Gujarat

ગુજરાતના આરોગ્ય મંત્રીએ ખાનગી હોસ્પિટલમાં પથરીનું ઓપેરશન કરાવ્યુ

ગાંધીનગર : છેલ્લા એક મહિનાથી પથરીના (Kidney stone) કારણે પીડાતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે હવે ખાનગી હોસ્પિટલમાં (Hospital) પથરીનું ઓપરેશન કરાવી લીધુ છે. હજુ એકાદ દિવસ માટે આરોગ્ય મંત્રી સચિવાલયની તેમની ચેમ્બરમાં જોવા મળશે નહીં.

તાજેતરમાં બે દિવસ અગાઉ તેમને પથરીના કારણે અસહ્ય પીડા થવા પામી હતી. જેથી તેમને ત્વરીત એસજી હાઈવે પર આવેલી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે પછીથી તેમને પથરીનું ઓપરેશન કરવી લીધુ હતું. જેને કારણે હવે તેમને પથરીનો દુખાવો રહેશે નહીં. હાલ તેમનું આરોગ્ય સારૂ હોવાનું પણ હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું અને તેઓ બે ત્રણ દિવસ પછી કામ ઉપર લાગી જશે.

Most Popular

To Top