Charchapatra

બદલાવ

  •  “કોઈ કહે છે ધરતીનું સદન બદલો
  • કોઈ કહે છે ઊંચેરું ગગન બદલો
  • અમર વ્યર્થ બધી છે અદલાબદલીની વાતો
  • બદલવો હોય તો ખુદનો સ્વભાવ બદલો.”     –  ‘અમર’
  • પરિવર્તન સંસારનો નિયમ છે એ સૌ જાણે છે અને વાતો પણ કરે છે, પણ બદલાવની વાત આવે ત્યારે તૈયારી બતાવવી મુશ્કેલ જણાય છે. મોટે ભાગે લોકો એવું કહેતા હોય છે કે,
  • “હું ખુદને બદલી શકતો નથી,
  • એ તો  મારા સ્વભાવમાં જ છે.
  • આળસ તો મારી પ્રકૃતિ છે.”

સારી-ખરાબ આદતોના માલિક આપણે જાતે જ છીએ. અવારનવાર જે પ્રવૃત્તિ છે તે જ લાંબે ગાળે આદત બની જતી હોય છે. ખુદની સજાગતા જ એમાં બચાવી શકે છે. કઈ પ્રવૃત્તિ પાછળ કેટલો સમય આપીએ છીએ કે વેડફો છો? તેનાથી ફાયદા-ગેરફાયદા થતા હોય છે. પરિવર્તન માટે વિચાર કરી તેનો  મક્કમતાથી અમલ કરીએ તો ચોક્કસ બદલાવ આવી શકે છે. ટૂંકમાં સારી આદતોને  પરિણામે સમસ્યાઓ ભાગશે અને સફળતા દોડતી આવશે. આમ કરવાથી જીવનનો સાચો આનંદ પ્રાપ્ત કરી શકાય છે. ચાલો પરિવર્તનને સ્વીકારીએ. એ માટે પીછેહઠ ન કરતાં આત્મવિશ્વાસથી કામ લઈએ. જો આપણા જીવનમાં બદલાવ આવી શકે તો અન્યો પાસે તેમ કરાવી શકાય છે પણ પૂર્વશરત એ  છે કે, સામેની વ્યક્તિનો વિશ્વાસ સંપાદિત કરવો, તેની પૂરતી સાર-સંભાળ કાળજી રાખવી વગેરે વગેરે.
નવસારી – કિશોર આર. ટંડેલ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top