Madhya Gujarat

શહેરાના માર્કેટીંગ યાર્ડ પાસે વડોદરાના પરિવારને રાત્રે અકસ્માત નડયો

શહેરા: શહેરા માર્કેટિંગ યાર્ડ  પાસે પસાર થતા હાઇવે માર્ગ ઉપર  મંગળવારની રાત્રિએ વડોદરાના એક પરીવાર ને અક્સ્માત નડ્યો હતો.સ્વીફ્ટ  કારના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર  ડિવાઇડર સાથે અથડાતા ચાલક સહિત અન્ય ને  શરીરે નાની મોટી  ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. શહેરા લુણાવાડા હાઇવે માર્ગ ઉપર આવેલ માર્કેટીંગ યાર્ડ પાસે મંગળવારની રાત્રિએ વિનોદભાઈ હીરાલાલ વ્યાસ પોતાના પરિવાર સાથે રાજસ્થાન થી  વડોદરા પરત પોતાના ઘરે જઈ રહયા હતા.ત્યારે  તેમને પોતાની સ્વીફ્ટ કારના સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા હાઇવે માર્ગની વચ્ચે આવેલા ડીવાઈડર સાથે અથડાઈ હતી.

જોકે આ બનેલા બનાવમાં વિનોદભાઈ હીરાલાલ  વ્યાસ , વીણાબેન વ્યાસ સહિત તેમના પરીવારજનોને શરીરે નાની મોટી  ઇજા થતાં 108 દ્વારા સારવાર માટે રેફરલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. આ બનેલા અકસ્માતમા એક પરિવારના છ સભ્યો નો આબાદ બચાવ થવા સાથે કોઈનુ  મોત નિપજ્યું ના હતુ.હાઇવે માર્ગ ઉપર થયેલા આ  અકસ્માતમા  ત્યાંથી પસાર થતા રાહદારીઓ આ પરીવારના મદદે આવી જતા કાર માથી બધાને બહાર કાઢીને સમયસર હોસ્પિટલ પહોંચાડ્યા હતા. ઉલ્લેખનીય છે કે માર્કેટીંગ યાર્ડ પાસે પસાર થતાં હાઇવે માર્ગ ઉપર છાશવારે અકસ્માતની ઘટના બનતી હોય ત્યારે  સંબંધિત તંત્ર એ આ ઉપરોક્ત  બનાવને ગંભીરતાથી લેવાની જરૂર છે.

Most Popular

To Top