી.

Most Popular

To Top