SURAT

અમૂલ દ્વારા દૂધના ભાવ વધાર્યા બાદ હવે સુમુલ ડેરી પણ ભાવ વધારો કરશે?

સુરત: અમૂલ ડેરી (Amul Dairy) દ્વારા પાછલા દિવસોમાં દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. હવે સુમુલ ડેરી (Sumul Dairy) પણ દૂધના (Milk) ભાવમાં વધારો કરે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. તેનું કારણ છે કે સુમુલ ડેરી દ્વારા પશુપાલકોને (Cattle Breeders) ચુકવવામાં આવતા દૂધના ભાવોમાં પ્રતિ કિલો ફેટે રૂ.10નો વધારો કરવામાં આવ્યો છે જે 21 ઓગસ્ટથી લાગૂ પડશે. આ વધારો હવે ગ્રાહકોના ગજવા પર ભારે પડે તો નવાઈ નહીં. વર્ષમાં સુમુલ દ્વારા ચોથી વખત કર્યો ભાવ વધારો કરવામાં આવ્યો છે. આ વધારાની અસર સમય સમય પર ગ્રાહકોના ગજવા પર પડી જ છે. ત્યારે હવે સુરતીઓને ચિંતા છે કે શું ફરી દૂધના ભાવ વધશે? જણાવી દઈએ કે સુમુલ ડેરી દ્વારા થોડા મહિના અગાઉ જ દૂધના ભાવમાં એક રૂપિયાનો વધારો કરાયો હતો. 30 રૂપિયામાં મળતી અમૂલ ગોલ્ડની 500 ગ્રામની થેલીના ભાવ 31 રૂપિયા કરાયા હતા.

2.25 લાખ પશુપાલકોની રજૂઆતના પગલે સુમુલ ડેરી દ્વારા પશુપાલકોને ચુકવવામાં આવતા દૂધના ભાવોમાં પ્રતિ કિલો ફેટે રૂ.10નો વધારો કરવામાં આવ્યો છે. વર્ષમાં સુમુલ ડેરી દ્વારા ચોથી વખત ભાવ વધારો કરવામાં આવ્યો છે. આ નવો ભાવ વધારો ૨૧ ઓગસ્ટ ૨૦૨૨થી લાગુ પડશે. દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે વધારો કરવાનો નિર્ણય લેવામાં આવતા પશુપાલકોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી છે.

પશુપાલકોને પશુપાલનના ધંધા માટે પડતી મુશ્કેલીઓ અંગે દૂધ ઉત્પાદકો તરફથી મળેલ રજૂઆતને ધ્યાનમાં લઈ સુમુલ ડેરી દ્વારા દૂધ ઉત્પાદકોને આપવામાં આવતા દૂધના ભાવમાં પ્રતિ કિલોફેટે રૂા.૧૦નો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવતા પશુપાલકો ખુશ છે. આ ભાવવધારો આગામી તા.૨૧ ઓગસ્ટ ૨૦૨૨ થી લાગુ પડશે. સુમુલ દ્વારા અગાઉ એપ્રિલ-૨૦૨૨ થી જુલાઈ-૨૦૨૨ સુધીમાં ત્રણ વખત દૂધના ખરીદભાવમાં વધારો કર્યા બાદ આજે ચોથી વખત પુનઃ સુમુલ દ્વારા દૂધના ખરીદભાવમાં પ્રતિ કિલોફેટે રૂા.૧૦નો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દૂધના ભેંસના ખરીદભાવમાં પ્રતિ કિલોફેટે રૂા.૭૪૦ થી વધી રૂા.૭૫૦ અને ગાયના ભાવમાં રૂ.૭૨૫ થી વધીને રૂ.૭૩૫ આપવામાં આવશે.

જોકે આ ભાવ વધારાથી પશુપાલકોમાં ખુશીનો માહોલ છે પણ ગ્રાહકોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે. તેનું કારણ એ છે કે સુમુલ ડેરી દ્વારા થોડા મહિના અગાઉ જ દૂધના ભાવમાં એક રૂપિયાનો વધારો કરાયો હતો. 30 રૂપિયામાં મળતી અમૂલ ગોલ્ડની 500 ગ્રામની થેલી 31 રૂપિયામાં કરાઈ હતી. હવે જો ફરી ભાવ વધારો થાય તો લોકોને ફરી રૂપિયો બે રૂપિયા 500 ગ્રામની દૂધની થેલી પર ચુકવવા પડી શકે છે. જોકે દૂધના ભાવમાં વધારો કરવા કે નહીં તે અંગેનો નિર્ણય સોમવારે લેવાશે તેવું સુમૂલ ડેરી દ્વારા જણાવવામાં આવ્યું છે.

Most Popular

To Top