World

ફેસબુકમાં છેલ્લા 18 વર્ષમાં સૌથી મોટી છટણી : 11 હજાર કર્મચારીઓને એકીસાથે છુટા કરી દેવાયા

વિશ્વની ટોચની સોશિઅલ મીડિયા (Social Media) કંપની ફેસબુક (Facebook) ઉપર બુચવારની સવારે ખુબ જ મોટા પાયે છટણીનો દોર શરુ થયો હતો.કંપનીના ખર્ચ ખુબ જ વધી ગયા હોવાનું કારણ સામે ધરીને તેમને કર્મચારીઓને (Employee) સંકેતો પણ આપી દીધા હતા. એવું કહેવાય છે કે મંગળવારે એટલે કે એક દિવસ પહેલા માર્ક ઝુકરબર્ગે (Mark Zuckerberg) કર્મચારીઓને જાણકારી આપી દીધી હતી. વધુમાં જે પણ કર્મચારીઓને છુટા કરી દેવામાં આવ્યા છે તેને કંપની ચાર મહિનાનું વેતન પણ આપવાની જાહેરાત કરી હતી.ઉલ્લખનીય છે કે ટ્વિટર પછી હવે ફેસબુક માંથી મોટાપાયે છટણીઓ કરી દેવામાં કરવામાં આવી છે.ફેસબુકની પેરેંટ કંપની મેટા ઈંક દ્વારા બુધવારે એકી ઝાટકે 11000 કરતા પણ વધારે કર્મચારીઓને નિષ્કાશીત કરી દીધા હતા. જેને લઇને માર્ક ઝુકરબર્ગે જાતે જાણકારી આપી હતી.

ઇતિહાસમાં લેવામાં આવેલા સૌથી કઠણ નિર્ણય : માર્ક ઝુકરબર્ગ
મેટાના ચીફ એક્ઝિક્યુટિવ માર્ક ઝુકરબર્ગ એક બ્લોગના માધ્યમથી જણાવ્યુ હતું કે,આજે મેટાના ઇતિહાસમાં લેવામાં આવેલા સૌથી કઠણ નિર્ણય હું કહેવા જઈ રહ્યો છુ. આપણી ટિમની સાઈઝમાંથી 13 ટકા જેટલી કપાત મુકવાનો ફેંસલો કરી રહ્યો છું.અને 11000થી વધુ પ્રતિભાસાળી કર્મચારીઓની નોકરી હવે રહેશે નહિ. મેટામાં લગભગ 87000 કર્મચારીઓ કામ કરી રહ્યા છે. અને બરતરફ કરવામાં આવેલા આ કર્મચારીઓ પૈકી વોટસઅપ અને ઇન્સ્ટાગ્રામના કર્મચારીઓ પણ છે. જોકે આ ઘોષણાની જાહેરાત માર્ક ઝુકરબર્ગ દ્વારા એક દિવસ પહેલા તેમના કર્મચારીઓને મંગળવારે જ કરી દીધી હતી.

આ કર્મચારીઓની જોબ પણ જોખમમાં છે
એક અહેવાલ મુજબ, ફેસબુકની પેરેન્ટ કંપની મેટા ઈંક દ્વારા બુધવારે સવારથી જ કર્મચારીઓની છટણીઓ શરૂ કરી દીધી છે. નોંધ કરવા જેવી બાબત એ રહી કે, છેલ્લા કેટલાય વખતથી વૈશ્વિક મંદીમાં માહોલ વચ્ચે ટ્વિટર, વોલમાર્ટ, ફોર્ડ, અલીબાબા સહિતની ઘણી મોટી કંપનીઓએ ખર્ચમાં ઘટાડો દર્શાવીને મોટા પાયે છટણી કરી છે.

પાછલા 18 વર્ષના પહેલી વખત મોટી છટણી
પાછલા 18 વર્ષના ઇતિહાસમાં પહેલી વાર કર્મચારીઓ ને લઈને આ પ્રકારનો નિર્ણય લાવામાં આવ્યો છે. ફેસબુકની સ્થાપના 2004માં થઈ હતી અને પછી તેનું નામ બદલીને મેટા કરવામાં આવ્યું હતું. મેટામાં હાલમાં લગભગ 87,000 કર્મચારીઓ કામ કરે છે. 18 વર્ષમાં પહેલીવાર આટલા મોટા પાયા પર લોકોને ફેસબુકમાંથી દૂર કરવામાં આવ્યા છે.

ઝુકરબર્ગની નેટવર્થમાં પણ મોટો ફટકો પડ્યો

છેલ્લા ઘણા વખતથી સતત આર્થિક સંકટ અને મંદીનો સામનો કરી મેટાના મેર્કેટ શેરોમાં પમ 73 ટકાનો મોટો ઘટાડો નોંધાયો હતો.માર્ક વિશ્વના ટોપ દસ અમીરોની યાદીમાં મોખરાનું સ્થાન પ્રપ્ત કરી ચુક્યા હતા. અને હવે તેમનો ક્રમ ઘટીને 29 મોં થઇ ગયો છે. આ નોંધ વિશ્વની પ્રખ્યાત મેગેઝીન ફૉર્બસમાં લેવાઈ ચુકી છે.

Most Popular

To Top