Vadodara

ધર્મના નામે ટ્રસ્ટ બનાવીને ભાસ્કરે રૂપિયા ઉઘરાવ્યા

વડોદરા: જુનિયર ક્લાર્કના પરીક્ષાના પેપર કૌભાંડના મુખ્ય સૂત્રધાર ભાસ્કર ચૌધરી એજ્યુકેશન સેક્ટરમાં ગોટાળા કરવાની સાથે સાથે ધર્મના નામે પણ ગેરરીતિ આચરતા હોવાની સ્ફોટક વિગતો બહારી આવી છે. જેમાં ભાસ્કર ચૌધરી એક સંસ્થામાં ટ્રસ્ટી પણ છે. આ સંસ્થા દાતાઓને ઓનલાઇન ડોનેશન આપવાની પણ સુવિધા આપે છે. જેમાંથી માસ્ટર માઇન્ડ ઘણી મોટી રકમ કમાઇ લેતો હોવાનું પણ જાણવા મળ્યું છે.

ગુજરાતમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા પેપર લીકના આરોપીઓ સકંજામાં આવ્યા બાદ એક પછી એક ચોંકાવનારા ખુલાસાઓ થઇ રહ્યા છે. જેમાં ઝડપી પાડવામાં આવેલામાં 16 આરોપીઓના રિમાન્ડ ચાલી રહ્યા છે. ત્યારે આ પેપર કાંડમાં કુલ ચાર ગ્રુપ સક્રિય હોવાનો ઘટસ્ફોટ થયો છે. કૌભાંડમાં ગુજરાતી આરોપીઓ કેતન બારોટ, અનિકેટ ભટ્ટ, ભાસ્કર ચૌધરી, રાજ બારોટ અને અન્ય એક આરોપીની સંડોવણી છે. આ આરોપી કેતન અને ભાસ્કરનું એક ગ્રુપ છે જે એજ્યુકેશન કન્સલ્ટન્સી સાથે જોડાયેલા છે. આ કેસમાં પ્રદીપ નાયકનું એક ગ્રુપ ઓડિશાવાળું છે.

ત્રીજું ગ્રુપ જીત નાયકનું છે કે જે પ્રિન્ટિંગ પ્રેસ સાથે સંકળાયેલું છે. તો ચોથું ગ્રુપ બિહારના મોરારી પાસવાનનું છે કે જે ગ્રુપના 7 થી 8 લોકો ઝડપાયા છે. 16 આરોપીઓએ 9.53 લાખ ઉમેદવારોની મહેનતની ધૂળધાળી કરી નાખી છે. સપનાઓ તોડી નાખ્યા. પરંતુ હવે આરોપીઓ કાયદાના સકંજાથી બચી શકશે નહીં. થોડા રૂપિયા માટે આરોપીઓએ લાખો ઉમેદવારોના ભાવિ સાથે ચેડા કર્યા છે. હૈદરાબાદના કે.એલ. હાઇટેક નામના પ્રિન્ટિંગ પ્રેસમાં પેપર પ્રિન્ટિંગનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. ત્યારે પોલીસે પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરતા જીત નાયકની પણ ધરપકડ રિમાન્ડ પણ મેળવવામાં આવ્યા છે.

નોકરીવાચ્છુકોની તગડી ફી લઇને ભાસ્કર ચૌધરીએ આલિશાન ઓફિસ બનાવી હતી
નોકરી વાચ્છુકોને નોકરીની લાલચ આપી ફી પેટ ઉઘરાવેલા રૂપિયાથી ભાસ્કર ચૌધરીએ આલિશાન ઓફિસ બનાવી હતી. પેપર લિક કાંડમાં કૌભાંડીની ધરપકડ કર્યા બાદ સ્ટેકવાઇઝ કોચિંગ ક્લાસ હાલમાં સીલ કરી દેવામાં આવ્યો છે. જે વિદ્યાર્થીઓએ ક્લાસમાં તગડી ફી ભરી હતી તેઓ રોજ ક્લાસના ધક્કા ખાઈ રહ્યા છે. આ વિદ્યાર્થીઓને નોકરી તો દૂર પણ કોર્ષ પણ અધૂરો રહ્યો પરંતુ આવા વિદ્યાર્થીઓને રડવાનો વારો આવ્યો છે.

2019માં લેવાયેલી પરીક્ષામાં છેડછાડ કરવા બદલ ભાસ્કર-કેતન સહિત 6ની ધરપકડ કરાઇ હતી
વર્ષ 2019 માં સીબીઆઈએ દિલ્હી સ્થિત એજ્યુકેશન કન્સલ્ટન્સી ફર્મનો માલિક ભાસ્કર સહિત છ લોકોની BITS પિલાનીની ઓનલાઈન પ્રવેશ પરીક્ષામાં કથિત રીતે છેડછાડ કરવા બદલ ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા શખ્સોમાં પાથવે એજ્યુકેશન સર્વિસના એમડી ભાસ્કર ચૌધરી, અમદાવાદ સ્થિત દિશા એજ્યુકેશનના કેતન બારોટ, સાયબર નિષ્ણાત શેઠ મોહમ્મદ ઉસામા અને વિરાગ હરેન્દ્રકુમાર શાહ, અમદાવાદ પરીક્ષા કેન્દ્રના માલિક નિશિકાંત સિંહા અને તેના મેનેજર દર્પણ શિરીષ પાઠકનો સમાવેશ થતો હતો. ભાસ્કર ચૌધરી અન્ય લોકો સાથે મળીને ગેરરીતિ કરીને પ્રવેશ પરીક્ષામાં મદદ કરવા ઉમેદવારના માતા-પિતા પાસેથી આશરે 10 લાખની માંગ કરી રહ્યો હતો. પરીક્ષા 17 થી 22 મે વચ્ચે યોજાઈ હતી. દિલ્હી, અમદાવાદ, વડોદરા અને મુંબઈમાં સર્ચ કરવામાં આવ્યું હતું. જેના કારણે ડિજિટલ પુરાવા અને 33 લાખ રૂપિયાથી વધુની રોકડ સહિત અનેક ગુનાહિત દસ્તાવેજો મળી આવ્યા હતા. મે-2019ની આ ઘટના બાદ કેતન બરોટે ઓક્ટોમ્બર 2022માં રેન્જ રોવર કંપનીની વૈભવી કાર ખરીદી જેના પરથી વિચારી શકો છો કે આમનો ધંધો અને સામ્રાજ્ય કયા સુધી ફેલાયેલું હશે.

શિક્ષણ જગતમાં ભાસ્કર અને કેતનની જોડીને જય વીરુ તરીકે નામ અપાયું હતું
મળતી માહિતી મુજબ કેતન બારોટ અને ભાસ્કર ચૌધરીના પોલિટિકલ નેટવર્ક ઊંચા હોવાના લીધે જ અગાઉ પણ સીબીઆઇ પકડમાંથી મુક્ત થઈ ગયા હતા. ચીલોડાનો રહેવાસી કેતન બરોટનો મુખ્ય ધંધો નકલી ડિગ્રી અપાવાનો છે. બોગસ ડિગ્રી મુખ્યત્વે રાજસ્થાન, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ અને દક્ષિણ ભારતના કેટલાક રાજ્યમાંથી ડિગ્રી લઇ આપવાનું કામ કરતો હતો અને તેમાંથી ધીમે ધીમે પોતાનો ધંધો મોટો કર્યો. કેતન બારોટની અમદાવાદમાં અને વડોદરામાં દિશા એડજયુકેશન કન્સલ્ટન્સી નામની આવી દુકાન ખુલ્લેઆમ ચલાવતો હતો. ચૌધરી વડોદરા અને દિલ્લીમાં અનુક્રમે સ્ટેક વાઇઝ ટેકનોલોજી અને દિલ્લીમાં પથવે નોલેજ સોર્સ પ્રાઇવેટ લિમિટેડ ના નામે આજ ધંધો ચલાવતો હતો. બંનેના લક્ષ્ય સરખા હોવાના કારણે વર્ષોથી બંનેની મિત્રતા અને ધંધો સારા ચાલ્યા અને ધરપકડ પહેલા સુધી ચલાવતા રહ્યા હતા.

તપાસમાં આ સવાલોના રહસ્ય હજુ અકબંધ
વડોદરામાં પેપર આવ્યું કેવી રીત અને કોણ લાવ્યું
પેપર કાંડમું કાવતરુ પરીક્ષા જાહેર થયા પહેલા કે પછી કર્યું
16 આરોપી કેટલા વખતથી પરીચિત છે (સંપર્કમાં કેવી રીતે આવ્યા)
અગાઉ સરકારી કેટલી પરીક્ષામાં આ લોકોએ પેપર લિક કર્યા જેનાથી
તેની હિમ્મત વધી
સ્કેટવાઇઝના ટેકનોલોજીના ડાયરેકટરની હજુ ધરપકડ કરી નથૉ
કયા આરોપીનો શુ રોલ હતો
મોટા નેતા કે અધિકારીઓની સંડોવણી બહાર આવશે ?
જેટલા પકડાયેલા આરોપીઓનું ભૂતકાળ શુ છે
વર્ષ 2019માં ધરપકડ કરી હોવા છતા સ્થાનિક પોલીસે શિક્ષણ માફિયા પર ધ્યાન કેમ ન રાખ્યું
કેટલા વિદ્યાર્થીઓ પાસેથી કૌભાંડીઓ રૂપિયા ઉઘરાવ્યા છે ?
ગાંધીનગરમાં બેઠેલું મોટામાથું કોણ?
ભાસ્કરનું સામ્રાજ્ય પણ કેતન બારોટની જેમ ગુજરાત બહારના રાજ્યોમાં એડમિશનના નામે આ ધંધો કરતો હતો. આ તમામની ઊંડી તપાસ કરાય તો ગાંધીનગરમાં આ તોડબાજોનો કહેવતો ગુરુ ખુલ્લેઆમ ધંધો કરી રહ્યો છે, તે પકડાઈ શકે.

Most Popular

To Top