Charchapatra

આ રીતે આપણે જ આપણી સંપત્તિને નુકશાન કરીશું?

હાલમાં માલધારીઓની તોડફોડ તેમજ દૂધ નદીમાં નાંખવા બાબત કરીએ તો વિચાર આવે કે આપણી પોતાની વસ્તુઓ જે આપણે રાષ્ટ્રીય સંપત્તિ ગણીએ છે કે નહીં. આમાં તેઓ મહાત્મા ગાંધીની માફક શું શાંતિ આંદોલન ન કરી શકતે? તોડફોડ કરતાં દૂધ ગરીબ કુટુંબો / બાળકોમાં વહેંચીને લોકોના આશીર્વાદ લઇને ગરીબોને તેમજ બાળકોની યાદમાં સદાય રહેતે. માલધારીઓને વિરોધ કરવા માટે કોઇ નેતા ન મળ્યો? જો આપણી માલિકીને આપણે રાષ્ટ્રની સંપત્તિનો દરજજો સૌના હૈયામાં આપીએ તો તોડફોડ આપણા મનમાં પણ નહીં આવે.
સુરત     – હેમંત સી. ધોળાભાઇ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

ટ્રાફિક પોલીસ અકસ્માત થાય તેની રાહ જૂએ છે?
સુરત ઉધના મગદલ્લા રોડ પર બ્રેડ લાઇનર સર્કલ પાસે વોક વે બનાવવામાં આવ્યો છે બનીયાન ગ્રીન વે  ના નામ થી ઓળખાતો વોકવે ખૂબ જ સુંદર છે પરંતુ રખડતા કુતરા ઓનો ત્રાસ છે  અહીં કુતરા ઓની હાજત વોકવે પર જ પડ્યું રહે છે જેને કારણે ચાલનારા લોકોને તકલીફ પડે છે અહીં પુષ્કળ વૃક્ષ હોવાથી પક્ષીઓનો પણ સારો એવો વસવાટ છે તેના કારણે  પક્ષીઓની હગાર પણ પથરાયેલી પડી રહે છે આ વોકવે ની સફાઈ દીવસ મા એક ટાઈમ નહીં પરંતુ ત્રણ-ચાર ટાઈમ થવી જોઈએ જેથી કરી લોકોને ચાલવામા તકલીફ ના પડે અને બીજું એ કે બ્લેડ લાઈનર સર્કલથી અલથાન જવાનો રસ્તો શરૂ થાય છે ત્યાં વોકવેની બંને બાજુ સોસાયટીઓના વાહનોની અવરજવર સતત ચાલુ જ રહેતી હોય  રોડ પર ભારે ટ્રાફિક રહે છે ત્યારે શોર્ટકટથી રોંગ સાઈડ આવતા વાહનો ક્યારેક જાનલેવા અકસ્માત સર્જી શકે  છે કોઈ ગંભીર અકસ્માત થયા પછીજ સત્તાવારાઓની આંખ ખુલશે? રોંગ સાઈડ વાહન હંકારનારાઓને રોકવાનું કામ ટ્રાફિક પોલીસ નું છે કોઈ ગંભીર અકસ્માત થાય તે પહેલા પોલીસ હરકતમાં આવે તે જરૂરી છે.
સુરત      – વિજય તુઈવાલા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top