Entertainment

સારા અને શુભમન ફરી વાર એકસાથે સ્પોટ થયાં, એરપોર્ટ પર ચોરી છૂપી રીતે સમય વિતાવી રહ્યાં છે!

નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાના (Team India) સ્ટાર ઓપનર શુભમન ગીલ હાલ પોતાની T-20 મેચ જે ન્યૂઝિલેન્ડ સામે રમાઈ હતી તે સમયે તેણે જે શતક રમી હતી તેના કારણે ચર્ચામાં છે. આ મેચ પછી તેઓ સૌના ચહેતા બની ગયા છે. ક્રિકેટની (Cricket) દુનિયા સાથે તેઓ પોતાની પર્સનલ લાઈફના (Personal Life) કારણે પણ હાલ ચર્ચામાં આવ્યાં છે. સારા અલી ખાન સાથે ફરીવાર તે જોવા મળ્યો છે. જેના કારણે ફેન્સમાં કુતુહલ છે કે બંને વચ્ચે કંઈક છે કે પછી તેઓ માત્ર મિત્ર જ છે.

જણાવી દઈએ કે આ અગાઉ શુભમનનું નામ સચિન તેંડુલકરની પુત્રી સારા સાથે જોડાયેલું હતું. જો કે આ મામલે સારાનું નામ જ સામે આવ્યું હતું એટલે કે કઈ સારા તે અંગે કોઈ પુષ્ટિ કરવામાં આવી ન હતી. હાલ શુભમન ગીલની એક ફોટો સોશિયલ મીડિયા ઉપર ધૂમ મચાવી રહી છે જેમા તે સારા અલી ખાન સાથે એરપોર્ટ ઉપર જોવા મળે છે તેમજ તેની સાથે કંઈક વાત કરી રહ્યો હોય તેવું જોઈ શકાય છે. આ ફોટોના કારણે ફરીવાર તેઓના અફેરની ચર્ચાએ જોર પકડ્યું છે. લોકો કહી રહ્યાં છે કે તેઓ ચોરી છૂપી રીતે એરપોર્ટ ઉપર એકબીજા સાથે સમય વ્યતિત કરી રહ્યાં છે. જો કે આ ફોટો હાલનો છે કે જૂનો છે તે અંગે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.

જણાવી દઈએ કે આ અગાઉ ધણીવાર શુભમન અને સારા સાથે જોવા મળ્યા છે. તેઓ તમામની નજરોથી છૂપાઈને મળવાની કોશિશ કરતા પરંતુ કોઈકને કોઈકની આંખો સામે તેઓ આવી જતા અને તેઓ ઝડપાઈ જતા હતાં. સારા અને શુભમન વચ્ચે કંઈક છે તેવી અફવાઓએ ત્યારથી જોર પકડ્યું કે જયારથી તેઓ મુંબઈની એક હોટલમાં સાથે જમતા નજરે આવ્યાં. સારાની વાત કરીએ તો તેનું નામ કાર્તિક આર્યન સાથે પણ જોડાયેલું હતું. જયારે શુભમનનું નામ સચિન તેંડુલકરની પુત્રી સારા સાથે જોડાયેલું હતું.

ટીમ ઈન્ડિયાના ઓપનર શુભમન ગિલ હાલમાં ક્રિકેટ જગતમાં છવાયેલો છે. ODI ફોર્મેટ બાદ હવે તેણે T20માં પણ પોતાનો જાદુ બતાવ્યોછે. ગિલે બુધવારે ન્યૂઝીલેન્ડ સામે અમદાવાદ T20માં શાનદાર સદી ફટકારી હતી. તેણે 63 બોલમાં 126 રનની ઇનિંગ રમી હતી. જેના કારણે ટીમ ઈન્ડિયાએ ટી-20 સિરીઝમાં ન્યૂઝીલેન્ડને 2-1થી હરાવ્યું હતું.

Most Popular

To Top