Dakshin Gujarat

ખેડૂતની મદદ કરવાનું ગણદેવીના યુવાનને ભારે પડયું, બેરહમીપૂર્વક રહેંસી નાંખ્યો

નવસારી : જમીન સંપાદનમાં ખેડૂતોને (Farmer) મદદ (Help) કરતા ગણદેવીનો (Gandevi) યુવાન ગામના ખેડૂતને મળી પરત ઘરે આવી રહ્યા હતા ત્યારે અજાણ્યા ઇસમોએ તેમના ઉપર હુમલો (Attack) કરી ઢીમ ઢાળી દીધું હોવાનો બનાવ ગણદેવી પોલીસ મથકે (Police Station) નોંધાયો છે.

મળતી માહિતી મુજબ, ગણદેવી તાલુકાના ગણદેવા ગામે નાના ફળીયામાં દિલીપભાઈ મોહનભાઈ રાઠોડ (ઉ. વ. 38) તેમના પરિવાર સાથે રહેતા હતા. હાલમાં ગણદેવા ગામમાંથી પસાર થતા એક્સપ્રેસ-વે હાઇવેના કામે જમીન સંપાદન થતા ખેડૂતોને જમીન સંપાદનના રૂપિયા ચુકવવામાં આવ્યા હતા. અને જે જમીન સંપાદનના રૂપિયા ઘણા કુટુંબોમાં બરાબર વહેચણી થતી ન હતી. જેથી દિલીપભાઈ આ બાબતે અલગ-અલગ ખેડૂતોને મદદ કરતો હતો. જેમાં ગણદેવા ગામે મઝલા ફળીયામાં રહેતા ધનસુખભાઈ ઉર્ફે બળવંતભાઈ પરભુભાઈ પટેલનો જમીન સંપાદનના નાણા વહેચણી બાબતે તેમના કુટુંબી ભાઈઓ સાથે તકરાર ચાલતી હતી. જેથી દિલીપભાઈ ધનસુખભાઈને મદદરૂપ થતો હતો.

ગત 21મીએ રાત્રે દિલીપભાઈ ધનસુખભાઈ અને શંકરભાઈના ઘરે ગયા હતા. જ્યાંથી દિલીપભાઈ પરત તેમની બુલેટ બાઈક નં. જીજે 21 બીકયુ 2011 લઈને ઘરે આવી રહ્યા હતા. ત્યારે મઝલા ફળિયા જવાના રોડ ઉપર ટર્નીંગ પાસે દેસાઈ ફળિયાની વાડીની સામેથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે કોઈ અજાણ્યા ઇસમે દિલીપભાઈ ઉપર હુમલો કરી તીક્ષ્ણ હથિયાર વડે માથાના ભાગે તથા કાનના ભાગે તથા આંખના ભાગે ઘા કર્યો હતો. જેના પગલે તેમને ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. દિલીપભાઈની હત્યા કર્યા બાદ હુમલાખોર ઘટના સ્થળે નાસી ગયા હતા. સ્થાનિક રહીશોએ આ ઘટના બાબતે ગણદેવી પોલીસ મથકે જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશનો કબ્જો લઈ પી.એમ. અર્થેની તજવીજ હાથ ધરી છે. જ્યારે પોલીસે મૃતકના ભાઈ નયનભાઈએ હત્યારા અજાણ્યા ઈસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પી.એસ.આઈ. એસ.વી. આહિરે હાથ ધરી છે.

ધારદાર હથિયારના ઘા ઝીંકાતા આંબા કલમ ઉપર પાંચ ફૂટ ઉંચે લોહીના છાંટા ઉડ્યા
દિલીપ રાઠોડને બેરહમીપૂર્વક રહેંસી નાંખ્યો હતો. સુમસામ રસ્તાના વળાંક ઉપર ધારદાર હથિયારના ઘા ઝીંકી દેવાતા નજીકની આંબા કલમ ઉપર પાંચેક ફૂટ ઉંચે લોહીના છાંટા ઉડ્યા હતા. જાણભેદુ હત્યારાઓ એ પ્રિ -પ્લાન હત્યાને અંજામ આપ્યો હોવાની દિશામાં તપાસના ચક્રો ગતિમાન થયાં છે.

આરોપીઓની તપાસ ચાલી રહી છે : પી.એસ.આઈ.
ગણદેવી પોલીસ મથકના પી.એસ.આઈ. સાગર આહીરે જણાવ્યું હતું કે, ગણદેવા ગામની ઘટના અંગે આરોપીઓની તપાસ ચાલી રહી છે. સ્થાનિક લોકોના નિવેદનો લેવાનું શરૂ કર્યું છે. સીસીટીવી કેમેરાઓ પણ ચેક કરવામાં આવી રહ્યા છે.

Most Popular

To Top