National

પંજાબ: ચંદીગઢમાં સીએમ હાઉસ પાસે આતંકી ષડયંત્ર નિષ્ફળ મળી આવ્યો જીવતો બોમ્બ

ચંદીગઢઃ ​​પંજાબના (Punjab) ચંદીગઢથી (Chandigarh) મોટા સમાચાર સામે આવ્યા છે. અહીંના સીએમ હાઉસ (CM House) પાસેથી એક જીવતો બોમ્બ (Living Bomb) મળી આવ્યા બાદ ખળભળાટ મચી ગયો છે. સીએમ હાઉસ નજીકના વીવીઆઈપી હેલિપેડ પાસેથી આ બોમ્બ મળી આવ્યો હતો. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ચંદીગઢ પોલીસની એક ટીમ ચંડીગઢમાં કંસલ અને મોહાલીના નયા ગાંવની સીમા પાસે મળેલા બોમ્બને ડિફ્યુઝ કરવાની કવાયતમાં જોડાયા હતા.. અને ત્યારબાદ થોડા જ વખતમાં બૉમ્બને ડીફયુઝ કરી દેવાયો હતો.આ ઘટનાને પ્રથમ દ્રષ્ટિએ આંતકી ષડયંત્ર માનવમાં આવી રહ્યું છે.આ બોમ્બ શેલ ચંદીગઢથી 2 કિમી દૂર પંજાબના કંસલ ગામ પાસે કેરીના બગીચામાંથી મળી આવ્યો હતો. હરિયાણા અને પંજાબના મુખ્યમંત્રીનું હેલિપેડ અહીંથી 1 કિલોમીટર દૂર છે. હરિયાણા અને પંજાબના મુખ્યમંત્રીનું નિવાસસ્થાન માત્ર 2 કિલોમીટર દૂર છે.

  • બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ચંદીગઢ પોલીસની એક ટીમ
  • હરિયાણા અને પંજાબના મુખ્યમંત્રીનું નિવાસસ્થાન માત્ર 2 કિલોમીટર દૂર છે
  • નયા ગાંવની સીમા પાસે મળેલા બોમ્બને ડિફ્યુઝ કરવાની કવાયતમાં જોડાયા

સિવિલ ડિફેન્સ નોડલ ઓફિસરનું નિવેદન સામે આવ્યું
ચંદીગઢ પોલીસના સિવિલ ડિફેન્સ નોડલ ઓફિસરે જણાવ્યું હતું કે બોમ્બ શેલ નયા ગાંવના કંસલ અને ટી પોઈન્ટની વચ્ચે કેરીના બગીચામાંથી મળી આવ્યો હતો. જેથી આ વિસ્તારને હાલ તો કોર્ડન કરી દેવામાં આવ્યો છે. આ અંગે આર્મી બોમ્બ સ્ક્વોડને જાણ કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાની સાથે જ આર્મી બોમ્બ સ્ક્વોડ અહીં પહોંચી ગઈ હતી અને બોમ્બને નિષ્ક્રિય કરવાની કવાયતમાં જોડાઈ ગઈ હતી. આ ઘટના બાદ સમગ્ર કેસની તપાસ કરવામાં આવશે કે બોમ્બ શેલ અહીં ક્યાંથી,કેવીરીતે પહોંચ્યો હતો.

એડીજીપીએ પણ નિવેદન આપ્યું હતું
બૉમ્બ શેલ મળી આવવાની ઘટનાને લઇને સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. સિવિલ ડિફેન્સ નોડલ ઓફિસર આ મામલાને ગઁભીરતા પૂર્વક લઇ રહી છે. બીજી તરફ ADGP એકે પાંડેનું નિવેદન પણ સામે આવ્યું છે. તેણે કહ્યું કે આ જૂનો બોમ્બ છે. જે જંગમાં જોવા મળે છે. અગાઉ પણ ઘણી વાર અહીંથી બૉમ્બ મળી આવવાની ઘટનાઓ સામે આવી હતી. જોકે હાલ અહીં કોઈ જોખમ ઉભું થાય તેવી કોઈ પણ ઘટના હાલ અમને દેખાઈ રહી નથી.

Most Popular

To Top