Columns

ખાસ ગેસ્ટ

એક હિલ સ્ટેશન પર નાનકડી પણ સરસ હોટેલ હતી.હોટલમાં એક ૧૪ વર્ષનો છોકરો અને તેના પિતા સાંજે હોટલમાં આવ્યા. બંને બહુ ચુપચાપ હતા.હોટલના સ્ટાફે પણ આ જોયું કે તે બંને બહુ શાંત હતા.છોકરો એકદમ નબળો લાગતો હતો અને આંખો અંદર ઊતરી ગઈ હતી.બંને રૂમમાં ગયા.ચુપચાપ બેઠા ..ટી.વી.જોયું પછી રાત્રે જમવા માટે નીચે આવ્યા…છોકરાના પપ્પાએ તેને ભાવતી આઈસ્ક્રીમ અને કેક મંગાવી પણ છોકરાને ખાવામાં બહુ રસ ન હતો. માત્ર એક એક ચમચી ખાઈને તેણે મૂકી દીધું.

થોડી વાર પછી છોકરો થોડું ખાઈને રૂમમાં જતો રહ્યો. પિતા રિસેપ્શનીસ્ટ પાસે ગયા અને તેને કહ્યું, ‘મારે હોટલના મેનેજરને મળવું છે…’ રિસેપ્શનીસ્ટે કહ્યું, ‘સર, કોઈ તકલીફ હોય તો મને કહો. હું તે દૂર કરાવી દઈશ.’પિતાએ કહ્યું, ‘ના,એમ તો કોઈ તકલીફ નથી. તમારી બધી સર્વિસ બરાબર છે, પણ મારે મેનેજરનું ખાસ કામ છે. મારે તેમને એક વિનંતી કરવી છે.’મેનેજર આવ્યા..પિતાએ મેનેજરને કહ્યું, ‘સર ,અમે તમારા એક અઠવાડિયા માટે ગેસ્ટ છીએ.

મારા દીકરાને જીવલેણ કેન્સર છે અને તે પણ ચોથા સ્ટેજનું અને અઠવાડિયા પછી તેની દવાઓ અને કેમોથેરાપી શરૂ થશે અને વાળ બધા ધીરે ધીરે જતા રહેશે….અને  બીમારીમાં તેના વાળ ખરી જાય તે પહેલાં તેને પોતે બધા વાળ કાઢી નાખવાનું નક્કી કર્યું છે.તે આજે રાત્રે મારી પાસે જ પોતાના બધા વાળ કાઢી નંખાવવાનો છે અને તેના વાળ કાઢ્યા બાદ તેને સાથ આપવા હું પણ મારા બધા વાળ કાઢી નાખવાનો છું…બસ મારી એટલી વિનંતી છે કે તમારા હોટલના સ્ટાફમાંથી અમે જયારે સવારે નાસ્તા માટે આવીએ તો કોઈ હસીને મજાક ન કરે …..’મેનેજરે કહ્યું, ‘તમે નિશ્ચિંત રહો એવું કંઈ જ નહિ થાય…ઉલટું અમે અમારા સ્પેશ્યલ ગેસ્ટનું સ્પેશ્યલ સ્વાગત કરીશું.’

રાત્રે ભારી મનથી બધા વાળ કાઢી નાખ્યા બાદ છોકરો સૂઈ ગયો.ત્યાર બાદ પિતાએ પોતાના માથાના વાળ પણ કાઢી નાખ્યા અને સવારે છોકરો ઊઠ્યો. પિતાએ વાળ કાઢ્યા તે જોઈ છોકરો પિતાને વળગીને રડવા લાગ્યો.છોકરો નીચે બધા હસશે તે વિચારથી તે નીચે જવાની ના પાડતો હતો.પિતાએ હિંમત આપી.બંને નીચે નાસ્તો કરવા ઊતર્યા.રેસ્ટોરન્ટમાં બધા વેઈટર માથાના વાળ કઢાવીને ટોપી પહેર્યા વગર પોતપોતાનું કામ કરી રહ્યા હતા.મેનેજર પોતે વેલકમ ટી અને ફૂલો લઈને આવ્યા. તેમણે પણ માથાના વાળ કઢાવી નાખ્યા હતા.પિતાની આંખમાં ઝળઝળિયાં આવી ગયા.છોકરો તો જાણે બધા પોતાના મિત્રો હોય તેમ બધા સાથે વાતો કરવા લાગ્યો.મેનેજરે પિતાના કાનમાં કહ્યું, ‘સર,અમારા ગેસ્ટ અમારા માટે ખાસ હોય છે. – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top