Sports

વિરાટ કોહલી બોલિવુડ સિંગરના બંગલામાં ખોલશે રેસ્ટોરન્ટ..

મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીએ (Virat Kohli) મુંબઈના (Mumbai) જુહુમાં (Juhu) ભાડે (Lease) લીધેલી એક પ્રોપર્ટી (Property) ખૂબ ચર્ચામાં છે. કોહલીએ જે બંગલાનો કમ્પાઉન્ડ એરિયા ભાડે લીધો છે તે ભારતીય મનોરંજન જગતની એક ખૂબ મોટી હસ્તીનો છે. બોલિવુડના (Bollywood) આ દિવંગત એક્ટર અને સદાબહાર ગાયકના બંગલાના કમ્પાઉન્ડમાં વિરાટ કોહલી આવતા મહિનાથી રેસ્ટોરન્ટ ખોલવાનો હોવાનું જાણવા મળ્યું છે.

  • વિરાટ કોહલીએ કિશોર કુમારના બંગલાનો કમ્પાઉન્ડ એરિયા ભાડે લીધો
  • વિરાટે પાંચ વર્ષ માટે પ્રોપર્ટી ભાડે લીધી
  • વિરાટ કોહલી આ કમ્પાઉન્ડમાં રેસ્ટોરન્ટ ખોલશે
  • કિશોર કુમારના પુત્ર અમિત કુમારે સમાચારને સમર્થન આપ્યું

દિવંગત અભિનેતા અને ગાયક કિશોર કુમારનો (Kishore Kumar) જુહુમાં આવેલો બંગલો પસંદ આવતા વિરાટ કોહલીએ તે ભાડે લીધો છે. આ બંગલાના કમ્પાઉન્ડમાં વિરાટ કોહલીનો એક રેસ્ટોરન્ટ શરૂ કરવાનો પ્લાન હોવાનું જાણવા મળ્યું છે. ત્યાં તે હાઈ ગ્રેડ રેસ્ટોરન્ટ (Restaurant) બનાવવા જઈ રહ્યો છે. વિરાટ કોહલીની રેસ્ટોરન્ટ લગભગ તૈયાર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિરાટ કોહલી આવતા મહિને આ રેસ્ટોરન્ટ ખોલવા જઈ રહ્યો છે. આ વાતને ખુદ કિશોર કુમારના પુત્ર અમિત કુમારે સમર્થન આપ્યું છે. અમિત કુમારે જણાવ્યું કે આ સોદો ત્યારે થયો જ્યારે લીના ચંદાવરકરનો પુત્ર સુમિત વિરાટ કોહલીને મળ્યો હતો. અમિત કુમારે કહ્યું કે અમે વિરાટ કોહલીને 5 વર્ષ માટે લીઝ પર જગ્યા આપી છે.

તમને જણાવી દઈએ કે વિરાટ કોહલીની દિલ્હીમાં ઘણી રેસ્ટોરાં છે. 2017 માં, તેણે દિલ્હીના આરકે પુરમમાં ન્યુએવાની શરૂઆત કરી. આ સિવાય તે દિલ્હીમાં One8comeનો પણ માલિક છે. તેની પાસે WROGN નામની કપડાંની બ્રાન્ડ પણ છે. આ બ્રાન્ડની વેરાયટીઓ અન્ડર ક્લોથ્સથી લઈને શૂઝ સુધી આવે છે.

લાંબા સમય બાદ વિરાટ કોહલીનું ફોર્મ પરત ફર્યું
તમને જણાવી દઈએ કે લાંબા સમયથી વિરાટ કોહલીની પ્રદર્શનને લઈને ટીકા થઈ રહી છે, ત્યારે એશિયા કપ 2022માં કોહલી પોતાના અસલ મિજાજમાં પાછો ફર્યો હોવાની પ્રતિતિ કરાવી છે. એશિયા કપમાં પાકિસ્તાન સામે 35 રનની ઈનિંગ રમ્યા બાદ હોંગકોંગ સામેની મેચમાં તેણે અર્ધસદી ફટકારી છે. આ ખૂબ લાંબા સમય બાદ કોહલીની અર્ધસદી છે. કોહલીના બેટમાંથી રન નીકળતા જોઈ તેના ચાહકોમાં પણ ખુશી જોવા મળી રહી છે.

Most Popular

To Top