Vadodara

વડોદરા મ્યુનિ. કોર્પોરેશન 3 લાખ રાષ્ટ્રધ્વજ અને 4 લાખ લાકડીઓ ખરીદશે

વડોદરા: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આગામી તા. 13 થી 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગાનું આહ્વાન કર્યું છે. ત્યારે અભિયાન અંતર્ગત વડોદરા શહેરના કંદોઈઓ દ્વારા પણ બનાવવામાં આવેલ તિરંગા રંગની વિવિધ મીઠાઈઓએ ભારે આકર્ષણ જમાવ્યું છે. આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હર ઘર તિરંગાનો સંદેશ વહેતો કરવામાં આવ્યો છે. દેશના સ્વાભિમાન, આશા અને આકાંક્ષાઓ રજૂ કરતા તિરંગો ફરકાવવો એ દરેક દેશવાસી માટે ગૌરવ સમાન છે.

આ અભિયાન અંતર્ગત વડોદરા શહેરના કંદોઈ દ્વારા પણ તિરંગા વાળી મીઠાઈ બનાવી અભિયાનમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. તિરંગાવાળી બરફી, પેંડા માવાની બરફી, કેક જેવી વસ્તુઓ વડોદરા શહેરની વિવિધ સ્વીટ એન્ડ ફરસાણની દુકાનોમાં જોવા મળી રહ્યું છે. મીઠાઈના વેપારીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ અવનવી તિરંગા રંગએ રંગાયેલી મીઠાઈઓની માંગ પણ હવે ગ્રાહકો દ્વારા વધી રહી છે ત્યારે વેપારીઓ દ્વારા પણ ગ્રાહકોની માંગણી લઈ અવનવી મીઠાઈઓ બનાવવામાં હવે વ્યસ્ત બન્યા છે.

મીઠાઈની દુકાનના કારીગર કિશન રાઠવાએ જણાવ્યું હતું કે ત્રિરંગા મીઠાઈમાં ખાસ કેસરી માટે ઓરેન્જ ફ્લેવર, સફેદ માટે વેનીલા ફ્લેવર, તથા લીલા માટે પિસ્તાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હાલમાં ભાવમાં કોઈ ફરક નથી પરંતુ આવનારા 15 ઓગસ્ટ સુધીમાં સમયમાં મીઠાઈઓમાં ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. જેમ જેમ માંગ વધશે એ પ્રમાણે મીઠાઈ બનાવવાવામાં આવશે.

ઘર, દુકાનો અને તમામ વોર્ડ ઓફીસ પર તિરંગો લહેરાશે
હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રાષ્ટ્ર પ્રેમ જળવાય રહે તે માટે શહેરમાં દરેક ઘર, દુકાનો અને તમામ વોર્ડ ઓફીસ પર તિરંગો લહેરાયા તેની માટેની વ્યવસ્થા પાલિકા દ્વારા કરવામાં આવી છે.
– ડો. હિતેન્દ્ર પટેલ, સ્થાયી ચેરમેન

તિરંગાની સાધન સામગ્રી ખરીદવા સ્થાયી સમિતિની મંજુરી માગી
હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો તેમજ રાષ્ટ્રધ્વજ સહિતની સાધન સામગ્રી ખરીદવા માટે તમામ પ્રકારનો ખર્ચ વગર બાધે કરવા મ્યુનિસિપલ કમિશનરે સ્થાયી સમિતિની મંજૂરી માંગી છે. વડોદરા મહાનગર પાલિકા દ્વારા તમામ ઘરો, વેપાર ધંધાના સ્થળો, ધાર્મિક સ્થાનો સહિતના સ્થળોએ 13 થી 15 ઓગસ્ટ દરમિયાન તિરંગો ફરકાવવા માટે અપીલ કરવામાં આવી છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા વડોદરા કોર્પોરેશનને 03 લાખ રાષ્ટ્રધ્વજની ફાળવણી પણ કરવામાં આવી છે. ત્યારે રાષ્ટ્રધ્વજ માટે લાકડીની જરૂરિયાત હોય વડોદરા કોર્પોરેશન દ્વારા સ્થાનિક વેપારી આશાભાઈ બાપૂભાઈ પાસેથી પ્રતિ સ્ટીક રૂ. 04 લેખે 04 લાખ સ્ટીકસ ખરીદવાનું નક્કી કર્યું છે. જે માટે 16 લાખ પૈકી 50 ટકા એડવાન્સ રકમ ચૂકવવાની થાય છે.

Most Popular

To Top