National

ટ્વિટર સામે મોટો ખતરો! પૂર્વ CEOએ બનાવી નવી સોશિયલ મીડિયા એપ, જાણો એપમાં શું છે ખાસ

નવી દિલ્હી: વિશ્વના સૌથી ધનિક વ્યકિતઓની યાદીમાં પોતાનું નામ મોખરા પર રહેનારા એલોન મસ્કની (Elon Musk) મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. એક પછી એક મુસીબતોનો પહાડ તેમના ઉપર તૂટી રહ્યો છે. ત્યારે તેઓ સામે ફરી એકવાર મોટી મહા મુસીબત આવી ઉભી છે. જણાવી દઈએ કે રવિવારના રોજ તેઓએ ટ્વિટરમાંથી (Twitter) 200 જેટલાં કર્મચારીઓની છટણી કરી હતી. અને પછી લખ્યું હતું હેપ્પી સન્ડે. ત્યારે આ સમાચારે તેમની હેપ્પીનસને નિરાશામાં ફેરવી દીધી હોય તેવું લાગી રહ્યું છે.

જાણકારી મળી આવી છે કે એલોન મસ્ક સામે આ વખતે જે મુસીબત આવી પડી છે તે ટ્વિટરના કારણે નહિં પરંતુ ટ્વિટરના પૂર્વ સીઈઓ તેમજ કો ફાઉન્ડર જૈક ડોર્સી દ્વારા મળી છે. જૈકે પોતાની એક અલગ નવી સોશિયલ મીડિયા એપ લોન્ચ કરી છે. ખાસ વાત એ છે કે આ એપ ટ્વિટર જેવી જ છે. આ એપનું નામ બ્લૂસ્કાય રાખવામાં આવ્યું છે. જે ટ્વિટર જેવું જ દેખાય છે.

જાણકારી મળી આવી છે કે આ એપના લોન્ચ થવાથી ટ્વિટરને ધણું નુકશાન થઈ શકે છે. આ ઉપરાંત બ્લૂસ્કાઈનો લોગો તેમજ કલર પણ ટ્વિટર જેવો બ્લૂ જ રાખવામાં આવ્યો છે. જેવી રીતે ટ્વિટર ઉપર માઈક્રો બ્લોગિંગ સુવિધાઓ મળે છે તેવી જ રીતે આ એપ પર પણ તમામ સુવિધા પૂરી પાડવામાં આવશે. આ પ્લેટફોર્મ ઉપર પણ યુઝર્સ ટ્વિટ અને ફોલો કરી શકશે. બંને એપના ફિચર્સ પણ મોટે ભાગે એકસરખા હોય તેવી જાણકારી સામે આવી છે. જેમ ટ્વિટરની વેલકમ સ્ક્રીન ઉપર “What’s happening?” યુઝર્સને પૂછવામાં આવે છે તો બ્લૂસ્કાઈ એપ ઉપર “What’s up?” લખેલું જોવા મળશે.

સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે હાલ બ્લૂસ્કાઈ એપને ટેસ્ટિંગ માટે એપલના સ્ટોર પર મૂકવામાં આવી છે. જો કે આ એપ જલ્દી જ એન્ડ્રોઈડ ફોનમાં પણ જોવા મળશે. ટેસ્ટિંગ માચે 2000 કરતાં પણ વધુ યુઝર્સના ફોનમાં આ એપ ડાઉનલોડ કરવામાં આવી છે. તમામ સુધારા વધારા કર્યા પછી આ એપને યુઝર્સ માટે અવેલેબલ કરવામાં આવશે.

Most Popular

To Top