Vadodara

ટીપી મંજૂર : વાહવાહી લૂટવા મેયર અને ધારાસભ્ય નિરીક્ષણ કર્યુ

વડોદરા: વડોદરા મહાનગર પાલિકા દ્વારા શહેરના ગોરવા વિસ્તારનાં ટાઉન પ્લાનીગ વિભાગ દ્વારા ટીપી ૧૦નો મુખ્ય રસ્તો છેલ્લા કેટલા સમયથી બંધ હતો જે ટીપી ૧૦ મંજુર થતા આજ રોજ પાલિકા દ્વારા ૫૫ જેટલા દબાણો દુર કરવાની કામગીરી કરી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો. જેમાં કામગીરીનું નિરીક્ષણ મેયર કેયુર રોકડીયા અને ધારાસભ્ય જીતેન્દ્ર સુખડીયાએ કર્યું હતું. વડોદરા મહાનગર પાલિકાની ટીમ અને ટીપી શાખાના સંયુક્ત ઉપક્રમે ટીપી ૧૦માં રસ્તો ખુલ્લો કરવાની કામગીરી આજ રોજ કરવામાં આવી હતી. વડોદરા શહેરના આઈટીઆઈ થી લોટસ પ્લાઝા રોડ તરફ જવાના રસ્તા પર ટીપી સ્કીમ ૧૦નો અમલ કરવાના ભાગરૂપે આજે કોર્પોરેશન દ્વારા આ વિસ્તારમાં આવેલી કેટલીક સોસાયટીના ૫૫ જેટલા રસ્તા રેખામાં નડતરરૂપ દબાણો જેવા દીવાલો અને ઓટલો તોડવાની કામગીરી કરવામાં આવી હતી. ત્યારે સ્થાનિકો જોડે ઘર્ષણ પણ જોવા મળતા પોલીસે દરમિયાનગીરી કરીને કામગીરી કરવામાં આવી હતી. સયાજીગંજ વિધાનસભા વિસ્તારમાં આવતા ટીપી સ્કીમ ૧૦ના ગોરવા આઇટીઆઇ થી લોટસ પ્લાઝા તરફ જવાના માર્ગ ખુલ્લો થતા લોકોને અવરજવર કરવામાં હાલાકીનો સામનો હવે કરવો પડશે નહિ. અને ગોરવા વિસ્તારના સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

ગોરવાથી લક્ષ્મીપુરા, ગોત્રીના લોકોની વર્ષો જૂની લાગણી ધ્યાનમાં રાખીને ૨૪ મી. રોડ ખુલ્લો કરાયો
ગોરવા, લક્ષ્મીપુરા અને ગોત્રી વિસ્તારના લોકોની વર્ષો જૂની સમસ્યાને ધ્યાનમાં લઈને ગુજરાત સરકાર દ્વારા ટીપી ૧૦ મંજુર કરતાની સાથે જ ત્યાના દબાણો દુર કરવામાં આવ્યા હતા. ત્યાના લોકોએ પણ સ્વૈચ્છીક રીતે દબાણ દૂર કર્યા હતા જેમને દબાણ દુર નથી કર્યા તેવા દબાણ દુર કરવામાં આવ્યા છે. ફરી એક વાર ગુજરાત સરકાર ના ધારાસભ્ય જીતેન્દ્ર સુખડીયા એ પણ વર્ષો જુનો પડતર પ્રશ્નો દુર કરવા માટે મોટો રોલ અદા કર્યો છે.  –    કેયુર રોકડીયા, મેયર  વડોદરા શહેર

ગુજરાત સરકાર નો ખુબ ખુબ આભાર ટીપી ૧૦ની મંજુરી આપવા બદલ
સૌ પ્રથમ ટીપી ૧૦ ખુલી તેની માટે ગુજરાત સરકારનો ખુબ ખુબ આભાર માનીએ છે. અમે  ખૂબ પ્રયત્નો કરી રહ્યા હતા ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા ટીપી ૧૦ મંજુર કરવામાં આવી ત્યારે તેમનો ખુબ ખુબ આભાર માનીએ છે. સાથે સાથે મેયર, કમીશનર કે શહેર અધ્યક્ષ હોય તેની પર તાત્કાલિક કાર્યવાહી કરીને ટીપી હટાવવાની કાર્યવાહી ચાલુ કરી દેવામાં આવ્યા છે.  – શ્રીરંગ આયરે, કોર્પોરેટર

Most Popular

To Top