SURAT

યુવકની પરિણીતાને ધમકી- જો તેની દીકરીને પોતાની પાસે નહીં મોકલે તો દીકરીને ઉઠાવી જઇશ

સુરત: (Surat) જહાંગીરપુરા ખાતે રહેતી પરિણીતાને છેલ્લા ઘણા સમયથી ઇન્સ્ટાગ્રામ (Instagram) ઉપર એક અજાણ્યો પરેશાન કરતો હતો. તેમના ફોટોમાં (Photo) ગંદી કોમેન્ટ કરતો હતો. પરિણીતાની દિકરીને ઉઠાવી જઈ બદકામ કરવાની ગંદી કોમેન્ટ કરી હતી. પરિણીતાએ આ અંગે છેડતીની ફરિયાદ નોંધાવી હતી.

  • જહાંગીરપુરામાં પરિણીતાને ઇન્સ્ટાગ્રામ ઉપર છોકરીને ઉઠાવી જઈ બદકામ કરવાની ધમકી
  • પરિણીતાની છોકરીના ફોટા ઍડિટ કરી પોર્ન સ્ટાર ઍપ્લિકેશન અને વેબ પર ખરાબ રીતે વાયરલ કરવાની ધમકી આપતો

જહાંગીરપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ જહાંગીરપુરા ખાતે રહેતી પરિણીતા ઇન્સ્ટાગ્રામમાં પોતાનું ઍકાઉન્ટ ધરાવે છે. તેઓ પોતાના અને તેમની દિકરાની ફોટો પોસ્ટ કરતા હતા. જોકે ગત 4 તારીખે એક અજાણ્યો પરણીતાની પોસ્ટમાં ગંદી કોમેન્ટ કરતો અને ગાળો પણ લખતો હતો. જોકે યુવકનું એક આઇડી પરિણીતાએ બ્લોક કરી દીધા બાદ આ ઇસમે ઇન્સ્ટાગ્રામમાં બીજું આઇડી બનાવી પરણીતાના ફોટો પર બીભત્સ કોમેન્ટો કરી હતી. તેની દીકરીને પોતાની પાસે મોકલી આપવાની વાત કરી હતી. અને જો તેની દીકરીને પોતાની પાસે નહીં મોકલે તો દીકરીને ઉઠાવી જઇ તેની સાથે બદકામ કરવાની અને તેના ફોટા ઍડિટ કરી પોર્ન સ્ટાર ઍપ્લિકેશન અને વેબ પર ખરાબ રીતે વાયરલ કરવાની ધમકી આપતો હતો. પરિણીતાએ આ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

નોકરી પર જતાં યુવકને ડુમસ રોડ પર અજાણ્યા ટ્રક ચાલકે અડફેટે લેતાં મોત
સુરત: Lએન્ડT કંપનીમાં જેસીબી ઓપરેટર તરીકે નોકરી કરતો યુવક નોકરી પર જઈ રહ્યો હતો. તે દરમિયાન ડુમસ રોડ પર અજાણ્યા ટ્રક ચાલકે અડફેટે લેતાં યુવકનું મોત નિપજ્યું હતું. ડુમસ પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, મૂળ ઉત્તરપ્રદેશના વતની બ્રિજેશ દ્વારકાપ્રસાદ ચૌહાણ (32 વર્ષ) હાલ ONGC બ્રિજ પાસે એસ.કે નગરમાં રહેતો હતો. બ્રિજેશ Lએન્ડT કંપનીમાં જેસીબી ઓપરેટર તરીકે નોકરી કરી વતનમાં રહેતા પરિવારનું ગુજરાન ચલાવતો હતો. બ્રિજેશ ગુરુવારે બપોરે બાઈક લઈને પોતાની નોકરી પર જઈ રહ્યો હતો. તે દરમિયાન ONGC બ્રિજ પાસે ડુમસ રોડ પર અજાણ્યા ટ્રક ચાલકે ગફલતભરી રીતેટ્રક હંકારીને બ્રિજેશની બાઈકને અડફેટે લેતાં બ્રિજેશનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. બનાવને પગલે ડુમસ પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

Most Popular

To Top