Sports

ભરતીય ફૂટબોલ કેપ્ટને મેસીને પાછળ છોડી બનાવ્યો રેકોર્ડ: વાયરલ થઇ રહ્યા ભાવુક વિડીયો

દોહા : ભારતીય ફૂટબોલ ટીમ (Indian football team)ના કેપ્ટન (captain) અને પ્રભાવશાળી સ્ટ્રાઇકર (striker) સુનિલ છેત્રી (sunil chhetri) આર્જેન્ટીના (Argentina) ના સુપરસ્ટાર લિયોનલ મેસી (Lionel messi)ને પાછળ મુકીને સર્વાધિક ઇન્ટરનેશનલ ગોલ (most inter nation goal)કરનારા સક્રિય ખેલાડીઓની યાદીમાં પોર્ટુગલના સ્ટાર ક્રિસ્ટીયાનો રોનાલ્ડો (Chirtiano Ronaldo) પછી બીજા સ્થાને પહોંચી ગયો છે.

36 વર્ષિય છેત્રીએ સોમવારે ફિફા વર્લ્ડકપ 2022 (Fifa world cup 2022) અને એએફસી એશિયન કપ 2023 માટેની સંયુક્ત ક્વોલિફાઇંગ મેચમાં બાંગ્લાદેશ વિરુદ્ધ ભારત વતી બે ગોલ કર્યા હતા અને તેની સાથે છેત્રીના કુલ ઇન્ટરનેશનલ ગોલનો આંકડો 74 થયો હતો. વર્લ્ડકપ ક્વોલિફાયરમાં છેલ્લા 6 વર્ષોમાં ભારતની પહેલી જીતના હીરો એવો છેત્રી સર્વાધિક ગોલ કરનારા ખેલાડીઓની યાદીમાં માત્ર 103 ગોલ કરનારા પોર્ટુગલના ક્રિસ્ટીયાનો રોનાલ્ડોથી જ પાછળ છે.

છેત્રી બાર્સિલોનાના સ્ટાર મેસીથી બે જ્યારે યૂએઇના અલી મબખોતથી એક ગોલ આગળ છે. મબખોત સક્રિય ખેલાડીઓમાં 73 ગોલ સાથે ત્રીજા સ્થાને છે. મેસીએ ગત ગુરૂવારે ચિલી સામે વર્લ્ડકપ ક્વોલિફાયર મેચમાં પોતાનો 72મો ઇન્ટરનેશનલ ગોલ કર્યો હતો જ્યારે મબખોતે મલેશિયા સામેની મેચમાં પોતાના ગોલની સંખ્યામાં વધારો કર્યો હતો.

છેત્રીએ સોમવારે જાસિમ બિન હમાદ સ્ટેડિયમમાં 79મી મિનીટમાં પહેલો ગોલ કર્યો અને તે પછી ઇન્જરી ટાઇમમાં બીજો ગોલ કરીને ભારતની જીત નિશ્ચિત બનાવી હતી. ભારતીય કેપ્ટન સર્વાધિક ગોલ કરનારા ખેલાડીઓની સર્વકાલિન યાદીમા ટોપ ટેનમાં પહોંચવાથી માત્ર એક ગોલ દૂર છે. તે જાપાનના કુનિશિગે કમામોતો અને કુવેતના બાશર અબ્દુલ્લાથી માત્ર એક ગોલ પાછળ છે. આ બંનેએ 75 ગોલ કર્યા છે.

Most Popular

To Top