National

આ શહેરમાં વિશ્વની સૌથી લાંબી ક્રુઝનું PM મોદી કરશે 13 જાન્યુઆરીએ ઉદ્ઘાટન: જાણો તેની ખાસિયત

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) 13 જાન્યુઆરીએ તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં (Varanasi) હશે. આ દરમિયાન તે ‘વિશ્વની (world) સૌથી લાંબી રિવર ક્રૂઝ’ (Long Rever Cruise) લોન્ચ કરશે. તો આવો હવે આ ક્રુઝની કખસિયાત વિષે વધુ વિગતો જાણી લઈએ. પહેલા તો વિશ્વની આ લક્ઝરી (Luxury) ક્રૂઝ ભારત અને બાંગ્લાદેશના 5 રાજ્યોમાં 27 વિવિધ નદી પ્રણાલીઓમાં 3,200 કિલોમીટરનું અંતર કાપશે. કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સાબરનંદ સોનોવાલે રવિવારે આ માહિતી આપી હતી.છેલ્લા ઘણા સમયથી ક્રુઝ બનાવવાની તડામાર તૈયારીઓ ચાલી રહી હતી. અને હવે અંતિમ દિવાશો અને ઘડીઓ ચેલી રહી છે જેની બધા આતુરતા પૂર્વક રાહ જોઈને બેઠા હતા.

50 જેટલા પ્રવાસન સ્થળો 51 દિવસમાં જોવાની તક મળશે
કેન્દ્રીય મંત્રીના જણાવ્યા મુજબ વારાણસીમાં વિશ્વની સૌથી લાંબી રિવર ક્રૂઝ ‘એમવી ગંગા વિલાસ ક્રૂઝ’ દેશની શ્રેષ્ઠ ફેસિલિટી વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરવા માટે સજ્જ કરવામાં આવી છે. વિશ્વ ધરોહર સ્થળો, રાષ્ટ્રીય ઉદ્યાનો, નદીના ઘાટ અને બિહારના પટના, ઝારખંડમાં સાહિબગંજ, પશ્ચિમ બંગાળમાં કોલકાતા, બાંગ્લાદેશમાં ઢાકા અને આસામમાં ગુવાહાટી જેવા મુખ્ય શહેરો સહિત 50 પ્રવાસન સ્થળોને આવરી લેતી 51-દિવસીય ક્રૂઝ ટુરનું આયોજન કરવામાં આવ્યું છે.

આ હશે ક્રુઝની વિશેષ ક્ષમતાઓ અને ખાસિયતો
MV ગંગા વિલાસ ક્રૂઝ 62 મીટર લાંબી, 12 મીટર પહોળી છે અને 1.4 મીટરના ડ્રાફ્ટ સાથે એકદમ આસાનીથી સફર કરાવે છે. તેમાં ત્રણ ડેક, 36 પ્રવાસીઓની ક્ષમતા સાથે 18 સ્યુટ બોર્ડ પણ છે. જેમાં પ્રવાસીઓને યાદગાર અને વૈભવી અનુભવ પ્રદાન કરવા માટે તમામ સુવિધાઓ છે. તે પ્રદૂષણ મુક્ત સિસ્ટમ અને અવાજ નિયંત્રણ તકનીકોથી સજ્જ બંનવવામાં આવી છે.

આ લક્ઝુરિયસ ક્રુઝ આ સ્થળો પરથી પસાર થશે
વારાણસીમાં પ્રસિદ્ધ ‘ગંગા આરતી’ બાદ તે સારનાથ ખાતે રોકાશે. તે માયોંગને પણ આવરી લેશે જે તેના તાંત્રિક શિક્ષણ માટે જાણીતું છે અને માજુલી, સૌથી મોટો નદીના ટાપુ અને આસામમાં વૈષ્ણવ સંસ્કૃતિનું કેન્દ્ર છે. યાત્રીઓ બિહાર સ્કૂલ ઓફ યોગા અને વિક્રમશિલા યુનિવર્સિટીની પણ મુલાકાત લેશે તેમને આધ્યાત્મિકતા અને જ્ઞાનથી સમૃદ્ધ ભારતીય વારસામાં લીન થવાની તક આપશે. આ ક્રૂઝ બંગાળની ખાડીમાં સુંદરવનની જૈવવિવિધતાથી ભરપૂર વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ, રોયલ બંગાળ વાઘનું ઘર, તેમજ એક શિંગડાવાળા ગેંડાનું ઘર, કાઝીરંગા નેશનલ પાર્કમાંથી પણ પસાર થશે.

Most Popular

To Top