Dakshin Gujarat

અંકલેશ્વર વાલિયા ચોકડી પાસે કાર ચાલકે ટક્કર મારતા 24 વર્ષીય બાઈક ચાલકનું મોત

અંકલેશ્વર: (Ankleshwar) અંકલેશ્વર વાલિયા ચોકડી પાસે હિટ એન્ડ રનની (Hit And Run) ઘટના બની હતી. કાર (Car) ચાલકે બાઇક (Bike) સવારને ટક્કર મારતા બાઇક સવારનું કરુણ મોત નિપજ્યું હતુ. ગંભીર ઇજાના પગલે બાઇક સવાર કૈલાશ પ્રકાશ દવેનું ટૂંકી સારવાર દરમિયાન થયું મોત હતું. ઘટના બાદ કાર ચાલક કાર મૂકી થયો ફરાર થઈ ગયો હતો. GIDC પોલીસે સમગ્ર મામલે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

  • અંકલેશ્વર ની JB મોદી હોસ્પિટલ પાસે બની હીટ એન્ડ રનની ઘટના
  • આશાસ્પદ 24 વર્ષીય યુવાનનું કરુણ મોત

અંકલેશ્વર-વાલિયા રોડને અડીને આવેલા ગોલ્ડન સ્ક્વેર કોમ્પ્લેક્સ પાસે એક કારના ચાલકે બાઈકસવાર યુવાનને અડફેટે લીધો હતો, જેમાં યુવાનનું ગંભીર ઈજાને પગલે મોત નીપજ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના ભડકોદ્રા ગામ ખાતેની શિવ કોલોનીમાં રહેતો કૈલાસ દવે (ઉં.વ.૨૪) તા.૨૧મીની રાતે પોતાની બાઈક લઈ ભરૂચથી પોતાના ઘરે પરત જઈ રહ્યો હતો. જો કે, પોતાના ઘરેથી ટૂંકા અંતરમાં જ તેને કાળ ભરખી ગયો હતો. અંકલેશ્વર-વાલિયા રોડ ગોલ્ડન સ્કવેર કોમ્પ્લેક્સ પાસેથી કૈલાસ બાઈક લઈને પસાર થઇ રહ્યો હતો. એ સમયે સામેથી આવતી એક કાર નં.(જીજે-૦૧-એચજે-૫૯૨૦)ના ચાલકે કૈલાસની બાઇકને અડફેટે લઈ ગમખ્વાર અકસ્માત સર્જ્યો હતો.

આ અકસ્માતમાં કૈલાસ દવેને માથા સહિત શરીરના અલગ અલગ ભાગે ગંભીર ઈજા પહોંચતાં તેનું કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે કારચાલક અકસ્માત સર્જી સ્થળ પર જ કાર મૂકી ફરાર થઇ ગયો હતો. આ બનાવ અંગે મૃતક કૈલાસના પિતા પ્રકાશચંદ્ર દવેએ જીઆઇડીસી પોલીસમથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી. પોલીસે તેમની ફરિયાદના આધારે કારચાલકની ધરપકડ માટેનાં ચક્રો ગતિમાન કરી વધુ તપાસ શરૂ કરી હતી.

બુહારી બહુચરાજી મંદિર પાસે અજાણ્યા ફોર વ્હિલ ચાલકે અડફેટે લેતાં આધેડનું મોત
વ્યારા: બુહારીથી બેડચિત તરફ જતા રોડ ઉપર બહુચરાજી મંદિર પાસે તા.૨૧/૦૩/૨૦૨૩નાં રોજ સાંજે ૭:૩૦ વાગ્યાનાં અરસામાં એક અજાણ્યા ફોર વ્હિલ ચાલકે પોતાની ફોર વ્હિલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી રોડ પર પગપાળા ચાલતા વસનજી નાથુભાઈ કોટવાળીયાને અડફેટમાં લીધો હતો. જેમાં વસનજીને મોઢાના ભાગે, માથાની પાછળ તેમજ ડાબા હાથના કાંડાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. જેઓનું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતુ. અકસ્માત કરી ફોર વ્હિલ ચાલક સ્થળ ઉપરથી પોતાનુ વાહન લઇને નાસી છુટ્યો હતો. પોલીસે મૃતકનાં પુત્ર ધનસુખ વસનજી કોટવાળીયા, (રહે.વાંકલા ખજુરી, તા. ડોલવણ, જી.તાપી)ની ફરિયાદનાં આધારે આ અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ગુન્હો નોંધી વધુમાં કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top