SURAT

સુરત: મોબાઇલ લૂંટવાનો પ્રયાસ નિષ્ફળ રહેતાં લુંટારુઓએ સાઇકલ લૂંટવા ચપ્પુના ઘા માર્યા

સુરત: (Surat) લિંબાયત વિસ્તારમાં સવારે સાડા ચાર વાગ્યે પાણીના પ્લાન્ટ ઉપર નોકરીએ જવા નીકળેલા 19 વર્ષિય યુવકને ચપ્પુના ઘા મારી 1500 રૂપિયાની સાઇકલ લૂંટી લેવાઇ હતી. આ બનાવ અંગે ભોગ બનનારના પિતાએ લિંબાયત પોલીસ મથકે (Police Station) ફરિયાદ નોંધાવી હતી. આ અંગે જાણવા મળતી વિગતો અનુસાર મૂળ યુપીના વતની અને હાલ લિંબાયત રંગીલાનગર નજીક રહેતા મહેન્દ્રકુમાર ઉર્ફે રામબાબુ માણેકચંદ મિશ્રાનો પુત્ર અંશ (ઉં.વ.19) શુક્રવારે સવારે સાડા ચાર વાગ્યે તેની સાઇકલ લઇ લિંબાયત મયૂરનગર પાણીના પ્લાન્ટ ઉપર નોકરીએ જવા નીકળ્યો હતો. દરમિયાન રસ્તામાં બજરંગદળ મંદીર નજીક બે લુંટારુએ તેને અટકાવી મોબાઇલ (Mobile) લૂંટવાનો (Loot) પ્રયાસ કર્યો હતો. પ્રતિકાર કરતાં અંશ મિશ્રાને બંને લુંટારુએ ચપ્પુના ઘા મારી દીધા હતા. ત્યારબાદ તેની સાઇકલ લૂંટી લુંટારુઓ ફરાર થઇ ગયા હતા. ચપ્પુના ઘા મરાયા બાદ પણ હિમ્મતભેર અંશ મિશ્રાએ લુંટારુઓનો સામનો કર્યો હતો. સાઇકલની લૂંટ કરીને ભાગતા લુંટારુ પાછળ અંશ મિશ્રા દોડતાં તેને છૂટા પથ્થરો મારી લુંટારુઓ ભાગી ગયા હતા.

‘તમારું બિલ બાકી છે, વીજ કનેક્શન કપાઈ જશે’ ટોરેન્ટ પાવરના નામે ફેક મેસેજ કરતાં ઠગ
સુરત : છેલ્લા કેટલાક મહિનાથી ગઠિયાઓ પોતે ‘કંપની તરફથી વાત કરીએ છીએ’ કહીને કસ્ટમરોને ફેક મેસેજ તથા વોટ્સએપ મેસેજ કરીને તેમના મેસેજમાં કસ્ટમરને તેમનું પાછલા મહિનાનું બિલ ભર્યુ ન હોવાથી તેમનું પાવર કનેક્શન રાત્રે 9.30 થી 10.30ના સમયગાળામાં કપાઈ જશે તેમ કહે છે. ગઠિયા પોતે કોલ સેન્ટર એક્ઝિક્યુટિવ હોવાનું કહીને જે કસ્ટમરને તેમના પરશંકા ન જાય તેની પાસેથી બેંક એકાઉન્ટની માહિતી તેમજ ઓટીપી માંગે છે અથવા તેમને સોફ્વેર ડાઉનલોડ કરવા કહે છે. ત્યાર બાદ કસ્ટમરનો ફોન કે ડિવાઇસનો સંપુર્ણ એક્સેસ ગઠિયાના હાથમાં આવી જાય છે. ટોરેન્ટ પાવર લિમિટેડ તમામ કસ્ટમરોને આવા ફેક મેસેજનો પ્રત્યુત્તર ના આપવા તથા ફેક મેસેજમાં બતાવેલા ફોન નંબર પર ફોન ન કરવા માટે વિનંતી કરી છે.

ટોરેન્ટ પાવર કંપની તેમના કસ્ટમર પાસેથી ક્યારેય ક્રેડિટ-ડેબીટ કાર્ડની વિગત કે ઓટીપી માંગતી નથી. પેમેન્ટ માટે કે પેમેન્ટની ચકાસણી માટે કોઈ પણ સોફ્ટવેર ડાઉનલોડ કરવાનું કહેતી નથી. પર્સનલ નંબરથી ક્યારેય મેસેજ કરતી નથી. ટોરેન્ટ પાવર તરફથી મોકલવામાં આવતા મેસેજ ઓથોરાઇઝ એસએમએસ ગેટવે મારફત TPOWER સેન્ડર ID દ્વારા મોકલવામાં આવે છે. કસ્ટમરોએ બિલની ચુકવણી હંમેશા સિક્યોર પેમેન્ટ ગેટ વેના માધ્યમથી કરવાની, બિલિંગ અને પેમેન્ટ માટે કંપનીની ઓફિસિયલ મોબાઇલ એપ Torrent Power Connectનો ઉપયોગ કરવા પણ કંપનીએ કહ્યું છે.

Most Popular

To Top