Dakshin Gujarat

અભિનેત્રી રાખી સાવંત સામે એટ્રોસિટી દાખલ કરવા આદિવાસી સમાજની માગ

ધરમપુર: (Dharampur) ધરમપુર તાલુકા પંચાયતના અપક્ષ સભ્ય કલ્પેશભાઈ પટેલ અને આદિવાસી સમાજ (Tribal Society) દ્વારા આદિવાસી જીવન શૈલીનું અપમાન કરનાર ફિલ્મ અભિનેત્રી રાખી સાવંત (Rakhi Savant) સામે એટ્રોસિટી એક્ટ હેઠળ એફઆઈઆર નોંધવા બાબતે ગૃહરાજ્યમંત્રી ગાંધીનગર અને જિલ્લા પોલીસ વડાને સંબોધિત કરતી લેખિત રજુઆત ધરમપુર પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી.

  • અભિનેત્રી રાખી સાવંત સામે એટ્રોસિટી દાખલ કરવા આદિવાસી સમાજની માગ
  • રાખી સાવંતે આદિવાસી જીવન શૈલીની ક્રુર મજાક કરી હોવાથી ધરમપુર પોલીસ મથકમાં રજુઆત
  • રાખી સાવંતએ આદિવાસી જીવનશૈલીની કરેલી મજાક એ દેશના મૂળ સાંસ્કૃતિક વારસાનું અપમાન

રજૂઆતમાં જણાવ્યું હતું કે, અભિનેત્રી રાખી સાવંતના તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા એક વીડિયોમાં આદિવાસી જીવનશૈલી વિશે અશ્લીલ મજાક કરી આદિવાસી સમાજનું ઘોર અપમાન કરવામાં આવ્યું છે. ફિલ્મ અભિનેત્રી રાખી સાવંત દ્વારા આદિવાસી જીવનશૈલી અંગે કરેલી ક્રૂર મજાકથી આદિવાસી સમાજની લાગણી દુભાઈ છે. રાખી સાવંતએ આદિવાસી જીવનશૈલીની કરેલી મજાક એ દેશના મૂળ સાંસ્કૃતિક વારસાનું અપમાન છે.

અને કરેલી આ મજાકથી દેશના સ્વતંત્રતામાં પોતાનું બલિદાન આપનાર આદિવાસી ક્રાંતિવિર તિલકા માંઝી, તાતીયા ભીલ, બિરસા મુંડા, ભીમા નાયક, ખાજીયા નાયક સહિત માનગઢ માં અંગ્રેજ સેનાના ગોળીબારમાં શહીદ 1500 અને દઢવાવ ખાતે અંગ્રેજ સેનાના ગોળીબારમાં શહીદ થયેલા 1200 આદિવાસી ક્રાંતિવીરોનું ઘોર અપમાન છે. જેથી આ ફરીયાદ ત્વરિત ધ્યાનમાં લઈ અભિનેત્રી રાખી સાવંત સામે એટ્રોસિટી એક્ટ હેઠળ એફઆઈઆર નોંધી ધરપકડ કરી કાયદાકીય કાર્યવાહી કરવા સમસ્ત આદિવાસી સમાજની લાગણી છે.

રૂમલા ઘોલારના ખરેડા નદીના કિનારે જુગાર રમતા સાત શકુનિઓ ઝડપાયા
ખેરગામ: ખેરગામ પોલીસ મથકની વિસ્તારમાં આવતા રૂમલાના ધોલાર ખરેડા નદી કિનારે ઉત્તમભાઈ છગનભાઈ પટેલના ખેતર પાસે આવેલી આંબલીના ઝાડ નીચે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે ત્યાં દરોડો પાડી જુગારીઓને ઝડપી લીધા હતા. ઝડપાયેલા જુગારીઓમાં ધોલાર ઉપલી ફળિયાનો જયેશ મનુભાઈ પટેલ, ધોલાર પીર ફળીયાનો દાજી શુક્કરભાઈ પટેલ, ધોલાર ડુંગરી ફળિયાનો દલું સોમાભાઈ દેશમુખ, ધોલાર ડુંગરી ફળિયાનો આસિફ યુસુફભાઈ શેખ, ધોલાર પીર ફળિયાનો પિયુષ ગુરુભાઈ પટેલ,ધોલાર પીર ફળિયાનો રાજેશ મનુભાઈ પટેલ, ધોલાર પીર ફળિયાનો કલ્પેશ મનુભાઈ પટેલનો સમાવેશ થાય છે. પોલીસે તેમની પાસેથી દાવ ઉપરના રોકડા 1170 તેમજ પકડાયેલા જુગારીઓની અંગ ઝડતી માંથી 3740 મળી કુલ્લે 4910 નો મુદ્દામાલ કબજે કરી જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. આગળની વધુ તપાસ હેડ કોસ્ટેબલ જયેશભાઈ જેકિશનભાઇ રહ્યાં છે.

Most Popular

To Top