Vadodara

રાવપુરા પોલીસ મથકના 1 PSI સહિત 84 કર્મીની સાગમટે બદલી

વડોદરા : કારેલીબાગ પોલીસ મથકના આખા સ્ટાફની બદલીનો ગણગણાટ તો હજુ સમ્યો નથી તેના ગણતરીના દિવસોમાં જ રાવપુરા પોલીસ મથકના 84 કર્મચારીઓની બદલીના હુકમથી પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. સંસ્થા વસાહત પાસે કેટરિંગ ની આડ મા આ દારૂના ધંધાની તપાસ બાબતે બેદરકારી અને નિષ્કાળજી દાખવનાર ચાર પોલીસ કર્મીની બદલી અને એકને સસ્પેન્ડ કરાયા ચર્ચા પોલીસબેડામાં અવિરત ચાલી રહી છે તે અરસા મા જ પોલીસ કમિશનરે સપાટો બોલાવ્યો હતો. રાતોરાત રચાયેલી વોચ કમિટી માં તાત્કાલિક ધોરણે નિર્ણયો લઈનેએક પીએસઆઈ સહિત 84 પોલીસ જવાનોની  સાગમટે બદલીના હુકમ કર્યો હતો. અને તેમના સ્થાને શહેરના પોલીસ મથકોમાંથી 87 પોલીસ જવાનોની બદલી રાવપુરામાં કરવામાં આવી હતી.પોલીસ મથકના જવાનોની બદલી બાબતે એવું જાણવા મળ્યું હતું કે ભ્રષ્ટાચાર અને ફરજ બાબતની બેદરકારીની અનેક ચોંકાવનારી હકીકતો ઉચ્ચ અધિકારીઓના કાન સુધી પહોંચી હતી પોલીસની આબરૂ ને બટ્ટો લગાવતા જવાનોને કાયદાકીય પાઠ ભણાવ્યા હતા. તાજેતરમાં જ તમામ પોલીસ મથકના ડી સ્ટાફનું વિસર્જન કરાયું હતું અને એલસીબીની રચના કરી હતી. હજુ આગામી દિવસોમાં કેટલાક મોટા ફેરફાર આવવાની ચર્ચા સંભળાઈ રહી છે.

Most Popular

To Top