વિઘ્નહર્તા વિનાયકની વિશેષતા

દુખ હર્તા સુખકર્તા શ્રી ગણેશ વંદનીય છે પૂજનીય છે આ દુંદાળા દેવની મહિમા અપરંપાર છે. આ ગજરાજના દરેક અંગ વિશેષતાથી ભરેલા છે. ગણેશ ભકતોએ એમના વિશિષ્ટ અંગમાથી એમના સદ્‌ગુણો ધારણ કરવા જોઇએ. જેથી આપણું જીવન સફળ, કલ્યાણકારી ધન્ય બની જાય. અહીં એ વિઘ્નહર્તા વિનાયક ગજરાજના અંગોનું રહસ્ય સમજવાની કોશિશ કરીએ.અન એને જીવનમાં ઉતારીએ. (૧) ગજરાજનું શીશ – વિશાળ બુધ્ધિ સાથે વિશ્વનિયતાનું પ્રતિક છે.(૨) ગજરાજની સૂંઢ – નમ્રતા અને સહઅસ્તિત્વનું પ્રતિક(૩) ગજરાજના નેત્ર – બંને જીણી આંખથી દૂરનું દર્શન કરી શકે છે. દિર્ઘદૃષ્ટિનું પ્રતિક.(૪) ગજરાજના કાન – જ્ઞાન શ્રવણનું પ્રતિક(૫) ગજરાજના દાંત – ચતુરાઇ સાથે પ્રસન્નતાનું પવિત્ર પ્રતિક(૬) ગજરાજનું ઉદર (પેટ) – સારી નરસી વાતોનું સમાવવાનું પ્રતિકગણેશ ભકતોને નમ્ર અપિલ ગણપતિ બાપાની પધરામણી જરૂર કરીએ પરંતુ એ સાથે આ કોરોના કાળમાં સરકારી આદેશનું જરૂરથી પાલન કરીએ. દરેક બદીઓથી દૂર રહીએ. એજ સાચી ગણેશભકિત છે.
સુરત     – જગદીશ પાનવાલા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Related Posts