Fashion

ફેશન જગતમાં છવાયેલો છે, બ્રાલેટનો જાદુ

ફેશનનું ચક્ર ફરતું જ રહે છે અને દરરોજ કોઇક ને કોઇક બદલાવ આવતો જ રહે છે. વેસ્ટર્ન લુક હોય કે એથનિક લુક- નવા ટ્રેન્ડસ અપનાવી નવો લુક મેળવવા માટે યુવતીઓ તૈયાર હોય છે. બ્રાલેટ ટોપ હોય કે બ્લાઉઝ – બોટમ સાથે કઇ રીતે પેર કરશો અને એની સાથે કઇ એકસેસરીઝ પહેરશો તે આવો જાણીએ…

આજકાલ બ્રાલેટ ટોપ ટ્રેન્ડમાં છે. એ પ્લંજિંગ નેકલાઈન હોય છે. એટલે ઘણાને લાગે છે કે બ્રાલેટ ટોપમાં એનો લુક વધારે બોલ્ડ લાગશે. આથી એ બ્રાલેટ પહેરતા સંકોચ અનુભવે છે. બ્રાલેટ ટોપ એકદમ સ્ટાઈલિશ અને ડિફરન્ટ સ્ટાઈલ ટોપ છે. તમે બ્રાલેટ ટોપને એલિગન્ટ રીતે કેરી કરવા ઇચ્છતા હો તો એને ઘણી રીતે સ્ટાઈલ કરી શકો છો.

બ્રાલેટ શું છે?
બ્રાલેટ બ્રા જ છે પરંતુ એ થોડું લેસી ક્રોપ ટોપ જેવું દેખાય છે. તમે એને આઉટરવેર તરીકે પણ પહેરી શકો છો. બ્રાલેટ વધારે સોફટ, લાઈટ અને સામાન્ય રીતે વાયરિંગ વગરનાં હોય છે.
બ્રાલેટ ઓફિસથી માંડી પાર્ટી સુધી કેરી કરી શકાય છે. એટલું જ નહીં માત્ર વેસ્ટર્ન રીતે જ તે પહેરવાં જરૂરી નથી, તમે એને એથનિક વેર તરીકે પણ પહેરી શકો છો.

સાડી
જરૂરી નથી કે બ્રાલેટ ટોપ હંમેશાં વેસ્ટર્ન વેર સાથે જ પહેરો. એ એથનિક વેર સાથે પણ શોભે છે. બ્રાલેટને સાડી સાથે બ્લાઉઝની જેમ પહેરો. આ લુક સાથે સ્ટેટમેન્ટ એકસેસરીઝ કેરી કરી લુકને કમ્પલીટ કરો.
પેન્ટ – સૂટ
જો તમે ઓફિસમાં કે નાઈટ પાર્ટીમાં બ્રાલેટ ટોપ પહેરવા માંગતા હો તો તમે પેન્ટ – સૂટ સાથે બ્રાલેટ ટોપ પેર કરી શકો. સામાન્ય રીતે યુવતીઓ પેન્ટ – સૂટ સાથે ટયુબ ટોપ કે શર્ટ પહેરવાનું પસંદ કરે છે પરંતુ એની સાથે બ્રાલેટ ટોપ પણ સરસ લાગે છે. તમે મેચિંગ કલર બ્રાલેટ પહેરી શકો અથવા કલર કોન્ટ્રાસ્ટિંગ પણ કરી શકાય છે. એની સાથે લાઈટ પેન્ડન્ટનું લેયરીંગ કરી લુકને સ્પેશ્યલ બનાવી શકાય છે. ડીપ નેકલાઈન બ્રાલેટ હોવાથી લોન્ગ ચેન પહેરવાનું ટાળો. એને બદલે ચોકર ટ્રાય કરો.

ડેનિમ
બ્રાલેટ ટોપ સાથે જીન્સ પણ એક સારો ઓપ્શન છે. એની સાથે ડેનિમ જેકેટ કે કેપનું લેયરિંગ કરો. તમે અલગ રીતે જ લેયરિંગ કરવા માંગતાં હો તો તમે એની સાથે શર્ટને પણ લેયર કરી શકો છો. કેઝ્યુઅલ આઉટિંગ માટે આ લુક એકદમ પરફેકટ છે. એકસેસરીઝમાં સ્ટડ ઇયરિંગ્સ અને સનગ્લાસ પહેરી લુકને કમ્પલીટ કરો.

  • ટિપ્સ
    સાડી, ડેનિમ જીન્સ, ટ્રાઉઝર કે સ્કર્ટ સાથે બ્રાલેટ ટોપ પહેરો.
  • ડીપ સ્વીટ હાર્ટ નેકલાઈનવાળા બ્રાલેટ શિમર ફેબ્રિક સાથે કરાવો. આ નેકલાઈન તમને ગ્લેમરસ દર્શાવશે.
  • સિકવન્સ વર્કવાળી સાડી કે ડ્રેસ સાથે ડીપ V શેપ ક્રોપ ટોપ કે બ્લાઉઝ શોભશે. આ પ્રકારની નેકલાઈન રીક્રીએટ કરાવી શકાય.
  • પ્લંજિંગ નેકલાઈન બ્રાલેટ ટોપ સાડી કે ડેનિમ પર બોલ્ડ લુક આપે છે.
  • બ્રાલેટ બ્લાઉઝ વીથ સ્ટ્રેપ્સ પણ તમે સીવડાવી શકો. એમાં તમે બોલ્ડ દેખાશો.
  • જો તમે કમ્ફર્ટેબલ ફીલ કરો તો સ્ટ્રેપલેસ બ્રાલેટ બ્લાઉઝ તમારી પર્સનાલિટીમાં ચાર ચાંદ લગાડશે.
  • જો તમારી પાસે ડીપ નેક ટોપ કે ડ્રેસ હોય અને એ તમે પહેરી શકતાં ન હો તો મેચિંગ બ્રાલેટ સાથે એ પહેરો.
  • શીઅર ટોપ કેમિસોલ અને સ્લિપ પહેરવાનો જમાનો હવે ગયો. હવે લુકને નવીનતા આપવા એવા ટોપને બ્રાલેટ સાથે ટીમઅપ કરો.
  • ટોપની જેમ પણ એ કેરી કરી શકાય છે. કોઇ પાર્ટી કે ઈવેન્ટમાં તમે બોલ્ડ લુક ઇચ્છતાં હો તો ટ્રાઉઝર, જીન્સ કે સ્લિટ પેન્ટ સાથે બ્રાલેટ પેર કરો.
  • જો તમે ટોપ કે શર્ટની અંદર બ્રાલેટ પહેરવાના હો તો એના કલરનું ખાસ ધ્યાન રાખો. સ્ટાઇલિશ લુક માટે કોન્ટ્રાસ્ટ કલર પસંદ કરો. સ્કિન કલરના બ્રાલેટ અવોઇડ કરો. એ તમારો લુક બગાડશે.
  • પોતાનો લુક જાતે જ ક્રીએટ કરવાની કોશિશ કરો. જે તમને શોભે અને તમે કમ્ફર્ટેબલ હો તે જ પસંદ કરો.

Most Popular

To Top