Dakshin Gujarat

દારૂ ભરેલો આઈસર ટેમ્પો, તેની પાછળ પાયલોટિંગ કરતી કાર અને તેની પાછળ ઓલપાડ પોલીસ

સાયણ: (Sayan) ઓલપાડ પોલીસે નરથાણ પાસેથી રૂપિયા ૨,૬૭,૬૦૦ની કિંમતના વિદેશી દારૂ (Alcohol) સાથે આઇસર ટેમ્પો ઝડપી પાડ્યો હતો. તેને પાયલોટિંગ કરી રહેલી હ્યુન્ડાઇ અલ્કાઝર કાર (Car) પણ પોલીસે કબજે લીધી હતી. સુરત દાંડી રોડ ઉપર વિદેશી દારૂનો જથ્થો ભરીને મરૂન કલરનો એક આઇસર ટેમ્પો નંબર GJ-15-AT-4741 પસાર થવાનો હોવાની બાતમી ઓલપાડ પોલીસને (Police) મળી હતી. જેના આધારે વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન નરથાણ પાસે બાતમી મુજબનો ટેમ્પો દેખાતા તેને અટકાવવામાં આવ્યો હતો. તપાસ કરતા ટેમ્પોની બોડીમાં નીચેના ભાગે ચોર ખાનુ બનાવી તેમાં સંતાડેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટા પ્રમાણ માં જથ્થો મળી આવ્યો હતો. તેની સાથે ટેમ્પોનું પાઇલોટિંગ કરતી નંબર પ્લેટ વગરની સફેદ કલરની હુન્ડાઇ કારને પણ પોલીસે ઝડપી પાડી હતી. આ ટેમ્પોમાંથી પોલીસને રૂ. ૨,૬૭,૬૦૦ની કિંમતની વિદેશી દારૂ અને ટીન બીયરની કુલ ૭૮૮ બોટલ મળી આવી હતી.

  • ઓલપાડના નરથાણ નજીકથી દારૂ ભરેલા ટેમ્પો સાથે ત્રણ ઝડપાયા
  • પાયલોટિંગ કરી રહેલી કાર સહિત પોલીસે કુલ રૂ.૨૨,૭૬,૩૬૦નો મુદ્દામાલ કબજે લીધો

અહીંથી દારૂ ઉપરાંત રૂપિયા રૂ.૧૫,૦૦,૦૦૦ની કિંમતની હ્યુન્ડાઇ અલ્કાઝર કાર, રૂ.૫,૦૦,૦૦૦નો આઇસર ટેમ્પો, અને બે મોબાઇલ ફોન મળીને કુલ રૂપિયા ૨૨,૭૬,૩૬૦ની કિંમતનો મુદ્દામાલ કબજે લીધો હતો. પોલીસે દારૂની હેરાફેરી કરનાર સુરજ સહાદુર યાદવ (રહે.ચણોદ ગામ, ગ્રીન પેલેસ સેકન્ડ બિલ્ડિંગ ત્રીજો માળ ફ્લેટ નં ૩૦૩. તા.વાપી, જિ. વલસાડ, મૂળ રહે.તુલસી પુરા,તા.થાના દેરાકદ.જી.જોનપુર યુ.પી.), દિપક શાંતારામભાઇ વ્યાસ રહે. ફ્લેટ નં.૪૦૩ સાંઇ સાગર એપાર્ટમેન્ટ, જલારામ ખમણની બાજુમાં, ઝંડાચોક વાપી ટાઉન તા.વાપી જિ.વલસાડ) તથા ઉર્ષક રાજુભાઇ પટેલ (રહે. નાની દમણ એરપોર્ટ રોડ પોલીસ હેડ ક્વાટર્સની બાજમાં નાની દમણ)ની ધરપકડ કરી.

મોલવણમાં 25 હજારના દારૂ સાથે બે મહિલા ઝડપાઈ
હથોડા: પાલોદ પોલીસે બાતમીના આધારે નજીકના મોલવણ ગામેથી રૂ.25,000ના દારૂ સાથે બે મહિલાને ઝડપી પાડી હતી. પાલોદ પોલીસને બાતમી મળી હતી કે, મોલવણ ગામે નિશાળ ફળિયામાં રહેતી આશાબેન મહેશભાઈ કીકાભાઈ પટેલ અને રૂપલબેન તેજસભાઈ મોદી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઘરના વાડામાં સંતાડી રાખી વેચાણ કરી રહી છે. આથી પાલોદ પોલીસે ઘટના સ્થળે તપાસ કરતાં રૂ.25,000નો ઇંગ્લિશ દારૂ મળી આવ્યો હતો. પોલીસે બંને મહિલા બુટલેગરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top