World

કોવિડ યુગમાં નવું આવ્યું, માઈક્રોફોન માટે નાનકડો કૉન્ડમ!

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi) UNની સામાન્ય સભામાં હાજરી આપવા ગયા છે ત્યારે ત્યાંથી ગજબ સમાચાર આવ્યા છે. અહીં નેતાઓને કોરોનાનો ચેપ નહીં લાગે તે માટે અવનવા પ્રયોગો કરવામાં આવી રહ્યાં છે. યુએનની સામાન્ય સભા કોરોનાની સુપરસ્પ્રેડર ઇવેન્ટ ન બને એ માટે જૉ બિડન અને અન્ય વિશ્વ નેતાઓને માઈક્રોફોન ‘કોન્ડમ્સ’ અપાયા હતા. મંગળવારે સામાન્ય સભામાં બાઇડન સહિતના દરેક વક્તાને નવા માઇક્રોફોન હેડ આપવામાં આવ્યા હતા.

એક પત્રકારે ટિપ્પણી કરી કે કોવિડ યુગમાં નવું આવ્યું છે, માઈક્રોફોન માટે નાનકડો કૉન્ડમ. માઇકના હેડના દેખાવ અને એ જે પ્રોટેક્શન આપે એને લીધે આ નિકનેમ અપાયું હતું!! અમુક અગ્રણીઓએ પહેલેથી ચિંતા વ્યક્ત કરી હતી કે યુએન સભા સુપરસ્પ્રેડર બની શકે છે. બ્રાઝિલના રાષ્ટ્રપતિએ કોરોનાની રસી લીધી નથી અને એમના પછી બાઇડને ભાષણ કર્યું હતું. યુએનના કોવિડ પ્રોટોકોલ્સ મુજબ દરેક વક્તા પછી પૉડિયમ સ્વચ્છ કરાય છે અને માઇક્રોફોન હેડ બદલવામાં આવે છે!!

આટઆટલી તકેદારી રાખવા છતાં પણ યુએનની સભામાં કોરોનાએ દેખા દીઠી છે. અમેરિકા (America)ના ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર (UN) મહાસભાનું 76મું સત્ર ચાલી રહ્યું છે. જો કે હવે તેમાં કોરોના વાઈરસની એન્ટ્રી (Corona entry) થતાં ફફડાટ ફેલાયો છે. UNGAની બુધવારે મળેલી બેઠકમાં ભાગ લેવા પહોંચેલા બ્રાઝીલના સ્વાસ્થ્ય મંત્રી (Brazil health minister) માર્સેલો ક્વેરોગાનો રિપોર્ટ કોરોના પોઝિટિવ (Positive) આવ્યો છે. તેઓ અનેક નેતાઓના સંપર્કમાં આવ્યા હતા.

બ્રાઝીલના સ્વાસ્થ્ય મંત્રી માર્સેલો ક્વેરોગા કોરોનાગ્રસ્ત થતાાં ચિંતા વધી.

UN મહાસભામાં ભાગ લીધા બાદ બોલ્સોનારોએ બ્રિટનના વડાપ્રધાન બોરિસ જૉનસન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી. આ બેઠકમાં માર્સેલો ક્વેરોગા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) બુધવારે અમેરિકાના 4 દિવસના પ્રવાસ માટે પહોંચ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ અનેક કાર્યક્રમોમાં ભાગ લેવા સાથે અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડનને મળશે, અને વિશ્વના અન્ય નેતાઓ સાથે વાટાઘાટો કરશે સાથે જ UNGAને સંબોધિત પણ કરશે.

Most Popular

To Top