SURAT

વરાછાના રાજેશને પુત્ર પ્રેમથી વંચિત રાખતી પત્નીને કોર્ટે ફટકાર લગાવી

સુરત: (Surat) ફેમિલી કોર્ટે (Family Court) એક મહત્વપુર્ણ ચૂકાદામાં પતિને (Husband) પત્નીના (Wife) પિયરે જઈને બાળકનો (Child) બર્થ ડે (Birthday) ઉજવવા દેવા પત્નીને હુકમ કર્યો હતો. પિતાને પુત્ર પ્રેમથી વંચિત રાખતી માતાને કોર્ટે ફટકાર લગાવી હતી.

  • પિતાને પુત્ર પ્રેમથી વંચિત રાખતી માતાને કોર્ટે ફટકાર લગાવી
  • પતિને પત્નીના પિયરે જઈને બાળકનો બર્થ ડે ઉજવવા દેવાનો હુકમ કરતી કોર્ટ
  • રાજેશે તેમના એડવોકેટ મારફત અમદાવાદ ફેમિલી કોર્ટમાં વાલી અરજી કરી હતી

કેસની વિગત એવી છે કે વરાછા વિસ્તારમાં રહેતા રાજેશ (નામ બદલ્યું છે)ના લગ્ન અમદાવાદમાં રહેતી મોહિની (નામ બદલ્યું છે) સાથે 2009માં થયા હતા. રાજેશ-મોહિનીને સંતાનમાં એક દિકરો છે. જેની ઉંમર હાલમાં 11 વર્ષ છે. લગ્ન બાદ મોહિની પતિ સાથે સુરત રહેતી હતી. અરજદાર રાજેશ અને મોહિનીને લગ્નના શરૂઆતમાં સારૂ ફાવતું હતું. પરંતુ 2017માં મોહિની અચાનક પિયરિયાઓની ચડામણીથી રાજેશથી છુટી પડી ગઈ હતી. તે દિકરાને લઈને પિયર રહેવા ચાલી ગઈ હતી. રાજેશના સમજાવવા છતા મોહિની માની ન હતી. રાજેશને દિકરા પ્રત્યે પ્રેમ-લાગણી હોય રાજેશે પત્નીને દીકરા સાથે વાત કરાવવા અને મળવા દેવા આજીજી કરવા છતાં મોહિનીએ વાત નહીં કરાવતા રાજેશે તેમના એડવોકેટ દિવ્યમ જોષી અને નિલેશ આહિર મારફત અમદાવાદ ફેમિલી કોર્ટમાં વાલી અરજી કરી હતી.

18 માર્ચના રોજ દીકરાનો જન્મ દિવસ આવતો હોય મોહિની દિકરાને લઈને અમદાવાદથી અલગ કોઈ જગ્યાએ જવાનો પ્રયાસ કરતી હોય તે બાબતે પણ વચગાળાની અરજી કરી હતી. તેમાં રાજેશના એડવોકેટોએ દલીલ કરી હતી કે અરજદાર પિતા બાળકની સ્કુલ ફી ભરવા તૈયાર છે, તેના ભણતર-ભરણપોષણ કરવા તૈયાર છે, બાળકને બર્થ ડેમાં મળવા દેવામાં આવે તો પિતાને હુંફ મળે તેમ છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને ફેમિલી કોર્ટે વચગાળાની અરજી મંજૂર કરી પત્ની મોહિનીના ઘરે જઈને બાળકો બર્થ ડે ઉજવવા દેવાનો હુકમ કર્યો હતો. તેમજ બાળકને નહીં લઈ જવાનો પણ હુકમ કર્યો હતો.

Most Popular

To Top