SURAT

જ્હાંગીરપુરામાંથી ટેક્ષટાઈલ વેપારી, હોટલ સંચાલક, હિરા દલાલ સહિત 13 જુગારી ઝડપાયાં

સુરત: શહેરના જહાંગીરપુરા ખાતે આવેલા એક ફ્લેટમાં ટેક્ષટાઈલ વેપારી (Textile trader), હોટલ સંચાલક (Hotel manager) અને હિરા દલાલ (Diamond Broker) સહિત 13 જુગારી જુગાર (Gambling) રમતા રંગેહાથ ઝડપાયા હતા. તેમની પાસેથી પોલીસે 6.17 લાખનો મુદ્દામાલ કબજે કરી જુગાર સહિત સોશિયલ ડિસ્ટન્સ ભંગનો ગુનો દાખલ કર્યો હતો.

જહાંગીરપુરા ખાતે ચિત્રધામ એપાર્ટમેંટના ત્રીજા માળે ફ્લેટ નંબર 302 માં રહેતા પૃથ્વીરાજ જયરામ રાઠોડ દ્વારા જુગાર રમાડવામાં આવતો હોવાની બાતમી પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસે રેડ કરી જુગાર રમતા ટેક્ષટાઈલ વેપારી, હીરા દલાલ અને હોટલ સંચાલક સહિત 13 જણાને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. જુગારીઓ પાસેથી રોકડા રૂપિયા 82,050 દાવ ઉપર મૂકેલા રોકડા રૂપિયા 5000 અને રોકડા રૂપિયા 53,060 મળી કુલ રોકડા રૂપિયા 1,40,110 તેમજ જુગાર રમતા વ્યક્તિઓ પાસેથી અલગ-અલગ કંપનીના 19 મોબાઇલ ફોન જેની કિંમત રૂપિયા 4,02,500 તથા 3 વાહનો જેની કિમત રૂપિયા 75000 મળી કુલ 6,17,610 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જુગારની સાથે સોશિયલ ડિસ્ટન્સિંગનુ પાલન નહીં કરી તથા માસ્ક નહીં પહેરી અને ચાર કરતા વધારે લોકો ભેગા થઈ જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ઝડપાયેલા જુગારીઓ
(1) પરેશભાઈ ભગવાનભાઈ કાથરોટીયા (ઉ.વ.36, ધંધો-સાડી-હેન્ડ વર્કનો, રહે. કેવલપાર્ક સોસાયટી, પુણાગામ)
(2) ઉમેદ દામજીભાઈ પીપલવા (ઉ.વ.40, ધંધો.ટેક્ષટાઈલ, રહે. શ્રધ્ધા રેસીડેન્સી, કતારગામ)
(3) ડેનીશ બાબુભાઈ સાવલીયા (ઉ.વ.31, ધંધો.હિરામજુરી, રહે. પ્રમુખપાર્ક સોસાયટી, અમરોલી)
(4) યશદિપ સુભાષભાઈ શુક્લા (ઉ.વ.27 ધંધો.હોટલનો, રહે. ચિત્રાધામ એપાર્ટમેન્ટ, જહાંગીરપુરા)
(5) ભાવિક વિઠ્ઠલભાઈ અજુડીયા (ઉ.વ.36 ધંધો. હિરા દલાલી, રહે. અંબિકાનગર-૧, કતારગામ)
(6) મુકેશભાઈ પોપટભાઈ સાવલીયા (ઉં.વ.46, ધંધો.સાડી હેન્ડવર્કનો, રહે. દ્વારકેશનગરી, મોટા વરાછા)
(7) વિરેન્દ્રસિંહ લાભુભાઈ ચાવડા (ઉ.વ.33, ધંધો.વેપાર, રહે. દેવપ્રયાણ રેસીડેન્સી, કતારગામ)
(8) વિક્રમભાઈ અમરસિંઘભાઈ ગોહિલ (ઉં.વ 47 ધંધો.હિરા દલાલી, રહે. દેવપ્રયાણ રેસીડેન્સી, કતારગામ)
(9) મનિષભાઈ વિનુભાઈ સોમૈયા (ઉ.વ.38 ધંધો.સાડી જોબવર્ક રહે. વસંતવિહાર બોરડીશેરી સૈયદપુરા)
(10) ગુંજન કિર્તીભાઈ પટેલ (ઉ.વ.23, ધંધો.ખાનગી નોકરી, રહે. માઘ્વાનંદ સોસાયટી, કતારગામ)
(11) હર્ષદ છગનભાઈ પ્રજાપતિ (ઉ.વ.36 ધંધો.હિરા મજુરી, રહે. સ્ટારગાર્ડન સોસાયટી, અમરોલી)
(12) પૃથ્વીરાજ જયરામભાઈ રાઠોડ (ધંધો.ખાનગી નોકરી, રહે. ચિત્રાધામ એપાર્ટમેન્ટ, જહાંગીરપુરા)
(13) કુલદીપ અશોકભાઈ મોરે (ઉ.વ.26, ધંધો.હોટલ, રહે. ચિત્રાધામ સોસાયટી, જહાંગીરપુરા)

Most Popular

To Top