Madhya Gujarat

ડભોઇ નગરમાં ડ્રેનેજની કાયમી સમસ્યાથી નાગરિકો પરેશાન

ડભોઇ: ડભોઇ નગરમાં ડ્રેનેજની સમસ્યા દિવસે ને દિવસે વિકરાળ બની રહી ભાજપ દ્વારા સબકા સાથ સબકા વિકાસ અને સબકા  વિશ્વાસ ના સૂત્ર ને ભાજપ શાસિત ડભોઇ  નગરપાલિકા એ નેવે મુકયો હોય એમ લાગી રહયુ છે.જ્યારે આ વિકરાળ બનેલ સમસ્યાને પત્રકારો દ્વારા મીડિયામાં ઉજાગર કરતા  ડભોઈ નગર પાલિકા સફાળુ જાગી મોરવાળી જીન માં ડ્રેનેજ ની કામગીરી આરંભી હતી.પરંતુ કયા કારણો સર પાલિકાના કર્મચારીઓ દ્વારા કામગીરીને પડતી મૂકી દેવાતા એક અઠવાડિયા થી સ્થાનિકો ત્રાહિમામ થઈ ચૂક્યા છે. જ્યારે મોરવાલા જીન માં ભાજપના સંગઠન  કેટલાક  હોદ્દેદારો રહેતા હોવા છતાંય ડ્રેનેજ ની સમસ્યા નું સમાધાન થતું ના હોય એક ચર્ચા નો વિષય બનવા પામ્યો છે.  પાલિકા ના પ્રમુખ અને ડ્રેનેજ સમિતિ ના ચેરમેન સરકારી ગાડી છોડી ચાલતા નીકળી નગર માં વિકરાળ બનેલ સમસ્યાનું અભ્યાસ કરે તો તેઓને નગરજનો કેટલી તકલીફો ભોગવી રહ્યા છે.તેનો આભાસ થાય તેવું સાથનિકોમાં ચર્ચાઈ રહ્યું છે.

Most Popular

To Top