Charchapatra

ઈશ્વરદર્શન

પ્રીતનું ગીત સાંભળીએ ત્યારે,  સચ્ચાઈ સાથેના પ્રેમમાં ઈશ્વરદર્શનની વાત સ્પષ્ટપણે વ્યક્ત થયેલી અનુભવી શકીએ છીએ. આ આખો પ્રસંગ બે પ્રેમીઓના આત્મિક પ્રેમની વાત લઈને આવે છે. પ્રેમમાં શુદ્ધતા હોય રબ દર્શન થઈ શકે છે. પરમાત્માના દર્શન અને પુરાવા માટે પ્રતીક સ્થાનકે જઈએ છીએ ત્યાં પણ સ્વચ્છતા જરૂરી છે. તીર્થસ્થાનોમાં માનવ મહેરામણ ઉભરાતાં અસ્વચ્છતા છતી થાય છે ત્યાં લોકજાગૃતિનો સંપૂર્ણ અભાવ હોય છે. પરમાત્માના દર્શનાર્થે જતાં લોકોનો ભાવ પણ અગત્યનો છે.  પરિવારમાં કે મિત્રો સાથે જે દરેક સંબંધમાં જો પ્રેમ અને લાગણીની શુદ્ધતા હોય, લેશમાત્ર સ્વાર્થ ન હોય ત્યાં પ્રભુનો સંસ્પર્શ જોવા મળે. માનવી સામાન્ય છે પણ તેમાં પ્રેમ, લાગણીઓ ઉમેરીએ તો રબદર્શન થઈ શકે છે. શુદ્ધ દૃષ્ટિ પણ અનિવાર્ય છે. આ શુદ્ધ ભાવના અનુભવ માટેની પ્રથમ શરત છે કે, પ્રેમ સંપૂર્ણપણે સ્વચ્છ હોવો જોઈએ, કારણ કે પ્રેમ સુંદર છે, આંનદદાયક સંગીત છે. કેટલાક સ્વાર્થનું ઝનૂન પીને શત્રુતા ઊભી કરીને પોતાનો અહમ સંતોષવા અશાંતિ ફેલાવે છે તે સરાસર ખોટું છે. શત્રુતા છોડી મિત્રભાવે વર્તન કરીશું તો ને તો જ શાંતિની સ્થાપના કરી શકીશું. દરેક સંબંધો પૂરેપૂરી સચ્ચાઈ સાથે નિભાવીએ અને ઈશ્વરદર્શન કરીએ. સંબંધોની સ્વચ્છતા રાખીએ.  
નવસારી – કિશોર આર. ટંડેલ         – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top