Gujarat

પેપર ફૂટવાની ઘટનાથી ગુજરાત ભરમાં વિરોધની આંધી ફૂંકાઈ: વિદ્યાર્થી સંઘઠનોના આકરા તેવર

અમદાવાદ : અમદાવાદમાં NSUI અને ABVP દ્વારા પેપર લિકનો (Paper leaks) વિરોધ કરવામાં આવ્યો છે. પેપર લીક થવાની ઘટનાથી સમગ્ર ગુજરાતમાં (Gujarat) ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. આ ઘટનાથી ગુજરાતભરના યુવાનો સાથે વિશ્વાસઘાત થયો છે. ત્યારે અનેક તર્ક કુતર્કો પણ સામે આવ્યા છે. અને આ સાથે જ વારંવાર પેપર ફૂટવાની ઘટનાથી સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાતંત્ર પર ગંભીર પ્રશ્નો ઊભા થાય છે. છેલ્લા બે વર્ષમાં ગુજરાત સરકારનું વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયું હોઈ તેવું પણ લાગી રહ્યું છે. ત્યારે અમદાવાદમાં NSUI અને ABVP દ્વારા પેપર લિકનો વિરોધ કરવામાં આવ્યો હતો. NSUIના કાર્યકરોએ અમદવાદ સહીત ગુજરાતની દરેક યુનિવર્સિટી (University) પાસે રોડ રસ્તા રોકીને વિરોધ કર્યો હતો.ગુજરાતના તમામ જિલ્લા કલેકટર કચેરીએ કલેકટર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવાની તડામાર તૈયારીઓ શરુ થઇ ગઈ છે.

જિલ્લાની તમામ કલેક્ટર કચેયીએ આવેદન પત્ર પાઠવવામાં આવશે : યુતિ ગજરે
પેપર લીક કૌભાંડમાં અલગ-અલગ વિદ્યાર્થી સંઘઠનોની પ્રતિક્રિયાઓ હવે ઉગ્ર રૂપ ધારણ કરી રહી છે.અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના મંત્રી યુતિ ગજરેએ જણાવ્યું હતું કે આવતી કાલે તમામ જિલ્લા કલેકટર કચેયી ઉઘડતાની સાથે જ આવેદન અપાવામાં આવશે.વધુમાં તેમને પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, “આ સ્પર્ધાત્મક પરીક્ષાના મંડળના તંત્રની રચના પર ફરી વિચાર પણ થવો જોઈએ. તેમાં પ્રદેશના ઉચ્ચ શિક્ષાવિદો અને પ્રમુખ અનુભવી લોકો‌ને સમિતિમાં સ્થાન આપવું જોઈએ. તથા બહારી પ્રાઈવેટ એજન્સીઓને કામ આપવામાં આવે છે. પરંતુ મંડળે પોતાને રાખવી પડતી ગુપ્તતા પર પણ પશ્ન ઉભા થાય છે. ત્યારે આ રીતે વારંવાર પેપર લીક થવાની ધટના વિધાર્થી પરિષદ સહેજ પણ સાંખી નહીં લે અને આજે વિધાર્થી પરિષદ દ્વારા તમામ જિલ્લા કલેકટર કચેરીએ કલેકટર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર પણ આપવામાં આવશે.

ગુજરાત ATSનું ફરી મોટું નિવેદન
ATS એસપી સુનિલ જોષીએ જણાવ્યું કે, જે મહેનત કરી રહ્યાં છે તેમની સાથે અન્યાય નહીં થાય તેમણે કહ્યું કે, અત્યાર સુધી 16 આરોપીઓની ધરપકડ કરી છે અને કેતન બારોટ અને ભાસ્કર ચૌધરી પર અગાઉથી જ વોચ હતી, આરોપી પર વોચ રખાઈ રહી હતી. પરીક્ષાને લઈ પોલીસને સૂચના અપાઈ હતી જેને લઈ આરોપીઓ પર વોચ રાખવામાં આવી રહી હતી. સુરત ક્રાઈમ બ્રાન્ચ અને ગુજરાત ATS આરોપીઓને ઝડપી પાડ્યા છે

Most Popular

To Top