Vadodara

OFCના 18 કરોડના કૌભાંડનું વ્યાજ વસૂલાશે?

વડોદરા : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ની હદમાં ટેલિકોમ સેવાઓ પૂરી પાડવા માટે જુદી જુદી ટેલિકોમ કંપનીઓ ઓએફસી અંદર ગ્રાઉન્ડ કેબલ નુ વિશાળ નેટવર્ક ઉભુ કરીને નાગરિકો ને સેવાઓ (મન ફાવે તેવા ચાર્જ વસૂલ કરીને) પુરી પાડે છે. તે માટે પાલિકાના જાહેર માર્ગ પર ખોદકામ અને પુરાણ ની જે કામગીરી થાય છે તે બદલ 2007-2008 થી નિયમ મુજબ લાગત ફી ભરપાઈ કરવાની હતી. પરંતુ ભાજપના ભ્રષ્ટ શાસનમાં અધિકારીઓ અને સત્તાધિશો એ જાણી જોઈને આંખ આડા કાન કરતા હોય તેમ 14 વર્ષ સુધી કમાઉ દીકરા જેવી કંપની ની લાગત ફી વસુલાત બાબતે તદૃન ઉદાસીન વલણ અપનાવ્યું હતું. તે તો ઠીક પરંતુ માત્ર 60,% સ્ટાફ સાથે ઓડિટ કરતો વિભાગ પણ વર્ષો થી ઓડિટ ના કરતા સ્માર્ટ ભ્રષ્ટાચાર ચાલતો જ હતો. તે હકીકત તો ખુદ નેતાઓ અને અધિકારીઓ એ પણ કબૂલી લીધી છે.

25 વર્ષથી ઍક ચક્રી શાસન કરતાં ભાજપની ચૂંટાયેલી પાંખ ના સત્તાધિશો અને પદાધિકરીઓના આંગળીના ઈશારે કામ ગીરી કરતા તંત્રના સમજોતા એક્સપ્રેસ મા બેફામ ભ્રષ્ટાચાર વકર્યો છે.14 વર્ષે આખું કૌંભાંડ ઉઘાડું પડી ગયું છતા 18 કરોડની બાકી પેટે માત્ર 10.25 કરોડ એટલે માત્ર 57% ટકા જ વસુલાત કરી છે. પેકેજ ના નામે મન ફાવે તેમ નાગરિકો પાસે ટેલિકોમ કંપનીઓ ભાડા વસૂલે છે છતા પાલિકામાં ભરવા માટે અખાડા કરે છે કે પછી ભ્રષ્ટ શાસકો જ પાછલા બારણે દોરી સંચાર કરીને ખીસ્સા ભરી રહી છે. સામાન્ય નાગરિકના નજીવા વેરા વસૂલાત કરવાં ઢોલ નગારા લઇને નિકળી પડતી પાલિકાનું તંત્ર કંપનીઓ સામે કેમ ઘૂંટણિયે પડી ગયુ છે.પાલિકાના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશ્નર નું જે વિભાગો ઉપર સીધું સુપર વિઝન હોય છે અને વોર્ડ ઓફિસમાં કોઇ પણ પ્રકારે ગેરરીતી ચાલતી હોય તો તેને પકડી પાડવાની સીધી જવાબદારી પણ આસિસ્ટન્ટ મ્યુનસિપાલ કમિશ્નરની હોય છે છતા આટલા વર્ષો થી કરોડોનું કૌંભાંડ ચાલતું જ રહ્યું તે હકીકત જ અનેક સવાલો ઉભા કરી રહી છે.

કારણકે સમગ્ર કૌંભાંડમાં કેટલાંક ભ્રષ્ટ વોર્ડ ઓફિસર, રેવન્યુ ઓફિસર, ઓડિટ વિભાગ, સ્થાયી સમિતિ ઉપરાંત ઉચ્ચ અિધકારીઓ સુધ્ધા જવાબદાર હોય છે. કારણ કે પાચ વર્ષમાં પાચ કમિશ્નર બદલાઈ ગયા. ત્રણ મેયર સાથે ત્રણ ડેપ્યુટી મેયર પણ આવીને ગયા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનોએ સુધ્ધા સત્તાની ધૂરા સંભાળી હતી છતા કોઈના ધ્યાને કરોડોનું કૌભાડ ના આવ્યું એ સંસ્કારી નાગરિકના નાના બાળકના ગળે પણ ઉતરે નહી તો પાલિકાના આખા તંત્ર દ્રારા આટલું મોટુ કૌંભાંડ કેવી રીતે ચાલતું જ રહ્યું તેનો જવાબ ગોળ ગોળ જ મળતો રહે છે.

વહીવટી સંકલનના અભાવે નોટીસ આપવામાં વિલંબ થયો : સુરેશ તુવેર
એરટેલ, ટાટા, જેટકો, ગેલ,આઈડિયા અને જીઓ સહિતની ટેલિકોમ કંપનીઓ પાસે લાગત ફીના બાકી પડતા 8 કરોડની રિકવરી વહેલી તકે પૂર્ણ કરીશું તેવું રેવન્યુ ઓફિસર સુરેશ તુવેર એ જણાવ્યુ હતું. વધુમાં તેમણે એમ પણ જણાવ્યું હતું કે લાગત ફી વસુલાત માટે લાંબા અરસા સુઘી ડિમાન્ડ નોટ જ કંપનીઓને આપી ન હોવાથી ફી ના નાણાં ભરપાઈ કર્યા ન હતા. અને વ્યાજ વસૂલાત બાબતે પણ સ્ટેન્ડિંગ કમિટી વહેલી તકે નિર્ણય લઇને યોગ્ય હુકમ કરશે

Most Popular

To Top