Warning: file_put_contents(): Only -1 of 1338 bytes written, possibly out of free disk space in /home/gujaratmitraco/public_html/wp-content/plugins/wp-optimize/minify/class-wp-optimize-minify-cache-functions.php on line 421
Vadodara

વડોદરા : મુંબઈ દિલ્હી એક્સપ્રેસવે પરથી પસાર થઈ રહેલા કન્ટેનરમાં આગ, ભારે નુકસાન

વડોદરા ફાયર બ્રિગેડની ટીમે આગ ઉપર કાબુ મેળવ્યો :

મુંબઈથી નોઈડા વેલ્ડીંગ મશીન વીથ એસેસરીઝનો સામાન ખાલી કરવા કન્ટેનર જઈ રહ્યું હતું :

( પ્રતિનિધિ )વડોદરા,તા.11

વડોદરાના શહેર નજીકથી પસાર થતા મુંબઈ દિલ્હી અમદાવાદ એક્સપ્રેસવે પર વહેલી સવારે પસાર થઈ રહેલા કન્ટેનરમાં આગ લાગી હતી. કન્ટેનર મુંબઈથી નોઈડા કંપનીમાં સામાન ખાલી કરવા જઈ રહ્યું હતું. તે વખતે આ ઘટના બની હતી. વડોદરા ફાયરબ્રિગેડની ટીમ તાબડતોડ સ્થળ પર પહોંચી હતી. અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. સદ નસીબે જાનહાનિ થતા ટળી હતી.

વડોદરા શહેર નજીકથી પસાર થતા મુંબઈ દિલ્હી એક્સપ્રેસવે ઉપર કન્ટેનરમાં આગ લાગવાની ઘટના બુધવારે સવારે 07:20 કલાકે બની હતી મુંબઈથી નોઈડા ખાતે જઈ રહેલ કન્ટેનરમાં વેલ્ડીંગ મશીન અને એસેસરીઝનો સામાન હતો અચાનક આગ લાગતા કન્ટેનરમાં રહેલો આ સામાન બનીને ખાખ થઈ ગયો હતો. બનાવની જાણ થતા જ વડોદરા ફાયર બ્રિગેડના જવાનો તાબડ તોડ સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો. જ્યારે ચાલક સોહનલાલનો આબાદ બચાવ થયો હતો. સદનસીબે જાનહાની થતા ટળી હતી. પરંતુ ભારે નુકસાન થયું હોવાનું અનુમાન લગાવાયું છે.

Most Popular

To Top