SURAT

મુંબઈથી પરત ફરી રહેલા સુરતના પરિવારની સ્વીફ્ટ કારને ગણદેવી હાઇવે ઉપર નડ્યો ગંભીર અકસ્માત

ગણદેવી: (Gandevi) નેશનલ હાઈવે નં.48 (National Highway No.48) ઉપર મટવાડ ગામના ગેટ સામે બુધવાર રાત્રે ડિવાઈડર (Divider) કુદાવી સામા ટ્રેક ઉપર ધસી આવેલી કાળમુખી ટ્રકે (Truck) પિક અપ અને મારુતિ કારને (Car) અડફેટે લીધા હતા. જેમાં પિકઅપ ચાલકનું ઘટનાસ્થળે કરુણ મોત નિપજ્યું હતું. જ્યારે પિકઅપ અને કારમાં સવાર ત્રણ મહિલા, એક બાળક સહિત 6 ઘાયલોને સારવાર માટે ખસેડાયા હતા.

  • ગણદેવી મટવાડ હાઇવે ઉપર ડિવાઈડર કુદાવી ટ્રક ચાલકે પિકઅપ અને સ્વીફ્ટ કાર ઉડાવી, 1 નું મોત, 6 ઘાયલ
  • ટ્રકે પિક અપ અને મારુતિ કારને અડફેટે લીધા હતા જેમાં પિકઅપ ચાલકનું ઘટનાસ્થળે કરુણ મોત નિપજ્યું

સુરત ગોપીપુરા હનુમાન ચાર રસ્તા પાસે રહેતા કાર ચાલક હરીશ કંચનલાલ જારદોષ (40) બુધવાર રાત્રે સુરતના ગાંધી પરીવાર સાથે મુંબઇથી ધરે પરત ફરી રહ્યા હતા. તેઓ મારુતિ સ્વીફ્ટ કાર નં. જીજે 05 જેએફ 7370 માં ને.હા.નં.48 ઉપર ખારેલ ઓવરબ્રીજ વટાવી મટવાડ ગામ પાટીયા સામેથી પસાર થઈ રહ્યાં હતા. તે વેળા સામેના ટ્રેક ઉપર પુરપાટ ઝડપે આવતા ટ્રક નં આર જે 27 જીડી 7915 ના ચાલક લોકેશ ગીરધર લાલજી પંચાલ (25) રહે. રાજસ્થાને ટ્રકને ડિવાઈડર કુદાવી દીધી હતી. જેના કારણે ટ્રક ડિવાઈડર કૂદી સામેના ટ્રેક પર પિક અપ અને કાર સાથે અથડાઈ હતી.

આ ઘટનામાં પિક અપ નં.એમ એચ 48 સીબી 1794 ના ચાલક રસીદ હબીબ શમા (૬૫) રહે.ઓલવડ, દહાણુ, બોલડી જી.પાલઘર નું ઘટનાસ્થળે કરુણ મોત નિપજ્યું હતું. જ્યારે સહ સવાર શારદા મણીલાલ ચૌહાણ (50) રહે. ખેરપાડા, ઓલવડ, તા. પાલઘર મહારાષ્ટ્રને ગંભીર ઇજા પહોંચી હતી. તેમજ મારુતિ કાર ચાલક હરીશ કંચનલાલ જરદોષ (40) સહ સવાર સંજય રતિલાલ ગાંધી (54), શર્મિલા સંજય ગાંધી(49), શિવાની આદિત્ય બોરા, શિવાંસ આદિત્ય બોરા (2) ને ગંભીર રૂપે ઘાયલ થવાથી ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. બીજી તરફ ઘટનાને પગલે હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. પોલીસે ટ્રિપલ અકસ્માતગ્રસ્ત ત્રણેય વાહનો ને હટાવી ટ્રાફિક પુનઃ શરૂ કરાવ્યો હતો.

ઇજાગ્રસ્ત સુરતના ગોપીપુરાના રહેવાસી
(1) હરીશભાઇ કંચનલાલ જરદોષ ઉ.વ 40 રહે. ગોપીપુરા, હનુમાન ચાર રસ્તા, સુરત (2) શારદાબેન મણીલાલ ચૌહાણ (50) રહે.ખેરપાડા, ઓલવડ તા. પાલઘર જી. દહાણુ (મહારાષ્ટ્ર) (3) સંજય રતિલાલ ગાંધી (54) રહે. ગોપીપુરા, હનુમાન ચાર રસ્તા, સુરત (4) શર્મીલાબેન સંજયભાઇ ગાંધી (49) રહે. ગોપીપુરા,હનુમાન ચાર રસ્તા, સુરત (5) શિવાનીબેન આદીત્ય બોરા રહે. ગોપીપુરા, હનુમાન ચાર રસ્તા, સુરત (6) શિવાંસ આદીત્ય બોરા ઉ.વ.2 રહે. ગોપીપુરા, હનુમાન ચાર રસ્તા, સુરત

Most Popular

To Top