Vadodara

ઝાડ પડવાથી મોતને ભેટેલા કોન્સ્ટેબલ અમરસિંહને ગાર્ડ ઓફ ઓનર અપાયું

વડોદરા: અજબડીમિલ પાસેથી એકટિવા લઇને પસાર થતા કોન્સ્ટેબલ પર ઝાડ પડવાથી ગંભીર ઇજાઓ પહોંચતા ધટના સ્થળે જ મોત નિપજ્યું હતું. પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ડયૂટિ પર સ્કૂટર લઇને નીકળ્યા હતા.તે દરમિયાન મોડી સાંજે એક ખજુરીનું મહાકાય વૃક્ષ એકાએક તૂટીને પડતા પસાર થતાં એક્ટિવા પર પડ્યું હતું ચાલક પોલિસ કોન્સ્ટેબલ અમરસિંહ ના માથા પર જ ઝાડ પડતા ગંભીર ઇજાઓ થઇ હતી ચગદાઇ જતા જવાનનું ધટના સ્થળે જ મોત નિપજ્યું હતું.કરુણ બનાવ ના પગલે પોલીસ બેડામાં ઘેરો શોક ફેલાઇ ગયો છે.

પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ અમરસિંહ ગોરધનભાઇ પાણીગેટ પોલીસ સ્ટેશનની ગાજરાવાડી ચોકીમાં નોકરી કરતા હતા.આજે મોડી સાંજે શહેરમાં વરસાદી મોહાલ વચ્ચે પવન ફૂંકાયો હતો.તે દરમિયાન પોલીસ જવાન અમરસિંહ મોપેડ લઇને અજબડી મીલ વિસ્તારમાં નીકળ્યાં હતા.અજબડી મિલ પાસેથી પસાર થતા હતા.તે સમયે અચાનક એક વૃક્ષ ધરાશાયી થઇને પડતા તેઓ સ્કૂટર સાથે ચગદાઇ ગયા હતા.ગમખ્વાર ધટના ના પગલે આજુબાજુના લોકો મદદ માટે દોડી આવ્યા હતા.

વૃક્ષ નીચે દબાઇ ગયેલા પોલીસ જવાન અમરસિંહને સારવાર મળે તે પહેલા જ તેઓનું મોત થયું હતું.અમરસિંહ ગોરધનભાઇ ઉ.વ.43 ના મોતના પગલે પોલીસ બેડામાં શોક છવાઇ ગયો છે.અમરસિંહ અગાઉ પી.સી.બી. અને ડી.સી.બી.માં નોકરી કરી ચૂક્યા છે. પોલીસે કાયદેસરની કાર્યવાહી બાદ પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. ત્યાર બાદ વિધિવત મૃતકનો દેહ તેમનાં પરિવારજનો ને સોંપતા પૂર્વ આખરી સલામ રૂપે પૂરા સન્માન સાથે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. તે સમયે ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહીને મૃત પોલિસ કોન્સ્ટેબલ અમરસિંહ ને માન પુર્વક સલામી આપી હતી. દુઃખદ પ્રસંગે પોલિસ બેડામાં શોક ની કાલિમા છવાઈ ગઈ હતી.

Most Popular

To Top