Feature Stories

હવે સુરતીઓ જ યોજે છે અવનવી ‘કલા -વર્કશોપ્સ’, તે પણ પોતાની સોસાયટી-એપાર્ટમેન્ટ્સમાં જ!

છેલ્લાં કેટલાંક વર્ષોથી “વર્કશોપ” આ શબ્દ આપણા કાને વારંવાર અથડાય છે. આજે મોટાભાગના લોકોના જીવનમાં આ શબ્દ ગૂંથઈ ગયો છે. એક સમયે આ શબ્દ માત્ર વિવિધ ઇન્ડસ્ટ્રી પૂરતો સીમિત હતો. પણ લોકોની લાઈફ સ્ટાઇલ બદલવાની સાથે તેનો અર્થ વ્યાપક થયો છે. જોકે આપણે તેની વાત અહીં નથી કરવી આપણે વાત કરવી છે શહેરની લક્ઝ્યુરિયસ સોસાયટી-બિલ્ડીંગમાં છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી બદલાયેલા સીનારીયોની બદલાયેલા ટ્રેન્ડની. આ નવો સિનારિયો આ નવો ટ્રેન્ડ એટલે વિવિધ કલા કે એક્ટિવિટીઝ શીખવા માટે બહાર કલાસમાં જવાને બદલે સોસાયટી-બિલ્ડીંગ દ્વારા જ પ્રોફેશનલ્સને બોલાવીને સોસાયટી મેમ્બર માટે આયોજિત કરાતા વર્કશોપની. આમ તો વિવિધ કળા શીખવા માટે બાળકોથી માંડીને તમામ વયના લોકો કલાસમાં તો જાય જ છે પણ એમાં કેટલાંય એવા લોકો છે જેમનાથી કલાસમાં રેગ્યુલર જવાનું મુશ્કેલ હોય છે એટલે આખા કોર્ષની ફી ભરીને પણ નિયમિત નહીં જઈ શકાતું હોય ત્યારે આવા શોર્ટ ટાઇમના ઘર આંગણે જ થતા વર્કશોપ વધુ સગવડ ભર્યા લાગે છે વળી તેનાથી માતા-પિતા સરળતાથી બાળકની રુચી-અરુચીને જાણી શકે છે તેનામાં રહેલી આવડતને જાણી શકે છે. બદલે રેસિડેન્શિયલ સોસાયટી-બિલ્ડિંગમાં જ વર્કશોપના આયોજનનો આ નવો ટ્રેન્ડ ક્યારથી જોવા મળી રહ્યાો છે? શું આ પ્રકારના વર્કશોપમાં સોસાયટી મેમ્બર શોર્ટ ટાઈમમાં વિવિધ એક્ટિવિટીમાં પાવરધા થઈ જાય છે ? બહાર કલાસની ફી કરતા આવા ઘરઆંગણે થતા વર્કશોપની ફીમાં કોઈ તફાવત હોય છે ? આર્થિક રીતે ફાયદાકારક હોય છે ? તે અહીં આપણે જાણીએ…

વેસુ, અલથાણ, પાલ-ભાઠા ગૈરવપથની સોસાયટીમાં વધારે થાય છે : શ્રદ્ધા શાહ
આર્ટ એન્ડ ઇન્ટરેન્ટમેંટ સાથે સંકળાયેલા અને કોરિયોગ્રાફર શ્રદ્ધા શાહે જણાવ્યું કે, શહેરના વેસુ, અલથાણ અને પાલ-ભાઠા ગૈરવપથ વિસ્તારની સોસાઈટીમાં આ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. વધારે બિલ્ડીંગ્સ હોય તેવી સોસાયટી પ્રોફેશનલ્સને બોલાવી વર્કશોપ કરે છે. સોસાયટી મેમ્બર્સના બલ્ક ઓર્ડર હોવાથી તેમને ફી ઓછી પડે. વધારે બિલ્ડીંગની સોસાયટી હોય તો સોસાયટીના ફંડમાંથી ફી ચૂકવાય છે. પણ બે-ત્રણ બિલ્ડીંગની સોસાયટી હોય તો મેમ્બર્સ પાસેથી નોમીનલ એમાઉન્ટ ઉઘરાવવામાં આવે છે. આવા વર્કશોપ માટે ઓછામાં ઓછા 30-40 મેમ્બર્સ હોવા જોઈએ.

અમારી સોસાયટીમાં 6થી 7 વર્કશોપ થાય છે : વિમલ સોની
વેસુ વિસ્તારમાં રહેતા વિમલ સોનીએ જણાવ્યું કે અમારી સોસાયટીમાં 7 ટાવરમાં 182 ફ્લેટ છે. અમે વર્ષમાં 6થી 7 વખત વર્કશોપ કરીએ છીએ. નાટક, સિગિંગ, ગરબા, ફેશન શૉના વર્કશોપ અમારી સોસાયટીમાં થાય છે. આમાં કલાસ કરતા ફી ઓછી પડે છે પણ ફી કરતા બાળકોની સુરક્ષા રહે છે તેમને દૂર સુધી નથી જવું પડતું એટલે આવા વર્કશોપ કમ્ફર્ટેબલ લાગે છે. જનરલી ગરબાના વર્કશોપમાં 250થી 300 મેમ્બર, નાટક માટે 20થી 25 મેમ્બર, ફેશન શૉ માટે 60થી 70 મેમ્બર વર્કશોપમાં પાર્ટીસીપેટ કરે છે. ગરબા માટેના 15 દિવસના વર્કશોપ કરીએ છીએ. આમાં અમે સર્ટિફિકેટ તો નથી આપતા પણ વિનરને પ્રાઈઝ અને ટ્રોફી આપીએ છીએ.

સોસાયટીના પોતાના બેન્કવે-કોમ્યુનિટી હોલ હોય તે કરે છે આયોજન
7-8થી કરતા વધારે બિલ્ડીંગની મોટી સોસાયટી હોય તેમના પોતાના બેન્કવે હોલ, કોમ્યુનિટી હોલ હોય તેઓ આવા વર્કશોપનું આયોજન કરે છે. આર્ટ એન્ડ ક્રાફટ, ડાન્સ, મ્યુઝિક, સિગિંગ, ડ્રામા, પર્સનાલિટી ડેવલપમેંટ, સ્પોકન ઈંગ્લીશ આના માટે સોસાયટી પ્રોફેશનલ્સને બોલાવીને વર્કશોપનું આયોજન બિલ્ડિંગના મેમ્બર્સ માટે કરે છે. સમર વેકેશનમાં બાળકો માટે વર્કશોપનું આયોજન સોસાયટી દ્વારા કરવામાં આવે છે જેથી તેઓ ખાલી સમયમાં ઘણીબધી એક્ટિવિટીઝ શીખી શકે અને મોબાઈલ તથા સ્ક્રીનથી દૂર રહે. સોસાયટીના વર્કશોપ બાળકો, મહિલાઓ અને સિનિયર સિટીઝનને ફોક્સ કરીને કરાય છે. તેમને દૂર નહીં જવું પડે અને બાળકોની સલામતી રહે તથા મહિલાઓને ઘરનું કામ છોડીને શીખવા બહાર નહીં જવુ પડે માટે ઘરઆંગણે જ પ્રોફેશનલ્સને બોલાવી વર્કશોપ કરવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.

ફેશન શો માટે પણ સોસાયટીમાં થાય છે વર્કશોપ
રેમ્પ પર કઈ રીતે ચાલવું, ફેશન શોમાં કેવા કપડાં પહેરવા, એક્સ્પ્રેશન કઈ રીતે કરવું તે શીખવા માટે પણ સોસાયટી-બિલ્ડીંગ દ્વારા ફેશન શો માટેના વર્કશોપ કરે છે. આવા વર્કશોપ સામાન્ય રીતે એક દિવસના કે અઠવાડિયાના હોય છે. સોસાયટી મેમ્બર્સ વચ્ચેનું બોન્ડિંગ વધે ફેમિલીનું બોન્ડિંગ વધે તે ઉદ્દેશ્ય પણ આવા વર્કશોપનો છે.

કોવિડ બાદ રેસિડેન્શ્યલ બિલ્ડિંગમાં આ ટ્રેંડ વધ્યો : અર્નોબ મોહીત્રા
વર્કશોપ ઓર્ગેનાઇઝર ઓર્નોબ મોહીત્રાએ જણાવ્યું કે સોસાયટીઓમાં કોવિડ પછી વર્કશોપનો ટ્રેન્ડ શરૂ થયો છે. કોવિડ પછી લોકોને એવું થયું કે પોતાનામાં રહેલી આવડતના ડેવલપમેંટ માટે કાંઈક નવું શોખવું જોઈએ એટલે આ નવો કન્સેપ્ટ અસ્તિત્વમાં આવ્યો. એક વર્કશોપ બાળકો માટે, એક વર્કશોપ લેડીઝ માટે, એક વર્કશોપ જેન્ટ્સ માટે કરે છે. આનાથી સોસાયટીના લોકો વચ્ચે એકતાની ભાવના વધે છે. લોકો કુકિંગના પણ વર્કશોપ સોસાયટીમાં કરે છે. તેમાં શેફ પોતેજ ઇન્ડક્શન કુકર, અવન, સમારેલા શાકભાજી અને અન્ય સામગ્રી લાવે છે તેની સામે બેઠેલા ઓડિયન્સને તે ઇન્સ્ટન્ટ રેસિપી માટે ગાઈડ કરે છે. સેલ્ફ ડિફેન્સ માટેના પણ વર્કશોપ સોસાયટી દ્વારા યોજાય છે.

ગણેશ ઉત્સવ, નવરાત્રીમાં ડાન્સ, ગરબાના વર્કશોપ થાય છે
સોસાયટી-બિલ્ડિંગના તમામ મેમ્બર્સ ઇનવોલ્વ થતા હોય છે તેવા ફેસ્ટિવલ જેમકે, ગણેશ ઉત્સવ, નવરાત્રી પર્વ જેમાં બધા જ મેમ્બર્સ પરફોર્મ કરવાના હોય છે તેવા ઉત્સવને લઈને ડાન્સ, ગરબાના વર્કશોપ આયોજિત કરાય છે. કોઈ એક ગીત-સોંગના કન્સેપ્ટ પર પણ ડાન્સના વર્કશોપ થાય છે. તેમાં 2 દિવસમાં વર્કશોપમાં શીખી જવાય છે. જો ડાન્સનો ફોબિયા હોય તો શીખતાં ચાર-પાંચ દિવસ લાગે.

Most Popular

To Top