SURAT

સુરતમાં 15 જુલાઈથી વિસ્તારા એરલાઈન્સ સેવા શરૂ કરવાની હતી પરંતુ એરપોર્ટનું તંત્ર ખાડે ગયું

સુરત: (Surat) સુરત એરપોર્ટનો (Surat Airport) કારભાર ખાડે ગયો હોય એવું લાગે છે. સુરત એરપોર્ટ પરથી વધુ ને વધુ એરલાઈન્સ તેની સેવા ઓપરેટ કરે એ માટે તમામ પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ એરપોર્ટનું ખાડે ગયેલું તંત્ર અને અવ્યવહારું અભિગમના કારણે નવી એરલાઈન્સ તેમની સેવા પ્રાયોજિત કાર્યક્રમ મુજબ શરૂ કરી શકતી નથી. વિસ્તારા એર લાઈન્સ (Vistara Airlines) 15 જુલાઈથી તેમની સેવા શરૂ કરવાની હતી. પરંતુ હજી સુધી ફ્લાઈટ ઓપરેટ કરવાનાં કોઈ ઠેકાણાં દેખાતાં નથી.

  • સુરત એરપોર્ટનો ખાડે ગયેલો કારભાર: વિસ્તારા સેવા શરૂ કરવા તૈયાર, પરંતુ તેને ના સ્લોટ મળ્યો, ના ઓફિસ
  • 15 જુલાઈથી વિસ્તારા તેની સેવા શરૂ કરવાની હતી

વિસ્તારા એર લાઈન્સે સુરત એરપોર્ટ ડાયરેક્ટરને ઇ-મેઇલ કરીને તેઓ 15મી જુલાઈથી તેમની તેમની સેવા શરૂ કરવાની હોવાની જાણ કરી હતી. એ માટે સુરત એરપોર્ટ પર તેઓએ બુકિંગ ઓફિસ અને સ્લોટ માંગ્યો હતો. પરંતુ વિસ્તારે એર લાઈન્સ ના સ્લોટ મેળવી શકી અને ના તો ઓફિસ મેળવી શકી છે. તેથી હાલ એર લાઈન્સ ક્યારથી તેમની સેવા શરૂ કરશે તે કહેવું મુશ્કેલ છે. આમ એરપોર્ટની સુવિધા અને અવ્યવહારુ વલણ એરલાઈન્સ કંપનીઓને નડી રહી છે. આ પહેલા ગો ફસ્ટ એરલાઈન્સે પાર્કિંગ માંગ્યું હતું, પરંતુ તેમને પણ પાર્કિંગ મળ્યું ન હતું. તેમને પણ હાલ સુરત એરપોર્ટ પરથી તેમની તમામ સર્વિસ સસ્પેન્ડ કરી છે.

સુરતના જનપ્રતિનિધિઓ સુરત એરપોર્ટ પર કોઈ ધ્યાન આપતા નથી. સુરતની મોટી-મોટી વેપારી સંસ્થાઓ રાજકારણીઓની કઠપૂતળી બની ગઈ હોવાથી તેઓ પણ આ દિશામાં કામ કરાવવામાં નિષ્ફળ ગયા છે. બીજી તરફ એરપોર્ટ ગ્રુપ દ્વારા કરાતી મહેનત અને રજૂઆતના કારણે એરલાઈન્સ સુરત આવે છે, પરંતુ એરપોર્ટના તંત્રના આવા અવ્યવહારુ અભિગમના કારણે એરલાઈન કંપની સુરતથી મોં ફેરવી રહી છે.

Most Popular

To Top