SURAT

સુરતના આ વિસ્તારમાં માતા સામે કિશોરીને લવ લેટર આપવું રોમિયોને ભારે પડી ગયું

સુરત: (Surat) શહેરના લિંબાયત વિસ્તારમાં રવિવારે ગ્રીષ્મા હત્યાકાંડ જેવી ઘટના બનવાની શક્યતા વચ્ચે લોકોના ટોળાએ કિશોરીની (Girl) છેડતી કરનાર રોડ રોમિયોને (Romeo) પકડી ઢીબી કાઢી પોલીસના (Police) હવાલે કર્યો હતો. માતા સાથે ઊભેલી કિશોરીને રોડ રોમિયોએ રોકી લવલેટર આપ્યો હતો. માતાની નજર સામે જ કિશોરીનો હાથ પકડી છેડતી કરી હતી.

  • માતાની નજર સામે કિશોરીને લવ લેટર આપી છેડતી કરનાર રોમિયોને લોકોએ ઢીબી નાંખ્યો
  • કિશોરી અને તેની માતાએ બૂમાબૂમ કરતાં લોકોની ભીડ એકત્ર થઈ અને તેને પકડી પોલીસ હવાલે કર્યો
  • લિંબાયતમાં ગ્રીષ્મા હત્યા કાંડ દોહરાય તેવી ઘટના બની

લિંબાયત ખાતે નીલગીરી સર્કલ પાસેથી ધોરણ-10માં અભ્યાસ કરતી ભાવના (નામ બદલ્યું છે) તેની માતા સાથે ટ્યુશનમાંથી ઘરે જવા નીકળી હતી. ત્યારે માતા સાથે ઊભેલી ભાવનાને રોડ રોમિયોએ રોકી લવલેટર આપ્યો હતો. માતાની નજર સામે ભાવનાનો હાથ પકડી છેડતી કરી હતી. જેથી કિશોરી અને તેણીની માતા ગુસ્સે ભરાઈ ગઈ હતી. ગુસ્સે ભરાયેલી ભાવનાએ આસપાસથી લોકોને બોલાવી લીધા હતા. જેથી મહિલાઓ અને લોકોએ ભેગા મળી રોમિયોગીરી કરતા યુવકને જાહેરમાં ફટકાર્યો હતો. લોકોએ તમાચા મારતાં યુવક માફી માંગવા લાગ્યો હતો. રોમિયોને મેથીપાક આપતો વિડીયો પણ લોકોએ મોબાઈલમાં ઉતારી વાયરલ કર્યો હતો. બાદ પોલીસને જાણ કરતાં લિંબાયત પોલીસે આવીને સડકછાપ રોમિયોને લઈ દઈ તેનું નામ પૂછતા ચેતન વિલાસ જાદવ (રહે., મદનપુરા, લિંબાયત) હોવાનું જણાવ્યું હતું. લિંબાયત પોલીસે રોમિયો સામે ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે.

રાંદેરમાં ફ્લેટની ગેલેરીમાં નગ્ન થઈને ગાળો બોલતા યુવક સામે ફરિયાદ
સુરત: રાંદેર તાડવાડી ખાતે ફ્લેટમાં એક યુવક નગ્ન થઈને ગાળો બોલતો હતો. પડોશી મહિલાએ મોબાઈલમાં તેનો વિડીયો ઉતાર્યા બાદ સમજાવવા જતા મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. તાડવાડી આનંદમહેલ રોડ ગેલટાવરમાં રહેતા વિજય વસંત શાહ ગત 12 તારીખે તેના ફ્લેટની બાલ્કનીમાં નગ્ન અવસ્થામાં જોરજોરથી ગાળો બોલતો હતો. જોરજોરથી ગાળો બોલી ગંદા ઇશારા કરતો હતો. જેથી ઉપરના ફ્લેટમાં રહેતી મહિલાએ તેનો મોબાઈલમાં વિડીયો રેકોર્ડ કરી તેને ગંદી હરકત નહી કરવા કહ્યું હતું. જેથી તે ઉશ્કેરાઈને તે મને કાઈ બોલીશ તો હું તને જાનથી પતાવી દઈશ તેવી ધમકી આપી હતી. એપાર્ટમેન્ટમાં અન્ય લોકો પણ હાજર હતા. ત્યારબાદ મહિલા પોતાના ફલેટમાં ચાલી ગઈ હતી અને પોલીસ કંટ્રોલમાં ફોન કરતા પોલીસે આવીને વિજયને લઈ ગઈ હતી. આ અંગે ફરિયાદ દાખલ કરી પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top