Dakshin Gujarat

પાણી વધી જતાં પ્રેમી સાથે ફરવા ગયેલી એક સંતાનની માતા ધડોઈ ડેમમાં પ્રેમી સાથે ફસાઈ ગઈ!

વલસાડ: (Valsad) વલસાડ નજીકના ધડોઇ ડેમમાં (Dam) એક સંતાનની માતા પ્રેમી (Lover) સાથે ગઈ હતી. ત્યારે અચાનક ડેમમાં પાણી આવી જતા પ્રેમીપંખીડા ફસાઈ ગયા હતા. જેની જાણ ગ્રામજનોએ ડીડીઓને કરતા તેઓએ તાત્કાલિક એનડીઆરએફની ટીમને મોકલી પ્રેમી-પંખીડાને ચાર કલાકના રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા હતા.

  • પ્રેમીપંખીડાએ સામે મોત જોતાં બચાવવા માટે બુમાબુમ કરતાં ગ્રામજનો દોડી ગયા
  • ગ્રામજનોએ જાણ કરતાં ટીડીઓ સહિતના અધિકારીઓ દોડી આવ્યા, એનડીઆરએફએ ચાર કલાકે બહાર કાઢ્યા

ડુંગરી નજીકના એક ગામની અને વલસાડની ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી અને એક સંતાનની માતાને ગામમાં રહેતા એક યુવાન સાથે આંખો મળી ગઇ હતી. જેમાં પ્રેમી-પંખીડા આજે બપોરે ઘડોઈ ગામે આવેલા ઔરંગા નદીના ચેક ડેમ પાસે ગઇ હતી. તે દરમિયાન ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના પગલે તાન અને માન નદીમાં પાણી વધતા ઔરંગા નદી બંને કાંઠે વહી રહી હતી. જેના પગલે ઘડોઇ ચેક ડેમમાં અચાનક પાણીનો ભરાવો થતાં પ્રેમી પંખીડા પાણીમાં ઘેરાઈ ગયા (Surrounded by water) હતા.

આ પ્રેમી પંખીડાએ સામે મોત જોતા બચાવવા માટે બૂમાબૂમ કરતા ગ્રામજનો દોડી ગયા હતા. ઘટનાની જાણ થતા વલસાડ તાલુકા વિકાસ અધિકારી વિમલ પટેલ તથા વલસાડ રૂરલ પોલીસ મથકના પીએસઆઈ રાણા તથા તેમની ટીમ, એન.ડી.આર.એફ.ની ટીમ સાથે ઘટનાસ્થળે ધસી ગયા હતા. જ્યારે પાણીમાં ફસાઈ ગયેલા પ્રેમી પંખીડાને બચાવવા માટે એનડીઆરએફની ટીમે બોટ લાઈફ જેકેટ લઈ જઈ નદીના ધસમસતા પાણીમાં જઈ ફસાઈ ગયેલા પ્રેમી પંખીડાઓને હેમખેમ રીતે બહાર કાઢ્યા હતા.

Most Popular

To Top