National

કન્હૈયાલાલ મર્ડર કેસનો આરોપી રિયાઝ કોના કહેવા પર ભાજપમાં જોડાવવા માંગતો હતો

ઉદયપુર: ઉદયપુર (Udaipur) કન્હૈયાલાલ મર્ડર કેસને (Kanhaiyalal murder case) ખૂબ જ આયોજનબદ્ધ રીતે અંજામ આપવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. કન્હૈયાલાલ હત્યા કેસના મુખ્ય આરોપીઓના કનેક્શન પાકિસ્તાન (Pakistan) સાથે હોય તેવી માહિતી પ્રાપ્ત મળી રહી છે. તેઓ કઈ મોટું કારસ્તાનને અંજામ આપવા માંગતા હોય તેવું લાગી રહ્યું હતું. કારણ કે ઉદયપુર કન્હૈયાલાલ હત્યા કેસમાં સંડોવાયેલ આરોપી મોહમ્મદ રિયાઝ અટ્ટારી ભાજપની (BJP) રાજસ્થાન લઘુમતી એકમની બેઠકોમાં ભાગ લેતો હતો. હવે તેની પાછળનું કારણ સામે આવ્યું છે કે રિયાઝ શા માટે ભાજપનો કાર્યકર બનવા માંગતો હતો.

પાકિસ્તાની હેન્ડલર સલમાન હૈદર અને અબુ ઈબ્રાહિમના કહેવા પર મોહમ્મદ રિયાઝ અત્તારી બીજેપી લઘુમતી મોરચાનો કાર્યકર બનવા માંગતો હતો જેથી તેને અંદરની માહિતી મળી શકે. સૂત્રોએ જણાવ્યું કે મોહમ્મદ રિયાઝ અત્તારી ત્રણ વર્ષથી ભાજપના લઘુમતી મોરચા દ્વારા પાર્ટીના ટોચના નેતાઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પાકિસ્તાનમાં બેઠેલા તેના બોસ સલમાને તેને બીજેપીની મીટિંગમાં જવા અને ત્યાંથી માહિતી મોકલવા કહ્યું હતું. પ્લાનિંગ એ હતું કે ભાજપમાં જોડાઈને રિયાઝ મોટા નેતાઓનો વિશ્વાસ જીતશે અને પછી કોઈ મોટું કૌભાંડ કરશે.

માહિતી અનુસાર પૂછપરછ દરમિયાન રિયાઝે જણાવ્યું કે બીજેપી અલ્પસંખ્યક મોરચાના નેતાઓનો વિશ્વાસ જીતવા માટે તેણે પોતાની આસપાસના ઘણા લોકોને પાર્ટી સાથે જોડ્યા હતા. તે આ બધું તેના પાકિસ્તાની હેન્ડલર સલમાનની સૂચના પર કરી રહ્યો હતો. પરંતુ તેમને વધુ સફળતા મળી રહી ન હતી, કારણ કે બીજેપી લઘુમતી મોરચાના નેતાઓએ તેમને મોટી સભાઓમાં આમંત્રણ આપ્યું ન હતું. શું ભાજપના કોઈ મોટા નેતા પર હુમલાની તૈયારી હતી? હવે એજન્સીઓ પણ આ અંગે તપાસ કરી રહી છે.

જણાવી દઈએ કે ઇર્શાદ ચેનવાલા પાસેથી જાણકારી પ્રાપ્ત કરવામાં આવી રહી છે. આ એજ વ્યક્તિ છે જેનીમદદથી આરોપી રિયાઝ ભાજપના કાર્યક્રમોમાં હાજરી આપતો હતો. ઇર્શાદ ચેનવાલા રાજસ્થાનમાં ભાજપના લઘુમતી મોરચામાં રાજ્ય કારોબારીના સભ્ય છે. લગભગ ત્રણ વર્ષ પહેલા એક તસવીર લેવામાં આવી હતી, જેમાં ઈર્શાદ રિયાઝ સાથે જોવા મળી રહ્યો છે.

નોંધનીય છે કે 28 જૂને ઉદયપુરના ભૂતમહાલ વિસ્તારમાં એક વિવાદાસ્પદ સોશિયલ મીડિયા પોસ્ટને લઈને ટેલર કન્હૈયાલાલની હત્યા કરવામાં આવી હતી. કાપડની માપણી કરાવવાના બહાને મહંમદ રિયાઝ અત્તારી અને ગૌસ મોહમ્મદે તિક્ષ્ણ હથિયારો વડે ટેલરની હત્યા કરી હતી.

Most Popular

To Top