National

કુંદ્રા એડલ્ટ ફિલ્મ કેસમાં કસ્ટડી લંબાવા સાથે પત્ની શિલ્પા શેટ્ટીનું પણ નિવેદન લેવાયું

મુંબઇ: મુંબઇ (Mumbai)ની એક અદાલતે અશ્લીલ ફિલ્મો (Porn films)ના કથિત ઉત્પાદન અને તેના વેચાણના કેસ (Case)સંદર્ભમાં રાજ કુંદ્રા (Raj kundra)ની તથા તેના સાથીદાર રયાન થોરપેની પોલીસ કસ્ટડી (Custody) ૨૭ જુલાઇ સુધી લંબાવી હતી.

મુંબઇ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે કુંદ્રાની પત્ની અને અભિનેત્રી શિલ્પા શેટ્ટી (Shilpa shatty)નું નિવેદન પણ આ સંદર્ભમાં લીધું હતું. દરમ્યાન રાજ કુંદ્રાએ આજે પોતાની ધરપકડને બૉમ્બે હાઇકૉર્ટમાં પડકારી હતી ને કહ્યું કે વીડિયો કામાતુર હશે પણ એમાં જાતીય કૃત્યો બતાવાયા નથી. શિલ્પાની પૂછપરછ વખતે પોલીસ રાજ કુંદ્રાને પણ જુહુ સ્થિત બંગલે લઈ ગઈ હતી અને બેઉને આમનેસામને બેસાડી પૂછપરછ કરાઇ હતી.

રાજ કુન્દ્રાની ધરપકડ ૧૯ જુલાઇના રોજ કરવામાં આવી હતી અને તેની સામે આઇપીસી અને માહિતી ટેકનોલોજી કાયદા હેઠળ ગુનાઓ નોંધવામાં આવ્યા હતા. તેને આજે થોરપેની સાથે મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરવામાં આવ્યો હતો કારણ એ અગાઉ અપાયેલા રિમાન્ડ આજે પુરા થતા હતા. આ બંનેના વધુ રિમાન્ડ માગતા પોલીસે જણાવ્યું હતું કે તપાસમાં જણાયું છે કે કુંદ્રાએ આર્મસ્પ્રાઇમ મીડિયા પ્રા.લિ.ની રચના કરી હતી. તેણે લંડનની કેનરીન પા. લિ. પાસેથી હોટ શોટ્સ એપની ખરીદી કરી હતેી આ એપ મારફતે સોશ્યલ મીડિયા પર અશ્વીલ વીડિયોઝ અપલોડ કરવાની યોજના હતી. આરોપીની કચેરી પર દરોડો પડાવમાં આવતા ૫૧ અશ્લીલ ફિલ્મો મળી આવી હતી.

અદાલત સમક્ષની અરજીમાં પોલીસે એમ પણ જણાવ્યું હતું કે પોલીસ એ મહિલાઓની પણ તપાસ કરવા માગે છે જેમને પોર્ન ફિલ્મોમાં કામ કરવા માટે લલચાવવામાં આવી હતી. પોલીસે શિલ્પા શેટ્ટીનું નિવેદન તેના ઘરે જઇ નોંધ્યું હતું. પોલીસના જણાવ્યા પ્રમાણે શિલ્પા કેટલાક સમય સુધી કુન્દ્રાની કંપનીની ડાયરેકટર હતી.

હોટ શોટ્સની ધીકતી કમાણી

રાજ કુંદ્રાની કંપનીએ જે એપ ખરીદ્યું છે તે હોટ શોટસ્ની કંપનીના હિસાબો સંભાળતા એક કર્મચારીએ કહ્યું હતું કે આ કંપનીએ ઓગસ્ટ ૨૦૧૯થી નવેમ્બરર ૨૦૨૦ સુધીમાં દર મહીને ૪૦૦૦થી ૧૦૦૦૦ પાઉન્ડ જેટલી કમાણી કરી હતી. ભારતમાં રાજ કુંદ્રાની કંપની વિઆન ઇન્ડસ્ટ્રીઝ આ એપનું મેઇનટેનન્સ કરતી હતી. આ એપ હવે ગુગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોરમાંથી દૂર કરવામાં આવ્યું છે.

કુંદ્રા હાલમાં ૧૧૯ એડલ્ટ ફિલ્મો વેચીને ૧૨ લાખ ડોલરની કમાણી કરવાનો હતો

રાજ કુંદ્રાની વધુ કસ્ટડી માગતા પોલીસે દાવો કર્યો હતો કે કુન્દ્રા પાસે ૧૧૯ એડલ્ટ ફિલ્મો એક વ્યક્તિને ૧.૨ મિલિયન ડોલરમાં વેચવાનું આયોજન હતું. અલગથી એક તપાસ અધિકારીએ એમ પણ જણાવ્યું હતું કે સાઉથ આફ્રિકા સ્થિત એક સ્પોર્ટસ બેટિંગ કંપની તરફથી કુંદ્રાના બેંક ખાતામાં ભંડોળો તબદીલ કરાયા હોવા બાતે પણ તે તપાસ કરવા માગે છે.

Most Popular

To Top