Vadodara

ટ્યૂશનના શિક્ષકે વિદ્યાર્થિનીને બદઇરાદે બેસાડી વોડકા પિવડાવી

વડોદરા:   શહેરના નિઝામપુરા વિસ્તારમાં આવેલા એક ખાનગી ટ્યુશન ક્લાસીસમાં શિક્ષકે 15 વર્ષી વિદ્યાર્થીનીને ક્લાસીસમાં જ દારૂ પીવડાવી દેતા વિદ્યાર્થીની તબીયત લથડી હતી. ત્યારે શિક્ષક પોતે ગભરાઈને વિદ્યાર્થીનીને તેના ઘરે મુકી આવ્યો હતો. વિદ્યાર્થીનીની હાલત જોઈ તેનો પરિવાર તેણે હોસ્પિટલ લઈ ગયો હતો. અને બનાવની જાણ થતા સમગ્ર મામલે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવામાં આવી હતી.   મળતી વિગતો મુજબ, શહેરના નિઝામપુરા વિસ્તારમાં આવેલા અર્પણ કોમ્પલેક્ષના એજ્યુકેટ ફસ્ટ ટ્યુશન ક્લાસમાં એક 15 વર્ષીય વિદ્યાર્થીની અભ્યાસ કરતી હતી. ત્યારે ટ્યુશનનો સમય પુર્ણ થયા બાદ તેના શિક્ષક પ્રશાંત હરીજીંદર ખોસલા(રહે, છાણી જકાતનાકા)તે સગીરાને બેસાડી રાખી હતી. અને રાત્રીને દસ વાગ્યાની આસપાસ તે સગીરાને શિક્ષક પ્રશાંતે વોડકા પીવડાવી હતી. અને પોતે પણ પીધી હતી.

સુત્રો દ્વારા તે જાણવા મળ્યુ હતુ કે, શિક્ષકે બદઈરાદે પણ સગીરાને દારૂ પીવડાવ્યો હોવાનું બની શકે છે. જોકે દારૂ પીતા જ 15 વર્ષીય સગીરાની તબીયત લથડી હતી. જેથી શિક્ષક ગભરાઈ ગયો હતો. અને પોતે સગીરાને લઈ તેણા ઘરે મુકી આવ્યો હતો. સગીરા લથડાતી હાલતમાં તેના ઘરમાં પ્રવેશ કરતા તેના પરિવારજનો ચીંતીત થઈ ગયા હતા. ત્યારબાદ તે સગીરા બેભાન થઈ ગઈ હતી. જેથી પરિવારજનો તેણે તાત્કાલીક હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાંથી પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. સગીરી હોશમાં આવતા તેની પુછપરછ કરતા તેને જણાવ્યુ હતું કે, શિક્ષક પ્રશાંતે વોડકા પીવડાવી હતી. આ હક્કીત જાણીને જ પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા.   આ સમગ્ર મામલે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં સગીરાના પરિવાર દ્વારા ફરિયાદ નોંધાવામાં આવી હતી. પોલીસે ગુના નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top