Columns

સફેદ શર્ટ

એક દિવસ એક પ્રોફેસર ક્લાસમાં એકદમ નવું કડક લિનનનું સફેદ શર્ટ પહેરીને આવ્યા શર્ટ સાથે તેમણે એકદમ જુદુજ લાગે તેવું લાઈટપિંક કલરનું કોટન ટ્રાઉસર પહેર્યું હતું અને સફેદ મોજા અને ફેન્સી શુઝ…હાથમાં ફેન્સી ઘડિયાળ સર જાણે પાર્ટીમાં જવાને સ્થાને કોલેજમાં ભણાવવા આવી ગયા હોય તેમ લાગતું હતું.પણ ભણાવતા ભણાવતા આ નવા સફેદ શર્ટ પર ખિસ્સા પાસે એક નાનકડો બ્લુ ઇન્કનો ડાઘો પડી ગયો હતો. વર્ગમાં પ્રવેશતા જ પ્રોફેસરને જોઇને વિદ્યાર્થીઓએ કમેન્ટ કરી, ‘સર આજે બહુ હેન્ડસમ લાગો છો કઇંક ખાસ ….’ પ્રોફેસર હસ્યા અને બોલ્યા, ‘હા કંઇક ખાસ તો છે તમને કહું છું પણ પહેલા તમે મને કહો કે આજે મારા ડ્રેસઅપમાં તમને શું ખાસ ધ્યાન આકર્ષક કે કૈંક વિશેષ કે કૈક જુદું લાગે છે ???’

વિદ્યાર્થીઓ પ્રોફેસર સામે ધ્યાનથી જોવા લાગ્યા….તેમનું સફેદ શર્ટ….લાઈટપિંક ટ્રાઉસર…મોજા અને ફેન્સી શુઝ …ઘડિયાળ….અને સફેદ શર્ટના ખિસ્સા પાસે નાનકડો ઇન્કનો બ્લુ ડાઘ …..પ્રોફેસરે કહ્યું, ‘અરે જલ્દી જવાબ આપો શું દેખાય છે???’ બધા વિદ્યાથીઓ લગભગ એક સાથે બોલ્યા, ‘સર , તમારા સફેદ શર્ટ પર આ નાનકડો ઇન્કનો બ્લુ ડાઘ દેખાય છે ….!!!!.’ સર તાળી પડતા કટાક્ષમાં બોલ્યા, ‘અરે વાહ એકદમ સરસ જવાબ !!! મને ખબર જ હતી તમને કોઈને મારા ફેન્સી શુઝ કે યુનિક લાઈટપિંક ટ્રાઉસર કે ફેન્સી ઘડિયાળ કે આખું ચમકતું સફેદ ઇસ્ત્રીટાઇટ શર્ટ ધ્યાન આકર્ષક નહિ લાગે …તેમનું કશું જ તમને મહત્વનું કે ખાસ નહિ લાગે અને તમારું ધ્યાન માત્ર આ એક નાનકડા ડાઘા પર જ જશે.કારણ કે આ આપણો માનવ સ્વભાવ છે.’

સર આગળ બોલ્યા, ‘આજે તમારી સાથે એક હ્યુમન ટેનડેન્સી વિષે વાત કરવી છે એટલે જ હું ખાસ આજે આટલો તૈયાર થઈને આવ્યો હતો પણ તમને દેખાયો એક ડાઘ……આપણી રીત અને સ્વભાવ છે કે જે કઈ પણ જોઈએ તેમાં કમી શું છે તે જ શોધીએ છીએ. કોઈપણ વ્યક્તિમાં આપણે તેના ગુણો નથી જોતા અને તેની ખામીઓ અને ભૂલો પર જ ધ્યાન આપીએ છીએ.આપણા પોતાના જીવનમાં પણ ભગવાને આપેલા અનેક નાના મોટા સુખ અને ખુશીના પ્રસંગો હોય છે પણ આપણે આ ડાઘ જેવા નાનકડા દુઃખોને જ અને કમીઓને જ જોઈએ છીએ અને દુઃખી રહીએ છીએ.જીવનમાં જે જે સારું છે મનને ગમે તેવું મળ્યું છે તેની પર ધ્યાન આપો આખા ચમકતા સફેદ રંગની ઉજ્જવળતા જુઓ અમુક ન ગમતું કે ખરાબ જીવનમાં થયું હોય જે આ ઈન્કના ડાઘા જેવું છે જેનું કોઈ મહત્વ નથી આજે ડાઘ પડ્યો છે કાલે ધોવાયને સાફ થઇ જશે અને જો કદાચ સાફ નહિ થાય તો ઝાંખો તો અચૂક થઇ જશે.માટે દુઃખોને ભૂલીને આગળ વધવાનું અને જીવનમાં જે જે મળ્યું છે તે સ્વીકારી આનંદમાં રહેવાનું ખાસ શીખવું જરૂરી છે.’ પ્રોફેસરે સરસ રીતે પોતાની વાત સમજાવી.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top