Business

દર અઠવાડિયે શિક્ષકોનું થતું સન્માન આવકાર્ય

વિશ્વબંધુત્વની લાગણી, શિક્ષણ, સંસ્કાર, બાળકોને ગળથૂથીમાં આપવાના એક વિશિષ્ટ ભાગરૂપે શાળાઓથી અને પેરેન્ટિંગની ભાવના સાથે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત અને રોટરી કલબ ઓફ સુરત (ઇસ્ટ) શહેરની શિક્ષણ સંસ્થાઓમાં જઇ દર અઠવાડિયે એક શિક્ષકનું સન્મન કરશેનો નિર્ણય આવકાર્ય અભિનંદનીય છે. બાળકોમાં વધતી જતી આત્મહત્યા, ડ્રગ્સનું સેવન, વધુ પડતો થતો મોબાઇલ, વોટસઅપનો ઉપયોગ, ભૂંસાતી જતી શારીરિક રમતો, વાલીઓ અને વિદ્યાર્થીઓ વચ્ચે પડતો જતો મોટો જનરેશન ગેપ, વિદ્યાર્થિનીઓની થતી મશ્કરી, ગુટકાનું થતું સેવન, વડીલો, માબાપ પ્રત્યેનું વર્તન, મોડા ઊઠવું, આળસ વગેરે બાબતો ચિંતાજનક છે. વાલી અને શિક્ષક મિત્રો વચ્ચે વિશ્વાસ આત્મીયતા કેળવાય તેવા ઉમદા હેતુસર થયેલ ઉપરોકત અભિયાન સમયસરનું છે. તાજેતરમાં શિક્ષક દેવો ભવ: પ્રેમલ પ્રવૃત્તિના ભાગરૂપે સુરતના સેવાભાવી સંનિષ્ઠ વિદ્યાર્થી પ્રિય શિક્ષિકાબેનનું મોમેન્ટો, એવોર્ડ આપી સન્માન કરાયું. બહુધા તમામ સમસ્યાનો ઉકેલ શિક્ષક ધારે તો વર્ગખંડમાં માર્ગદર્શન પ્રેરણા આપી કરી શકે છે. અન્ય એનજીઓ સેવા સંસ્થાઓ એમને અનુસરે.
સુરત     – ભગુભાઇ પ્રે. સોલંકી- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

સુરત એરપોર્ટનું નામકરણ
હવે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મેળવી ચૂકયું છે ત્યારે એનું નામકરણ કરવું પણ જરૂરી છે. સુરત એરપોર્ટ માટે જો કોઇ યોગ્ય વ્યકિતનું નામ હોય તો ભારતના માજી વડા પ્રધાન સ્વ. શ્રી મોરારજી દેસાઇ જ હોઈ શકે. ભારતીય સંસદમાં સુરતના લોકપ્રતિનિધિ તરીકે સુરતના જરી ઉદ્યોગ, હીરા ઉદ્યોગ તેમજ ટેક્ષટાઇલ્સ ઉદ્યોગની પ્રગતિમાં એમણે આપેલ પ્રદાન બેનમૂન છે જ. આ અંગે સુરતના આગેવાનોએ સત્તાવાળા સમક્ષ સ્વ. મોરારજી દેસાઇના નામ માટે રજૂઆત કરવી જરૂરી છે.
બારડોલી          – આર. પી. પટેલ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top