Dakshin Gujarat

બારડોલીમાં બાઈકર્સ ગેંગનો આતંક, રાહદારીઓના જીવ પડીકે બંધાયા

બારડોલી: બારડોલી (Bardoli) નગરપાલિકાના કેનાલ રોડ (Road) પર મોડી સાંજ બાદ બાઈકર્સ (Bikers) દ્વારા સ્ટંટ (Stant) કરવામાં આવતા હોય ચાલવા નીકળતા આજુબાજુની સોસાયટીના (Society) લોકોના જીવ જોખમમાં મુકાયા છે. સોસાયટીના રહીશોએ આ અંગે પોલીસને ફરિયાદ (Police Cpmplaint) કરી હોવાનું જાણવા મળે છે.

  • બાઇકસવાર યુવકોને ઊભા રાખવામાં આવે તો સોસાયટીના રહીશો સાથે ગાળાગાળી કરે છે
  • ગત રવિવારે એક યુવકને પકડી પોલીસને સોંપાયો હતો, છતાં બાઇકર્સ ગેંગ સુધરતી નથી

બારડોલી નગરપાલિકા દ્વારા તેન રોડથી સુરત રોડને જોડતા કેનાલ રોડ પર રોજ સાંજે 7 વાગ્યા બાદ બાઈકર્સ દ્વારા જીવ જોખમમાં મૂકતાં સ્ટંટ કરવામાં આવતાં હોવાની ફરિયાદ રહીશો દ્વારા કરવામાં આવી છે. રહીશોના જણાવ્યા અનુસાર રોજ સાંજે આ બાઈકર્સ ગેંગ રોડ પર આતંક મચાવી આડેધડ બાઇક ચલાવે છે. જેના કારણે રાહદારીઓ તેમજ અન્ય સામાન્ય વાહનચાલકોના જીવ પણ જોખમમાં મુકાય રહ્યા છે. બાઇકસવાર યુવકોને ઊભા રાખવામાં આવે તો તેઓ સોસાયટીના રહીશો સાથે ગાળાગાળી કરતા હોય છે. રવિવારના રોજ એક યુવકને પકડી પોલીસને સોંપ્યો હતો. જો કે, તેમ છતાં હજી પણ રોડ પર બાઈકર્સનો આતંક ચાલુ હોવાનું રહીશો જણાવી રહ્યા છે. જેના કારણે પોલીસ દ્વારા આ બાઈકર્સ ગેંગ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઊઠી છે.

કેનાલ રોડ પર સીસીટીવી કેમેરા લગાવવા માંગ
બારડોલીના કેનાલ રોડ પર બાઈકર્સના આતંકની સાથે સાથે ચોરી-લૂંટના બનાવો પણ બની રહ્યા છે. આ ઉપરાંત સ્ટ્રીટ લાઇનના વાયરો પણ વારંવાર ચોરી થતાં હોય છે. આથી સ્થાનિક રહીશો દ્વારા રોડ પર નવા સીસીટીવી કેમેરા લગાવવા અને હયાત કેમેરા ચાલુ કરવા માટે નગરપાલિકાને રજૂઆત કરી છે.
આ ઉપરાંત રસ્તા પર પૂરઝડપે જતાં વાહનોની સ્પીડ ઓછી કરવા માટે સ્પીડ બ્રેકર મૂકવા, કેનાલ રોડની બાજુમાં આવેલો સર્વિસ રોડનું સમારકામ અને સફાઈ કામ કરવા રજૂઆત કરવામાં આવી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આઠથી દસ વખત મૌખિક રજૂઆત બાદ પણ કોઈ કામગીરી આક્રવામાં આવી નથી. આથી સોસાયટીના રહીશોએ લેખિત અરજી કરવાની ફરજ પડી છે. પૂજા પાર્ક, નંદ બંગલો, ગોકુળધામ, રાજપૂતનગર, સંકલ્પનગર, સાઈ વર્ષા, સાધનાનગર, રામનગર, રોયલ પાર્ક, નિરાંત રો હાઉસ, ખોડિયારનગર, જય કેસરકુંજ, ઓમનગર, ભાગ્યવતી, ફાઉન્ટેન્ટ પ્લાઝા, માઈલ સ્ટોન, તુલસી ટાવર, જયદીપ ટાવર, વિકી ટાવર, બીનીતા પાર્ક વગેરે સોસાયટીના રહીશોએ રજૂઆત કરી હતી.

Most Popular

To Top