નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સ ઇન મેડિકલ સાયન્સિસ (NBEMS) દ્વારા NEET PG 2026 માટેની સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે. પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ કોર્સમાં પ્રવેશ મેળવવા ઇચ્છુક ઉમેદવારો માટે ઓનલાઈન નોંધણી પ્રક્રિયા 1 જુલાઈ, 2026થી શરૂ થઈ ગઈ છે. રસ ધરાવતા ઉમેદવારો NBEMSની સત્તાવાર વેબસાઇટ natboard.edu.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 21 જુલાઈ, 2026ના રોજ રાત્રે 11:55 વાગ્યા સુધી નક્કી કરવામાં આવી છે. તેથી ઉમેદવારોએ છેલ્લી ઘડીએ ઉતાવળ ટાળીને સમયસર અરજી પૂર્ણ કરવાની સલાહ આપવામાં આવી છે.
મહત્વની તારીખો
- અરજી શરૂ: 1 જુલાઈ, 2026
- અરજી કરવાની છેલ્લી તારીખ: 21 જુલાઈ, 2026 (રાત્રે 11:55 વાગ્યા સુધી)
- ફોર્મમાં સુધારા કરવાની તારીખ: 25 થી 28 જુલાઈ, 2026
- એક્ઝામ સિટી સ્લિપ જાહેર થશે: 11 ઓગસ્ટ, 2026
- એડમિટ કાર્ડ ઉપલબ્ધ થશે: 27 ઓગસ્ટ, 2026
- NEET PG પરીક્ષા: 30 ઓગસ્ટ, 2026
અરજી ફી કેટલી છે?
NBEMS દ્વારા વિવિધ કેટેગરી મુજબ અરજી ફી નક્કી કરવામાં આવી છે. ઉમેદવારોએ અરજી ફોર્મ ભરતી વખતે ઓનલાઈન માધ્યમથી ફી જમા કરાવવાની રહેશે.
- General / OBC / EWS: 3,500
- SC / ST / PwD: 2,500
કોણ કરી શકે અરજી?
NEET PG 2026માં અરજી કરવા માટે ઉમેદવાર પાસે ભારતમાં માન્ય મેડિકલ સંસ્થામાંથી MBBS ડિગ્રી હોવી જરૂરી છે. ઉપરાંત ઉમેદવાર અન્ય પાત્રતા માપદંડો પણ પૂર્ણ કરતો હોવો જોઈએ, જેની વિગત સત્તાવાર સૂચનામાં આપવામાં આવી છે.
પરીક્ષા કેવી રીતે લેવાશે?
NEET PG 2026ની પરીક્ષા કમ્પ્યુટર આધારિત (Computer Based Test – CBT) મોડમાં લેવામાં આવશે. પરીક્ષા એક જ શિફ્ટમાં યોજાશે. પરીક્ષામાં કુલ 180 બહુવિકલ્પીય (MCQ) પ્રશ્નો પૂછવામાં આવશે. ઉમેદવારોને પ્રશ્નપત્ર ઉકેલવા માટે 3 કલાક 30 મિનિટનો સમય મળશે.
માર્કિંગ સ્કીમ
- દરેક સાચા જવાબ માટે: 4 ગુણ
- દરેક ખોટા જવાબ માટે: 1 ગુણની નેગેટિવ માર્કિંગ
- જવાબ ન આપ્યો હોય તો: કોઈ ગુણ નહીં અને કોઈ કપાત નહીં
ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે અરજી કરતા પહેલાં સત્તાવાર સૂચના ધ્યાનપૂર્વક વાંચી તમામ જરૂરી દસ્તાવેજો તૈયાર રાખે. અરજી, પાત્રતા અને પરીક્ષા સંબંધિત વધુ માહિતી માટે ઉમેદવારો NBEMSની સત્તાવાર વેબસાઇટનો સંપર્ક કરી શકે છે.