National

ભૂતની જેમ રાત્રે એકલી ફરતી નગ્ન મહિલા લોકોના ઘરના દરવાજા ખખડાવે છે, CCTV ફૂટેજ વાયરલ થતા દહેશત

બરેલી: ઉત્તરપ્રદેશના (UP) બરેલીના (Bareli) રામપુરમાં આજકાલ એક વીડિયો ચર્ચામાં છે. રાતના અંધારામાં ભૂતની જેમ એકલી ફરતી એક નગ્ન મહિલાના સીસીટીવી ફૂટેજનો વીડિયો રામપુરમાં (Rampur Naked Women Video Viral) વાયરલ થયો છે. આ વીડિયો જોઈ રામપુરના કાંપી ઉઠ્યા છે. રાત પડતા જ રામપુરના રહીશો ઘરના દરવાજા બંધ કરીને અંદર પુરાઈ જાય છે. વાયરલ વીડિયો પોલીસ પાસે પહોંચતા પોલીસ પણ ચોંકી ઉઠી છે. નગ્ન મહિલાને શોધવા માટે પોલીસે આખા શહેરના સીસીટીવી ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું છે અને લોકોને અપીલ કરી છે કે મહિલા જ્યાં પણ દેખાય તેને કપડાં પહેરાવી તાત્કાલિક પોલીસને જાણ કરે.

બરેલીના રામપુરના મિલકમાં મોડી રાત્રે નગ્ન અવસ્થામાં એક મહિલા ફરતી હોવાનો સીસીટીવી ફૂટેજ વીડિયો વાયલ થયો છે. નિર્વસ્ત્ર મહિલા ભૂતની જેમ શેરી-મહોલ્લામાં ફરે છે. લોકોના ઘરના દરવાજા ખખડાવે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે અજાણી નગ્ન મહિલા રસ્તા પર બિન્ધાસ્ત ફરી રહી છે અને લોકોના ઘરના દરવાજા પર ડોરબેલ વગાડે છે. જે વીડિયો વાયરલ થયો છે તે રવિવારની રાતનો હોવાની વિગતો મળી છે.

Video જોવા માટે અહીં ક્લિક કરો

આ વીડિયો નસીરાબાદનો છે. અહીં પૂર્વ કાઉન્સિલર સીમા દેવીના ઘરનો દરવાજો તે નગ્ન મહિલાએ ખખડાવ્યો હતો. લાંબા સુધી નગ્ન મહિલા સીમા દેવીના ગેટ પાસે ઉભી રહી હતી અને ડોરબેલ વગાડ્યો હતો. ડોરબેલનો અવાજ સાંભળી સીમા દેવી દરવાજા પર ગયા હતા. ત્યારે નગ્ન મહિલાએ દરવાજો ખોલવા કહ્યું, પરંતુ મહિલા નગ્ન હોય સીમાદેવીએ દરવાજો ખોલ્યો નહોતો. મહિલા સતત દરવાજો ખોલવા દબાણ કરી હતી પરંતુ તેઓએ દરવાજો ખોલ્યો નહોતો. કોઈએ દરવાજો નહીં ખોલતા તે ત્યાંથી જતી રહી હતી. થોડી વાર બાદ ત્યાંથી કેટલાંક લોકો બાઈક પર પસાર થયા હતા. બીજા દિવસે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા ત્યારે નગ્ન મહિલાએ દરવાજો ખખડાવ્યો હોવાની હકીકત સામે આવી હતી. વીડિયો જઈ સીમા દેવી અને તેમનો પરિવાર ગભરાઈ ગયો હતો અને તાત્કાલિક આ અંગે પોલીસને જાણ કરી હતી.

પોલીસ સૂત્રોએ કહ્યું કે મધરાત્રે 1 વાગ્યાની આ ઘટના છે. જે મહિલાના ઘરનો દરવાજો ખખડાવાયો હતો તે મહિલાએ આશંકા વ્યક્ત કરી છે કે કોઈ લૂંટારું ગેંગે કાવતરું રચ્યું હોઈ શકે છે. કારણ કે નગ્ન મહિલાના જતા રહ્યા બાદ કેટલાંક લોકો બાઈક પર ત્યાંથી પસાર થયા હતા. જો દરવાજો ખોલ્યો હોત તો કદાચ છુપાયેલા સાથીઓ હુમલો કરી લૂંટને અંજામ આપી શક્યા હોત.

આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસે લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે. આ સાથે જ નગ્ન મહિલા દેખાય તો તેને કપડાં પહેરાવી તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરી છે. પોલીસે કહ્યું કે, શહેરમાં વિવિધ ઠેકાણે લાગેલા સીસીટીવી ફૂટેજની મદદથી નગ્ન મહિલાને શોધવાની દિશામાં કામગીરી ચાલી રહી છે. રાત્રિના અંધારામાં નગ્ન થઈ એકલા ફરવા પાછળ મહિલાનો ઈરાદો શું છે તે તેના પકડાયા બાદ જ જાણી શકાશે.

Most Popular

To Top