World

જો ચીન ચંદ્ર ઉપર અમેરિકા કરતા પહેલા પહોંચશે તો… નાસાની ચેતવણીથી વિશ્વ સ્તબ્ધ

નવી દિલ્હી: કોઈને કોઈ કારણોસર ચીન (China) ચર્ચામાં રહેતું હોય છે. ચીનને લઈ હવે નાસના (NASA) ચીફે એક ચેતવણી જાહેર કરી છે. ચીન હંમેશા ગેરકાયદેસર રીતે જમીન ઉપર કબજો જમાવા માટે તેમજ પોતાના દાવાઓ માટે ઓળખીતું છે. આવામાં હવે નાસાને પણ ડર છે કે જો સ્પેશમાં ચીન પ્રથમ પહોંચશે તો તે ત્યાં પણ પોતાની જમીન હોવાનો દાવો કરી શકે છે. આ સાથે બીજા દેશો માટે પણ અંતરિક્ષમા (Space) પહોંચવા માટે અડચણ ઉભું કરી શકે છે. નાસાના ચીફનું આ નિવેદન સાંભળીને તમામ લોકો ચોંકી ગયા છે.

નાસાના ચીફ બિલ નેલ્સે કહ્યું કે આ સત્ય છે કે તે ચીન સાથે સ્પેસ રેસમાં છે તેમજ સાયન્ટિફક રિસર્ચના નામે ચીન ચંદ્ર ઉપર પોતાનો કબ્જો ન જમાવે. વધારામાં તેઓએ કહ્યું કે જો ચીન સ્પેસમાં પ્રથમ પહોંચશે તે ચોક્કસ પણે અન્ય દેશોને કહી શકે છે કે તમે બહાર રહો આ અમારો વિસ્તાર છે. તેઓએ કહ્યું અમેરિકા કરતા પહેલા ચીને ચંદ્ર ઉપર પહોંચશે તો બીજા તમામ ક્ષેત્રો ઉપર ચીન પોતાનો કબ્જો જમાવે તેવી શક્યતા છે.

વર્ષ 2022માં ચીન પોતાના સ્પેસ પ્રોગ્રામની સફળતા પૂર્વક શરૂઆત કરી ચૂકયું છે. હાલમાં નાસા આર્ટેમિસ મિશનની સિરિઝ ઉપર કામ કરી રહ્યું છે. 26 દિવસના નાસાની આ સિરિઝ-1ને નવેમ્બરમાં લોન્ચ કરવામાં આવી હતી. હાલમાં આર્ટેમિસ મિશન 2 અને 3 પર કામ ચાલી રહ્યું છે. આ મિશનના આધારે ચંદ્ર ઉપર તેની ગતિવિધી વઘારવાના પ્રયાસો કરવામાં આવશે જેના દ્વારા નાસાને વધુમાં વધુ જાણકારી મળી શકે. બીજી તરફ મંગળ ગ્રહ ઉપર પણ નાસા ફોકસ કરી રહી છે. મંગળ ગ્રહની ધૂળ, વાતાવરણ તેમજ બીજી અન્ય જાણકારી મેળવવા માટે નાસા તરફથી ઘણાં રોબોટિક રોવર મોકલવામાં આવ્યાં હતાં.

હાલમાં ચીનની શી જિનપિંગ સરકાર પોતાના સ્પેસ પ્રોગ્રામ ઉપર ખર્ચો કરી રહી છે. સ્પેસમાં પોતાનું સ્થાન મજબૂત કરવા માટે ચીન પોતાનાથી બનતા તમામ પ્રયાસો કરી રહ્યું છે. જયરે બીજી તરફ સ્પેસ માટે અમેરિકા પણ અગ્રેસર રહ્યું છે તે નવી ટેકનોલોજી પર કામ કરી રહ્યું છે. આ સાથે રશિયા પણ પાછળ પડે એમ નથી. યુક્રેન સાથે યુદ્ધ લડી રહેલું રશિયા પણ સ્પેસમાં પોતાની આગવું સ્થાન પ્રાપ્ત કરવા માટે પોતાનાથી બનતા તમામ પ્રયાસો કરી રહ્યું છે.

Most Popular

To Top