SURAT

તારા આઠ વર્ષના ભાઈને મારી નાંખીશ કહી વિડીયોકોલ પર યુવતીના કપડાં ઉતરાવી વિડીયો વાઈરલ કરી દીધો

સુરતઃ (Surat) અઠવાલાઈન્સ ખાતે આવેલી કોલેજમાં (College) અભ્યાસ કરતી પુણાગામની યુવતીને કોલેજના એક મિત્રએ વિડીયોકોલ (Video Call) કરીને નાના ભાઈને મારવાની ધમકી (Threat) આપી કપડાં ઉતારવાનું ક્હ્યું, બાદમાં આ વિડીયો રેકોર્ડ કરી તેના મિત્રોને મોકલી વાયરલ કર્યો હતો. જે વિડીયો યુવતીના કૌટુંબિક ભાઈ પાસે પહોંચતા તેને બહેનને જાણ કરી બાદમાં પુણા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

  • તારા આઠ વર્ષના ભાઈને મારી નાંખીશ કહી વિડીયોકોલ પર મિત્ર યુવતીના કપડાં ઉતરાવી વિડીયો વાઈરલ કરી દીધો
  • બી.કોમમાં અભ્યાસ કરતી યુવતીની સાથે અન્ય કલાસરૂમમાં ભણતા યુવકનું પરાક્રમ
  • યુવતી પોલીસ પરીક્ષાની તૈયારી કરતી હોવાથી પોતે એ પરીક્ષામાં પાસ થઈ ગયો છે કહીને સંપર્ક વધાર્યો હતો
  • પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી

પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ પુણાગામ ખાતે આવેલી સોસાયટીમાં રહેતી આરતીબેન (નામ બદલ્યું છે) અઠવાલાઈન્સ ખાતે આવેલી કોલેજમાં બી.કોમના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. વર્ષ 2022 માં કોલેજમાં તેની સાથે અન્ય ક્લાસરૂમમાં ભણતા હેમાંગ સુધીરભાઈ કાતરીયાએ સ્નેપ ચેટ એપ્લીકેશન મારફતે આરતીનો સંપર્ક કર્યો હતો અને પોતે પોલીસ પરીક્ષા પાસ કરી હોવાનું કહ્યું હતું. તે સમયે આરતી પણ પોલીસ પરીક્ષાની તૈયારી કરતી હોવાથી તેની સાથે સંપર્ક વધાર્યો હતો. થોડા સમય પછી હેમાંગે આરતીને પ્રપોઝ કરતા આરતીએ પ્રેમ સંબંધ રાખવા માટે ના પાડી હતી. ત્યારબાદ માર્ચ 2022 ના રોજ રાત્રે બારેક વાગે હેમાંગે વોટ્સએપ ઉપર આરતીને વિડીયો કોલ કર્યો હતો.

વાતચીત દરમિયાન હેમાંગે આરતીને કપડા ઉતારવાનું કહ્યું હતું. આરતીએ ના પાડતા હેમાંગે કહ્યું કે જો તું હસતા મોઢે કપડાં નહીં ઉતારે તો તારા નાના ભાઈ (ઉ.વ.8) ને મારી નાખીશ તેવી ધમકી આપી હતી. નાનાભાઈને મારી નાંખવાની ધમકીથી આરતી ખૂબ ગભરાઈ ગઈ હતી. આરતીએ તેના ઉપરનાં કપડાં ઉતારી હેમાંગને વિડીયો કોલમાં બતાવ્યા હતા. બાદમાં ગભરાઈને કોલ કટ કરી હેમાંગને બ્લોક કરી દીધો હતો.

આ ઘટના બાદ ગત તા. 3 જાન્યુઆરીએ આરતીના કૌટુંબીક ભાઈએ આરતીને તેનો આ પ્રકારનો વિડીયો વાયરલ થયો હોવાની જાણ કરી હતી. જેના પગલે આરતી અને તેના પરિવારે પોલીસનું શરણ લીધું હતું અને પોલીસમાં અરજી કરી હતી. કેસની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે હેમાંગે આ વિડીયો તેના મિત્ર પાર્થ ભવાનભાઈ હડીયા, ભાર્ગવ હરેશભાઈ કલસરીયા અને મયુરભાઈ રમેશભાઈ વાણીયાને સેન્ડ કર્યો હતો. પોલીસે આ કેસના જવાબદારો સામે કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top